તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Sports
 • Cricket
 • SPORTS UPDATE | 16 World Cup Finals Will Be Held In 8 Years, India Pakistan Match Will Be Held Every Year; The ICC Increased The Number Of Teams In The Tournament

ક્રિકેટ ફેન્સ માટે ખુશખબર:8 વર્ષમાં 16 વર્લ્ડ કપ ફાઈનલ યોજાશે, દર વર્ષે ભારત-પાકિસ્તાનની ટક્કર થશે; ICCએ ટૂર્નામેન્ટમાં ટીમો વધારી

23 દિવસ પહેલા
 • કૉપી લિંક

ICCએ આગામી ફ્યૂચર ટૂર પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાં કાઉન્સિલે કહ્યું હતું કે 2024 સુધીમાં મેન્સ અને વુમન્સ ફોર્મેટમાં 1-1 ICC ઇવેન્ટ યોજાશે. એટલે કે 2024થી 2031 સુધી બંને કેટેગરીમાં કુલ 8-8 ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. મેન્સ વનડે અને T-20 વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા વધારવામાં આવી છે.

વનડે વર્લ્ડ કપમાં 14 અને T-20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેશે. મેન્સ વનડે વર્લ્ડ કપ 2003 પછી 2027માં પ્રથમ વેળા સુપર-6 ફોર્મેટમાં યોજાશે. આ સમયગાળા દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીની પણ વાપસી થઇ રહી છે. 2018માં આ ટૂર્નામેન્ટને કાઉન્સિલે રદ કરીને T-20 વર્લ્ડ કપને આના સ્થાન પર રાખ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં આગામી FTPમાં 2025 અને 2029માં યોજાશે.

મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી

 • ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટોપ-8 ટીમે ભાગ લીધો
 • જેમાં કુલ 15 મેચ યોજાશે
 • 4-4 ટીમોના 2 ગ્રુપ હશે
 • ટોપ-4 ટીમો સેમીફાઈનલમાં પહોંચશે અને ફરી ફાઈનલ મેચ યોજાશે

મેન્સ T-20 વર્લ્ડ કપ

 • આ વર્ષે ભારત અને આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાશે.
 • ત્યારપછી આ ટૂર્નામેન્ટ 2024માં યોજાશે
 • જેમાં કુલ 20 ટીમ હશે અને 55 મેચનું આયોજન કરાશે
 • ત્યારપછી આ ટૂર્નામેન્ટ 2026, 2028 અને 2030માં યોજાશે
 • 2024થી વર્લ્ડ કપમાં 5-5 ટીમોના 4 ગ્રુપ ભાગ લેશે
 • પ્રત્યેક ગ્રુપની ટોપ-2 ટીમો સુપર-8માં પ્રવેશ કરશે, જેકો એક નૉક આઉટ સ્ટેજ હશે
 • ત્યારપછી સેમીફાઈનલ અને ફાઈનલ યોજાશે
 • 2014માં આનું ગ્રુપ લેવલની અંદર આયોજન કરાશે
 • 2016માં T-20 વર્લ્ડ કપ સુપર-10 ફોર્મેટમાં યોજાશે

મેન્સ વન-ડે વર્લ્ડ કપ

 • 2017 અને 2031માં વન-ડે વર્લ્ડ કપ યોજાશે
 • જેમાં 14 ટીમો ભાગ લેશે અને 54 મેચનું આયોજન કરાશે
 • રાઉન્ડ રોબિન હટાવવામાં આવ્યું છે
 • હવે ફરીથી સુપર-6 ફોર્મેટમાં ટૂર્નામેન્ટ યોજાશે
 • આ ફોર્મેટમાં અંતિમ વેળાએ 2003 વર્લ્ડ કપ યોજાયો હતો
 • 7-7 ટીમોએ 2 ગ્રુપ બનાવ્યો. ત્યારપછી સુપર-6 મેચ યોજાશે
 • સેમીફાઇનલ અને ફાઇનલ યોજાશે

2025થી દર 2 વર્ષે ટેસ્ટ ચેમ્પિયનશિપ યોજાશે
વર્ષ 2018માં શરૂ થયેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને અત્યારના FTPમાં કોરોનાને કારણે ઘણું નુકસાન પહોંચ્યું છે. આગામી FTPમાં પ્રત્યેક 2 વર્ષે આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. WTC ફાઈનલ 2025, 2027, 2029 અને 2031માં યોજાશે. જોકે, આ અંગે ક્વોલિફિકેશન કેવી રીતે હાથ ધરાશે તે પ્રોસેસ પોઈન્ટ અને સિસ્ટમની જાણ ICCએ કરી નથી. પ્રોસેસ કોઇપણ પ્રકારની હોય છતાં પણ ટોપ 2 ટીમ જ ફાઈનલમાં પ્રવેશ કરી શકશે.

