તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Sri Lanka Team Data Analyst GT Niroshan Tests Positive For Covid 19 | The Team Will Be In Isolation For 2 More Days, May Have To Play With Team B Against India

શ્રીલંકા ટીમના ડેટા એનાલિસ્ટ કોરોના પોઝિટિવ:ટીમ વધુ 2 દિવસ આઇસોલેશનમાં રહેશે, ભારત સામે B ટીમ સાથે મેદાનમાં ઊતરવું પડી શકે છે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોવિડ પરિસ્થિતિને જોતા શ્રીલંકન ક્રિકેટ બોર્ડે બીજા 2 ખેલાડીઓના ગ્રુપને બાયો બબલમાં રાખ્યું છે. જો જરૂર પડી તો ભારત સામેની શ્રેણીમાં B ટીમ ઊતારશે. - Divya Bhaskar
કોવિડ પરિસ્થિતિને જોતા શ્રીલંકન ક્રિકેટ બોર્ડે બીજા 2 ખેલાડીઓના ગ્રુપને બાયો બબલમાં રાખ્યું છે. જો જરૂર પડી તો ભારત સામેની શ્રેણીમાં B ટીમ ઊતારશે.
  • કોરોનાના ડેલ્ટા વેરિએન્ટથી શ્રીલંકા ટીમના બેટિંગ કોચ અને ડેટા એનાલિસ્ટ સંક્રમિત થયા

શ્રીલંકન ટીમની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. ઈંગ્લેન્ડ ટૂર પછી પણ ફ્લાઇટનું ફ્યુઅલ પુરુ થઈ જતા ઈન્ડિયામાં ઊતરવાની ફરજ પડી હતી. ટીમ જ્યારે શ્રીલંકા પહોંચી ત્યારે ટીમના બેટિંગ કોચ ગ્રાન્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા, તેના એક દિવસ પછી ટીમના ડેટા એનાલિસ્ટ જીટી નિરોશન પણ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા.

ઇંગ્લેન્ડ ટૂરથી પરત ફર્યા પછી શ્રીલંકાના તમામ ખેલાડીઓને વધુ બે દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે. જો ટીમના બીજા કોઇ ખેલાડી પણ પોઝિટિવ આવ્યા તો બોર્ડને B ટીમ ઊતારવાની ફરજ પડી શકે છે.

બેટિંગ કોચ અને એનાલિસ્ટ ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત
શ્રીલંકા માટે ચિંતાની વાત એ છે કે બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને એનાલિસ્ટ જીટી નિરોશન બંને ડેલ્ટા વેરિએન્ટથી પોઝિટિવ થયા છે. કોરોનાનો આ વેરિએન્ટ સૌથી વધુ સંક્રમિત અને ઘાતક છે. શ્રીલંકન ખેલાડીને શુક્રવારે આઇસોલેશનની બહાર આવવાનું હતું, પરંતુ હવે ટીમને વધુ બે દિવસ વેઇટ કરવો પડશે.

આ દરમિયાન તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો વધુ એક RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. તેમના ટેસ્ટ રિઝલ્ટ પછી એ નિર્ણય લેવાશે કે ભારત વિરૂદ્ધ સિરીઝમાં કયા કયા ખેલાડી ભાગ લેશે.

ખેલાડીઓને વધુ 2 ગ્રુપ બાયો બબલમાં
કોરોનાની આ સ્થિતિને જોતા શ્રીલંકન બોર્ડે પહેલેથી જ એક વૈકલ્પિક પ્લાન તૈયાર કરી રાખ્યો છે. ખેલાડીઓના વધુ 2 ગ્રુપ બાયોબબલમાં રહેશે. એક ગ્રુપ કોલંબો અને બીજુ ગ્રુપ દાંબુલામાં બાયોબબલની ગાઇડલાઇનનું પાલન કરશે. જરૂર પડશે તો આ ગ્રુપમાંથી ખેલાડીઓને ભારત સામેની સિરીઝ રમવા માટે સિલેક્ટ કરાશે.

અત્યારે કોઇ નિર્ણય પર આવવું યોગ્ય નથી
શ્રીલંકન ટીમે એક મેડિકલ સ્ટાફે જણાવ્યું હતું કે આ અંગે કોઇપણ નિર્ણય પર આવવું યોગ્ય નથી. અત્યારે કયા કયા ખેલાડી મેચમાં રમશે એના નિર્ણય પર આવવું યોગ્ય નથી. બોર્ડ અને મેડિકલ ટીમ સ્થિતિનું અવલોકન કરશે. RT-PCR ટેસ્ટના આગામી ટૂરના નિર્ણય પછી કોઇ નિર્ણય પર આવી શકીશું.

બંને સ્ટાફ ઇંગ્લેન્ડમાં સંક્રમિત થયા
અનુમાન લગાવાઈ રહ્યું છે કે ગ્રાન્ટ ફ્લૉવર એને જીટી નિરોશન બંને ઇંગ્લેન્ડમાં જ પોઝિટિવ થયા હશે. બંને સ્ટાફ મેમ્બર શ્રીલંકાના વિવિધ ક્રિકેટરો સાથે રોજ સંપર્કમાં આવતા હતા, તેથી બીજા ખેલાડી પણ પોઝિટિવ આવી શકે છે. ફોલ્સ નેગેટિવ રિપોર્ટથી બચવા માટે બોર્ડ વધુ એક રાઉન્ડનું ટેસ્ટિંગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...