NZ Vs SL પહેલી ટેસ્ટ, બીજો દિવસ:પહેલી ઇનિંગમાં શ્રીલંકા 355 રનમાં ઓલઆઉટ, દિવસના અંત સુધીમાં ન્યૂઝીલેન્ડનો સ્કોર 162/5

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ ક્રાઇસ્ટચર્ચમાં રમાઈ રહી છે. શ્રીલંકાએ બીજા દિવસે 305/6ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. ટીમ 355 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આજે બીજા દિવસના અંત સુધીમાં ન્યૂઝીલેન્ડે 5 વિકેટે 162 રન બનાવી લીધા છે. હજુ પણ કિવીઝ શ્રીલંકાથી 193 રન પાછળ છે. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ટૉમ લાથમે 67 રન બનાવ્યા હતા. ડેરિલ મિચેલ 40 રન અને માઇકલ બ્રેસવેલ 9 રન બનાવીને નોટઆઉટ રહ્યા છે.

લાથમની ફિફ્ટી
ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટ 67 રનના સ્કોર પર પડી હતી. ઓફનર ડેવોન કોનવે 88 બોલ પર 30 રન બનાવીને અસિત ફર્નાન્ડોની બોલિંગમાં LBW આઉટ થયો હતો. ટીમે આ પછી વધુ 4 રન બનાવ્યા અને બીજી વિકેટ ગુમાવી હતી. કેન વિલિયમસન 11 બોલમાં 1 રન બનાવીને લાહિરુ કુમારાની બોલિંગમાં દિમુથ કરુણારત્નેના હાથ કેચઆઉટ થયો હતો. હેનરી નિકોલસના રૂપમાં ટીમને ત્રીજો ફટકો પડ્યો હતો. હેનરી 6 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો હતો. માત્ર 76 રનમાં જ ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી.

શરૂઆતમાં 3 વિકેટ ગુમાવ્યા પછી લાથમે ટીમની ઇનિંગને સંભાળી હતી. તેણે 144 બોલમાં 67 રન બનાવ્યા હતા. શ્રીલંકાના અસિત ફર્નાન્ડો અને લાહિરુ કુમારાને 2-2 વિકેટ મળી હતી, જ્યારે કસુન રજીથાએ 1 વિકેટ લીધી હતી.

ટૉમ લાથમે 27મી ફિફ્ટી ફટકારી હતી.
ટૉમ લાથમે 27મી ફિફ્ટી ફટકારી હતી.

શ્રીલંકાની પહેલી ઇનિંગ
આની પહેલા ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા પહેલી ઇનિંગમાં 355 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ કુશલ મેન્ડિસ અને દિમુથ કરુણારત્ને વચ્ચે 137 રનની પાર્ટનરશિપ થઈ હતી. તો એન્જેલો મેથ્યૂઝ અને દિનેશ ચાંદીમલ વચ્ચે 82 રનની પાર્ટનરશિપ થઈ હતી. કુશલ મેન્ડિસે સૌથી વધુ 87 રન બનાવ્યા હતા. તો દિમુથ કરુણારત્નેએ 50 રન, એન્જેલો મેથ્યૂઝે 47 રન અને ધનંજય ડિ સિલ્વાએ 46 રનની ઇનિંગ રમી હતી.

કુશલ મેન્ડિસ અને દિમુથ કરુણારત્ને વચ્ચે 137 રનની પાર્ટનરશિપ થઈ હતી.
કુશલ મેન્ડિસ અને દિમુથ કરુણારત્ને વચ્ચે 137 રનની પાર્ટનરશિપ થઈ હતી.
અન્ય સમાચારો પણ છે...