રોહિત શર્માએ કોહલીનો ઈન્ટરવ્યુ લીધો:7 મિનિટ વાત કરી; આટલુ શુદ્ધ હિંદી બોલે છે મારી સાથે... કહીને વિરાટ હસવા લાગ્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનની સામે ધમાકેદાર સેન્ચુરી માર્યા પછી વિરાટ કોહલીનો ઈન્ટરવ્યુ રોહિત શર્માએ લીધો હતો. જેનો વીડિયો BCCIએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર પોસ્ટ કર્યો છે.

રોહિતે કોહલીનો ઈન્ટરવ્યુ લીધો હતો.
રોહિતે કોહલીનો ઈન્ટરવ્યુ લીધો હતો.

ઈન્ટરવ્યુની શરૂઆત હિંદીમાં થાય છે...
રોહિત: વિરાટ તમને ઘણી જ શુભેચ્છાઓ. તમારી 71મી સદીની રાહ પૂરી ઈન્ડિયા કરી રહ્યુ હતુ. અને દેશ કરતા તમે વધુ રાહ જોતા હતા. તમારી ઇનિંગ દરમિયાન ઘણું જ જોવા મળ્યુ હતુ. તમે ગેપ સારી શોધ્યા હતા, સારા શોટ્સ પણ માર્યા હતા. તો તમે પોતાની આ ઇનિંગ વિશે જણાવો. કેવી રીતે શરૂઆત કરી અને કેવી રહી ફીલિંગ?

વિરાટ: હું કરિયરમાં પહેલીવાર રોહિતને હિંદીમાં સવાલ સાંભળી રહ્યો છું.

રોહિત: હું આમ તો વિચારીને આવ્યો હતો કે હું હિંદી અને ઈંગ્લિશ મિક્સ કરીને સવાલ કરીશ. પરંતુ હુંદીમાં જ રિધમ બની ગઈ હતી. તો આમાં જ વાત કરવા લાગ્યો હતો. અફઘાનિસ્તાનની સામે રમેલી ઇનિંગ વિશે જણાવો ?

વિરાટ: મેં વિચાર્યુ નહતુ કે સદીની રાહ T20માં પૂરી થશે. હાલ બે દિવસ પહેલા જ કોચ રાહુલ દ્રવિડ સાથે વાત કરી હતી. અને તેમણે જણાવ્યુ હતુ કે જો આપણી પહેલી બેટિંગ આવશે તો કેવી રીતે મિડલ ઓવર્સમાં સ્ટ્રાઈક રેટ વધી શકે તેમ છે. તેમનો એક જ ગોલ હતો કે જે-જે વસ્તુ ટીમ માટે કરવી છે, તે એશિયા કપમાં ટ્રાય કરશે.

તમે અને ટીમ મેનેજમેન્ટે જે મને સ્પેસ આપી હતી, તેના કારણે મારામાં આત્મવિશ્વાસ વધ્યો હતો.

રોહિત: તમે મેચમાં ગેપ નીકાળવા માટે મોટા શોટ્સ મારતા હતા, આ બદલાવ કેવી રીતે આવ્યો છે?
વિરાટ: મેં મારા મનમાંથી આ સવાલ કાઢી નાખ્યો હતો કે T20માં સ્ટ્રાઈક રેટ વધારવા માટે છગ્ગા ફટકારવા જરૂરી છે. મારી તાકાત મોટા શોટ્સ ફટકારવાની નથી. જોકે ટીમની જરૂરિયાત પ્રમાણે આવું કરી શકાય છે. મારી પહેલો ટાર્ગેટ એ જ હોય છે કે ગેપ કાઢીને હું ચોગ્ગો મારી શકું. અને મેં તેવી રીતે જ કર્યુ. મારી કોશિશ એ જ હોય છે કે આવનારી સિરીઝમાં આવી ઇનિંગ રમીને T20 વર્લ્ડ કપ પહેલા લય મેળવી લઉં, જેથી વર્લ્ડ કપ વખતે ટીમને મહત્વપૂર્ણ યોગદાન આપી શકું.

કોહલીએ અફઘાનિસ્તાન સામેની મેચમાં 61 બોલમાં 122 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમાં તેણે 12 ચોગ્ગા અને 6 છગ્ગા માર્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 200ની રહી હતી.

રોહિત: રાહુલે તમારી સાથે બેટિંગ કરી, તો તેની ઇનિંગ વિશે તમે શું કહેવા માગો છો?
વિરાટ: T20 વર્લ્ડ કપ પહેલા રાહુલનું ફોર્મમાં આવવું જરૂરી હતુ. તેણે સારી બેટિંગ કરી અને તેને આનો ફાયદો વર્લ્ડ પક વખતે થશે. હું પોતાની બેટિંગમાં કંઈપણ અલગ કરતો નથી. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની સામે સિરીઝમાં પણ આવું જ પ્રદર્શન કરીને ટીમમાં સારુ યોગદાન આપવા માગું છું.

રોહિતે આ પછી કહે છે કે આપણું ધ્યાન આવનારા T20 વર્લ્ડ કપ અને સિરીઝ ઉપર રહેશે. ત્યારે બસ વર્લ્ડ કપમાં ટોસ મોટુ ફેક્ટર બનીને બહાર ના આવે. આ સાથે જ ઈન્ટરવ્યુ પૂરો થઈ જાય છે.

તમને જણાવી દઈએ કે રાહુલે પણ અફઘાનિસ્તાન સામેની મેચમાં 41 બોલમાં 151ની સ્ટ્રાઈક રેટથી 62 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા રાહુલ પાકિસ્તાન અને શ્રીલંકાની સામે રમાયેલી મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહતો.

વિરાટ કોહલીએ પણ 71મી ઈન્ટરનેશનલ સેન્ચુરી બનાવીને રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી હતી. તેણે 3 વર્ષ પછી સદી મારી હતી. તો T20 ઈન્ટરનેશનલમાં તેની આ પહેલી સદી હતી. 70મી અને 71મી સદી વચ્ચે 72 મેચનો તફાવત હતો. આ દરમિયાન તેણે 26 અડધી સદી ફટકારી હતી. આ ખરાબ તબક્કામાં વિરાટ કોહલી 9 વખત ખાતું પણ ખોલી શક્યો નહોતો.