તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Sports Update | Audio Of Team India's Strategy 'leaked' In WTC Final, Kohli Says We Will Bowl Round The Wicket Against NZ

કોહલી-શાસ્ત્રીની બેદરકારી!:WTC ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની વ્યૂહરચનાનો ઓડિયો 'લીક', કોહલીએ કહ્યું- આપણે NZ વિરૂદ્ધ રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરીશું

20 દિવસ પહેલા
ફાઈલ તસવીર
 • આ ઓડિયોમાં ભારતીય ટીમનો બોલિંગ પ્લાન અને મોહમ્મદ સિરાજ અંગે પણ ઘટસ્ફોટ થયો હતો
 • ઈન્ડિયન ટીમ ઈંગ્લેન્ડમાં 6 ટેસ્ટ મેચ રમશે, જેમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પ્રથમ WTC ફાઈનલ મેચ પણ સામેલ છે

ભારતની ટીમ ઈંગ્લેન્ડના સાઉથ હેમ્પટનમાં યોજાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમવા માટે ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે. આ મેચ 18 જૂનથી શરૂ થશે. ભારતીય ટીમના કેપ્ટન અને કોચ રવિ શાસ્ત્રીએ ઈંગ્લેન્ડ ઉડાન ભરતા પહેલા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં બંનેનો વ્યૂહરચના અંગે ચર્ચા કરતો એક ઓડિયો વાઈરલ થયો હતો. આ ઓડિયોમાં ભારતીય ટીમનો બોલિંગ પ્લાન અને મોહમ્મદ સિરાજ અંગે પણ ઘણા ઘટસ્ફોટ થયા હતા.

વિરાટ કોહલી અને ટીમ ઈંગ્લેન્ડમાં WTC ફાઈનલની સાથે ઈંગ્લેન્ડ ટીમ વિરૂદ્ધ 5 ટેસ્ટ મેચની શ્રેણી પણ રમવા માટે જઈ રહી છે. આની પહેલા કોહલી અને શાસ્ત્રીએ એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું હતું, જે કોન્ફરન્સમાં એક અચંબિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ બંને દિગ્ગજો વચ્ચે ટીમનો ગેમ પ્લાન અને અન્ય વાતચીત કરતો એક ઓડિયો વાઈરલ થયો હતો. વાત એવી હતી કે આ બંને ક્રિકેટ જગતના દિગ્ગજોને જાણ બહાર રહ્યું હતું કે તેઓ LIVE છે અને એમની તમામ વાતો રેકોર્ડ થઈ રહી છે.

લીક ઓડિયોની વાતો
આ ઓડિયોમાં વિરાટ કોહલી કહી રહ્યો હતો કે ન્યૂઝીલેન્ડની ટીમમાં મોટાભાગના બધા લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે, જેથી આપણે તેઓને રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરીશું. જેના માટે લાલા સિરાજને શરૂઆતથી જ કામ પર લાગાવી દઇશું. કોહલીની આ વાતમાં રવિ શાસ્ત્રીએ પણ સહમતિ આપી હતી અને જવાબ આપતા કહ્યું 'હમમમમમમમ' હતું.

આ આડિયો સોશિયલ મીડિયામાં પણ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આના પરથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે મોહમ્મદ સિરાજને ફાઈનલની પ્લેઇંગ-11માં તક મળી શકે છે.

પ્રેસ કોન્ફરન્સની વાતો
ઈંગ્લેન્જ જતા પહેલા કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ટીમ અત્યારે કોઈપણ પ્રકારની અસમંજસમાં નથી. જોકે આ ફાઈનલ મેચ રસપ્રદ રહેશે. નવી કન્ડિશન પણ હશે અને વાતાવરણ પણ અલગ હશે. પરંતુ તમામ ક્રિકેટરોને પ્રોફેશનલ રૂપે આ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરતા આવડે છે. ભારતે આ ફાઈનલ મેચ પછી ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 5 મેચની ટેસ્ટ શ્રેણી પણ રમવાની છે, પરંતુ આ બંને વચ્ચે ટીમના દરેક ખેલાડીને આરામ કરવા માટે પૂરતો સમય પણ મળી રહેશે.

વિરાટ કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે આ સમયગાળો ભારતીય ખેલાડીઓ માટે આરામ પ્રદાન કરતો અને સ્વતંત્ર રહીને ફરવા માટે ઉત્તમ રહેશે. કેપ્ટને કહ્યું હતું કે આ એક મહત્ત્વપૂર્ણ શ્રેણી રહશે, જેના માટે અમને ફરીથી એકવાર સાથે મળીને બોન્ડ બનાવવાનો સમય મળશે.

ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ

 • ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં 6 ટેસ્ટ મેચ રમશે, જેમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પ્રથમ WTC ફાઈનલ પણ સામેલ છે. આ મેચ 18-22 જૂન વચ્ચે યોજાશે.
 • ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ 4-8 ઓગસ્ટ વચ્ચે નૉટિંઘમમાં રમશે.
 • ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચ 12-16 ઓગસ્ટ વચ્ચે લોર્ડ્સમાં રમશે.
 • ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ મેચ 25-29 ઓગસ્ટ વચ્ચે લીડ્સમાં રમશે.
 • ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતીય ટીમ ચોથી ટેસ્ટ મેચ 2-6 સપ્ટેમ્બર વચ્ચે ઓવલમાં રમશે.
 • ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતીય ટીમ પાંચમી ટેસ્ટ મેચ 1-14 સપ્ટેમ્બર વચ્ચે મેનચેસ્ટરમાં રમશે.
અન્ય સમાચારો પણ છે...