IPLમાં શાનદાર પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરનારા ઉમરાન મલિકની ગતિ ફરીથી ચર્ચાનો વિષય બન્યો છે. અત્યારે મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે કે ઉમરાન મલિકે 163.7 KMPHની ગતિથી બોલ ફેંક્યો છે. તેણે નેટ સેશનના બીજા દિવસે આ ગતિથી બોલ ફેંક્યો હોવાની ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે. જોકે દિવ્ય ભાસ્કર આ દાવો સાચો છે એની પુષ્ટિ કરતું નથી. વળી, BCCIએ પણ આ અંગે કોઈ સત્તાવાર જાણકારી પણ આપી નથી.
પરંતુ જો ઉમરાને આ ગતિથી બોલ ફેંક્યો હશે તો આને ઓફિશિયલ ICC રેકોર્ડ બુકમાં સ્થાન તો મળશે જ નહીં, કારણ કે આ પ્રેક્ટિસ સેશન દરમિયાન રેકોર્ડ બન્યો છે. જો ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ પડાવ પાર કર્યો હોત તો તે પાકિસ્તાની બોલર અખ્તરના ફાસ્ટેસ્ટ બોલનો રેકોર્ડ તોડી શકવા સક્ષમ હતો.
અખ્તરથી ફાસ્ટ બોલ છતાં રેકોર્ડ ન તૂટ્યો
નેટ સેશનમાં બોલિંગ દરમિયાન કોઈપણ રેકોર્ડ નોંધાવાય તો એને ICCના ચોપડે નોંધવામાં આવતો નથી. વળી, BCCIએ પણ ઉમરાનના ફાસ્ટેસ્ટ બોલ(163.7 KMPH)ની સત્તાવાર જાણકારી ન આપી હોવાથી આ અંગે સસ્પેન્સ યથાવત્ છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે 2003માં ઇંગ્લેન્ડ સામે 161.3 KMPHની ગતિથી બોલ ફેંક્યો હતો, જે ફાસ્ટેસ્ટ બોલ પણ કહેવાય છે. વળી, બીજી બાજુ ઉમરાન મલિકે IPL-15મી સીઝનમાં 157 KMPHની ગતિથી બોલ ફેંક્યો હતો. આની સાથે જ ઉમરાન મલિક સતત એક ઓવરમાં 155+ ગતિથી બોલિંગ કરી શકે છે.
વાઈરલ પોસ્ટ-
રાહુલ દ્રવિડનું ઉમરાન અંગે નિવેદન
દ્રવિડે અગાઉ ઉમરાન અંગે જણાવ્યું હતું કે આ IPLમાં મારા માટે ફાસ્ટ બોલિંગ કરતાં ભારતીય યુવા બોલરને જોવા માટે સૌથી શ્રેષ્ઠ રહી છે. ઉમરાન હજુ યુવા છે અને જેટલું વધારે રમશે એટલો વધારે પારંગત થશે. અમારી પાસે એક મોટી ટીમ છે, દરેકને પ્લેઇંગ-11માં તક આપવી ઘણી મુશ્કેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.