• Gujarati News
  • Sports
  • Cricket
  • SPORTS NEWS UPDATE| R ASHWIN UPDATE |Speaking About The Decision To Leave In The Middle Of The Season, He Said That Almost Everyone In The Family Was Infected

અશ્વિનનો IPL પર ઘટસ્ફોટ:આખો પરિવાર સંક્રમિત થતા 8-9 દિવસ ઊંઘી શક્યો ન હતો, અધવચ્ચે સીઝનને છોડવાની વાત કરતા ભાવુક થયો સ્પિનર

8 મહિનો પહેલા
આર. અશ્વિનના ઘરમાં બધા સ્વસ્થ થવા લાગ્યા હતા, ત્યારે તે IPLમાં પરત ફરવા તૈયાર હતો. પરંતુ એટલામાં તો સીઝન રદ કરવામાં આવી હતી. (ફાઇલ તસવીર)
  • અશ્વિન પણ ટીમ ઈન્ડિયા સાથે ઈંગ્લેન્ડ ટૂર પર જવા માટે મુંબઇમાં પ્રોટોકોલ અંતર્ગત છે
  • 19 સપ્ટેમ્બરથી IPLનો ફેઝ 2 શરૂ થઇ શકે છે

ઈન્ડિય ટીમ અને દિલ્હી કેપિટલ્સના સ્ટાર સ્પિનર અશ્વિને IPL 2021ની સીઝનને અધવચ્ચે કેમ છોડી હતી એ અંગે ઘટસ્ફોટ કર્યો હતો. ભાવુક થઈને અશ્વિને જણાવ્યું હતું કે એના પરિવારમાં લગભગ તમામ લોકો કોરોના સંક્રમિત થઇ ચૂક્યા હતા. જેના કારણે એને સતત 8-9 દિવસ સુધી પૂરતી ઊંઘ લીધા વગર મેચ રમી હતી. પરિવારની ચિંતામાં ડુબેલા અશ્વિને અંતમાં આ સીઝનથી વિદાય લીધી હતી.

અશ્વિને ડિજિટલ માધ્યમથી લોકોને જાણ કરી
અશ્વિને પોતાના યૂટ્યૂબ ચેનલ પર કહ્યું હતું કે મારા પરિવારના લગભગ તમામ લોકો કોરોના સંક્રમિત થઇ ગયા હતા. મારા પિતરાઇ ભાઇઓ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જે મહામહેનતે અને મુશ્કેલીઓ વેઠીને સાજા થયા હતા. આવી પરિસ્થિતિને કારણે હું લગભગ 8-9 દિવસ સુધી ઊંઘી શક્યો નહોતો. આ સમગ્ર ઘટનાક્રમ મારા માટે ચિંતાજનક હતો. હું આવા કપરાકાળમાં પણ મેચ રમી રહ્યો હતો, જેથી પરિવારને પ્રાધાન્ય આપીને મેં ટૂર્નામેન્ટમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો.

IPL છોડવાના નિર્ણય પર અશ્વિન પણ અસમંજસમાં હતો
અશ્વિને વધુમાં જણાવ્યું હતું કે જ્યારે હું આ નિર્ણય લઇને પરત ફરી રહ્યો હતો, ત્યારે મારા મનમાં એક જ વિચાર આવ્યો હતો કે શું હું ભવિષ્યમાં ક્રિકેટ રમી શકીશ કે કેમ? પરંતુ મેં તે સમયની વાસ્તવિકતાને સ્વીકારીને નિર્ણય લીધો હતો. મને લાગ્યું હતું કે કેટલાક સમય માટે IPL અને ક્રિકેટ સ્થગિત થઇ શકે છે. જ્યારે મારા પરિવારના સભ્યો સાજા થતા ગયા એમ હું પણ પરત આવવા માટે તૈયારીઓ કરી રહ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તો ટૂર્નામેન્ટ જ રદ્દ થઇ ગઇ હતી.

19 સપ્ટેમ્બરથી IPLનો ફેઝ 2 શરૂ થઇ શકે છે
BCCIએ 29 મેચ પછી કોરોના સંક્રમણને કારણે મેચને IPLની સીઝનને સ્થગિત કરી હતી. બોર્ડે સીઝનની અન્ય 31 મેચને UAEમાં આયોજીત કરવાનો વિચાર જાહેર કર્યો હતો. જેના માટે તેઓએ 3 સપ્તાહની વિન્ડો પણ મેળવી લીધી છે.

અશ્વિન પણ ટીમ ઈન્ડિયા સાથે ઈંગ્લેન્ડ ટૂર પર
અશ્વિન અત્યારે WTC ફાઇનલ અને ઈંગ્લેન્ડ વિરૂદ્ધની ટેસ્ટ મેચ પહેલા મુંબઇમાં ક્વોરન્ટીન છે. ટીમ ઈન્ડિયા 2 જૂનના રોજ લંડન જશે અને 18 જૂનના રોજ WTC ફાઇનલ રમશે.

ઘણા ક્રિકેટરોએ સ્વજનોને ગુમાવ્યા
આની પહેલા રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર ચેતન સાકરિયા, ભુવનેશ્વર કુમાર, પૂર્વ ક્રિકેટર આરપી સિંહ અને પીયૂષ ચાવલાના પિતાનું પણ કોરોનાને કારણે નિધન થયું હતું. વળીં, 3 મહિલા ક્રિકેટર વેદા કૃષ્ણામૂર્તિ, પ્રિયા પુનિયા અને શ્રવન્તી નાયડૂની માતાનું પણ અવસાન કોરોનાને કારણે થયું હતું.

અન્ય સમાચારો પણ છે...