ICC મહિલા ક્રિકેટ અંગે પણ પ્રતિબદ્ધ છે
ICCના નવા માળખામાં જણાવ્યા પ્રમાણે તેઓ 2024, 2026, 2028 અને 2030 એટલે કે પ્રત્યેક 2 વર્ષમાં મહિલા T-20 વર્લ્ડ કપનું આયોજન કરશે. વળીં, 2025 અને 2029માં વનડે વર્લ્ડ કપ અને 2027 અને 2031માં મહિલા T-20 ચેમ્પિયન્સ ટ્રોફી શ્રેણી યોજાશે.

2025 પછી મહિલા ઇવેન્ટમાં ટીમોની સંખ્યા વધશે

 • 2024 T-20 વર્લ્ડ કપમાં 10 ટીમો કુલ 23 મેચ રમશે
 • 2016થી આ ટૂર્નામેન્ટમાં ટીમોની સંખ્યા 12 થઈ જશે. આની સાથે કુલ 33 મેચ રમાશે.
 • 2025 મહિલા વનડે વર્લ્ડ કપમાં 8 ટીમો અને 31 મેચ યોજાશે. 2029માં ટીમોની સંખ્યા 10 હશે અને કુલ 48 મેચ યોજાશે.
 • મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીમાં 6 ટીમ હશે અને 16 મેચ યોજાશે

અંડર-19 અંગે પણ માળખુ બહાર પાડ્યું
વળીં, અંડર-19 ટીમોને પણ 2024થી 2031 સુધી ઘણી ટૂર્નામેન્ટ રમવાની છે. 2014, 2026, 2028 અને 2030માં અન્ડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન હાથ ધરાશે. વળીં, 2025, 2027 અને 2029માં વુમેન્સ અંડર-19 T-20 વર્લ્ડ કર યોજાશે.

સપ્ટેમ્બરથી હોસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ થશે઼
ICCએ જણાવ્યું હતું કે આગામી સાઇકલ માટે તમામ મેન્સ, વુમન્સ અને અંડર-19 ટૂર્નામેન્ટ્સને હોસ્ટ કરવાનો નિર્ણય સપ્ટેમ્બરમાં શરૂ થશે. ICC મેન્સ ઇવેન્ટનો હોસ્ટ કરવાનો નિર્ણય પણ સપ્ટેમ્બરમાં યોજાશે, તથા સિલેક્શન પ્રોસેસ આ મહિને ચાલૂ કરવામાં આવશે. વળીં, વુમન્સ અને અંડર-19 ઇવેન્ટ્સ અંગે હોસ્ટ કરવાનો નિર્ણય નવેમ્બરમાં શરૂ થશે. આ અંગે એસોસિએટેડ દેશ પણ પડકારી શકે છે.

ICCના એક્ટિંગ CEOએ શું કહ્યું?
ICCના એક્ટિંગ ચીફ એક્ઝિક્યુટિવ ઓફ એલાર્ડિસે ઓફિશિયલ રિલીઝમાં કહ્યું હતું કે 2031 સુધી ICC કાર્યક્રમ જાહેર કરવું એ ક્રિકેટ અંગે એક મહત્ત્વપૂર્ણ સ્ટેપ છે. આના અનુસાર આપણે આગામી દશકા માટે રણનીતિ તૈયાર કરી શકે છે. હોસ્ટ સિલેકશન અમે ફેન્સને જોડવાની સાથે નવા ફેન્સ સાથે પણ નવા સંબંધો સ્થાપિત કરી શકાય છે. મેન્સમાં ICC ઇવેન્ટ્સને હોસ્ટ કરવા માટે ઓછા દેશ છે. કારણ કે મોટાભાગના દેશોની પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ નથી. વળીં, વુમન્સ ક્રિકેટ અને અંડર-19 ક્રિકેટને એસોસિએટ દેશોમાં પણ પ્રખ્યાત કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...