ભાસ્કર અપડેટ્સ:એશિયા કપ માટે 15 સભ્યની ભારતીય ક્રિકેટ ટીમ જાહેર; કોહલીને સ્થાન મળ્યું અને બુમરાહને આરામ ,28મી ઓગસ્ટે ભારત-PAK વચ્ચે ટક્કર થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એશિયા કપ માટે 15 સભ્યની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા કેપ્ટન અને ઉપકેપ્ટન કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ તથા આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

27 ઓગસ્ટથી શરૂ થનારી ટુર્નામેન્ટમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું નથી. PTIના અહેવાલ પ્રમાણે બુમરાહ ઈજાનો સામનો કરી રહ્યો છે. તે ટીમમાં ન હોવાથી એશિયા કપમાં ભારતની આશા મોટો ફટકો પડ્યો છે.

પ્રથમ મેચમાં પાકિસ્તાન સાથે ટીમ ઈન્ડિયાની ટક્કર થશે
ભારતીય ટીમ 28મી ઓગસ્ટના રોજ એશિયા કપમાં પાકિસ્તાનનો સામનો કરશે. આ વખતે એશિયા કપની યજમાની શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) કરી રહ્યું છે. અગાઉ આર્થિક કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખી આ કપનું આયોજન શ્રીલંકાને બદલે UAEમાં કરવાની ચર્ચા હતી.

જેહાદનો પ્રચાર કરનારા 2 બાંગ્લાદેશી નાગરિક ભોપાલમાંથી ધરપકડ

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ રવિવારે જેહાદનો પ્રચાર કરનાર બે બાંગ્લાદેશી નાગરિકોની ભોપાલમાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલ બન્ને વ્યક્તિની ઓળખ હમીદુલ્લાહ ઉર્ફે રાજુ ગાજી અને મોહમ્મદ સહાદત હુસૈન ઉર્ફે અબીદુલ્લાહ તરીકે કરવામાં આવી છે. તે જમાત-ઉલ-મુઝાહિદ્દીન બાંગ્લાદેશ (JMB)ની વિચારધારાનો પ્રચાર અને જેહાદ કરવા માટે યુવાનોને પ્રોત્સાહન આપતા હતા.

CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે આરોપીને શોધવા તપાસ હાથ ધરી

ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથને સોશિયલ મીડિયા મારફતે જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ઉત્તર પ્રદેશ પોલીસ અને તપાસ એજન્સીઓએ આ ધમકી આપનારની શોધખોળ હાથ ધરી છે. ધમકી પોલીસ કન્ટ્રોલ રૂમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...