તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Sreesanth, Who Was Not Shortlisted For The IPL Auction, Shared The Video, Which Went Viral Shortly After

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્દ-એ-દિલ:IPL ઓક્શન માટે શોર્ટલિસ્ટ ન થતા શ્રીસંતે શેર કર્યો આ વીડિયો, થોડી જ વારમાં થયો વાયરલ

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
સ્પોટ ફિક્સિંગ મામલામાં 7 વર્ષની સજા ભોગવ્યા બાદ શ્રીસંત હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીથી ક્રિકેટમાં પરત ફર્યો હતો - Divya Bhaskar
સ્પોટ ફિક્સિંગ મામલામાં 7 વર્ષની સજા ભોગવ્યા બાદ શ્રીસંત હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીથી ક્રિકેટમાં પરત ફર્યો હતો

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 14મી સીઝન માટે ખેલાડીઓનું મિની ઓક્શન 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં યોજાશે. IPL માટે 1,114 ક્રિકેટર્સે પોતાના નામ રજિસ્ટર કરાવ્યા હતા, જેમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર એસ. શ્રીસંત પણ સામેલ હતો. 11મી ફેબ્રુઆરીએ IPLએ 1,114માંથી તે 292 ખેલાડીઓની યાદી બહાર પાડી, જેમનું ઓક્શન 18મી ફેબ્રુઆરીએ થશે. 8 ફ્રેન્ચાઈઝી ટીમ મળીને 1,114માંથી 292 ખેલાડીઓને મિની ઓક્શન માટે શોર્ટલિસ્ટ કર્યા છે. જો કે શ્રીસંતની પસંદગી ન થતા તેને એક ગીત ગાઈને પોતાનું રિએક્શન સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

ઓક્શનમાં સામેલ ન થતા શ્રીસંત ગીત ગાતો નજરે પડ્યો
7 વર્ષના લાંબા સમય બાદ ક્રિકેટમાં વાપસી કરનાર ફાસ્ટ બોલર એસ. શ્રીસંતને ઓક્શનમાં સામેલ કરાયો નથી. ત્યારે શ્રીસંતે એક વીડિયો ક્લિપ શેર કરી પોતાની વ્યથા વ્યક્ત કરી છે. વીડિયો ક્લિપમાં તે કારમાં બેઠેલો નજરે પડે છે અને એક ગીત ગાતો નજરે પડે છે. જો કે વીડિયોથી તે દુઃખી હોય તેવું જરાય દેખાતું નથી. પરંતુ ઉલટાનો એક ગીત ગાતો નજરે પડે છે. આ વીડિયો ક્લિપને શેર કરતાં શ્રીસંતે લખ્યું કે, 'ભગવાનનો પ્લાન, ક્રિકેટ, પરિવાર, પ્રેમ.' શ્રીસંતે આ વીડિયોમાં ફિલ્મ સ્વદેશનું પ્રસિદ્ધ ગીત 'યૂ હી ચલા ચલ રાહી... કિતની હસીન હૈ યે દુનિયા' ગાઈ રહ્યો છે.

7 વર્ષ બાદ ફરી ગ્રાઉન્ડમાં જોવા મળ્યો શ્રીસંત
સ્પોટ ફિક્સિંગ મામલામાં 7 વર્ષની સજા ભોગવ્યા બાદ શ્રીસંત હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીથી ક્રિકેટમાં પરત ફર્યો હતો. મુશ્તાક અલી ટ્રોફીમાં શ્રીસંતને કેરળની ટીમમાં જગ્યા મળી હતી. શ્રીસંતે IPLમાં સામેલ થવા પોતાનું નામ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ તેને ઓક્શન માટે પસંદ કરવામાં આવ્યો નથી.

આ પહેલાં પણ શ્રીસંતે એક વીડિયો શેર કર્યો હતો
શ્રીસંતને જ્યારે IPL ઓક્શન માટે શોર્ટલિસ્ટ ન કરાયો ત્યારે પણ તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં શ્રીસંતે કહ્યું હતું કે, 'તેને 8 વર્ષ સુધી રાહ જોઈ અને તે હજુ થોડો સમય રાહ જોવા માટે તૈયાર છે.' શ્રીસંતે આગળ કહ્યું હતું કે તે કદી પણ હાર નહીં માને.

પુજારાની બેઝ પ્રાઈઝ 50 લાખ, અર્જુન તેંડુલકરની બેઝ પ્રાઈઝ 20 લાખ
ઓક્શન માટે 12 ખેલાડીઓને દોઢ કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં રાખવામાં આવી છે, જ્યારે એક કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં 11 ખેલાડીઓમાં બે ભારતીય ખેલાડી હનુમા વિહારી અને ઉમેશ યાદવ સામેલ છે. 75 લાખની બેઝ પ્રાઈઝમાં 15 ખેલાડી છે અને આ તમામ વિદેશી છે. 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં 65 ખેલાડી છે, જેમાં 13 ભારતીય અને 52 વિદેશી ખેલાડી સામેલ છે. ઓક્શનમાં 164 ભારતીય ખેલાડી, 125 વિદેશ ખેલાડી અને ત્રણ ખેલાડી એસોસિએટ દેશના હશે. તો ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારાને પરી એક વખત IPLનો હિસ્સો બનશે તેવી આશા છે. પુજારાની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા છે. જ્યારે પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને પણ BCCIએ IPL 2021ના ઓક્શનમાં શોર્ટલિસ્ટ કર્યો છે. અર્જુનની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા છે.

માર્નસ લાબુશેન પણ થયો શોર્ટલિસ્ટ
ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન માર્નસ લાબુશેનને પણ IPL 2021ના ઓક્શન માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. BCCIએ તેની પણ પસંદગી કરી છે. લાબુશેનની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રૂપિયા છે. જો કે લાબુશેને હજુ સુધી ઓસ્ટ્રેલિયા માટે ટી-20 મેચ રમી નથી. પરંતુ આ વર્ષે તે ઘરેલી લીગ બિગ બેશની કેટલીક મેચ રમ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો