વીડિંઝ સિરીઝથી વિરાટની બાદબાકી!:ઈન્જરીના કારણે આરામ માંગ્યો હોવાની અટકળો, WI સામેની T20 ટીમ જાહેર; અશ્વિન-રાહુલની એન્ટ્રી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે T20 ટીમની જાહેરાત કરી દીધી છે. વિરાટ કોહલીને T20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આની સાથે જ કેએલ રાહુલનું ટીમમાં કમબેક થયું છે. તમને જણાવી દઈએ કે રાહુલ છેલ્લા ઘણા સમયથી ઈજાના કારણે ટીમની બહાર હતો.

આના સિવાય રવિચંદ્રન અશ્વિનનું પણ T20 ટીમમાં કમબેક થયું છે. અશ્વિને ગયા વર્ષે ભારતમાં રમાયેલી ન્યુઝીલેન્ડ સામેની T20I સિરીઝ પછીથી એકપણ T20I રમી નથી. ભારતીય ટીમ 22 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર હશે. આ દરમિયાન ટીમ ત્રણ વનડે અને પાંચ T20 રમશે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમ
ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલીએ પોતે
વેસ્ટ ઈન્ડિઝના સમગ્ર પ્રવાસમાંથી આરામ માંગ્યો છે અને આ જ કારણ છે કે તે ના તો વનડે કે ના T20 શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ છે. વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં વિરામ બાદ વિરાટ એશિયા કપમાં ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે.

વિરાટ આરામ કરશે તો કેવી રીતે ફોર્મમાં આવશે!
અત્યારે વિરાટ કોહલીના આંકડા ઘણા ખરાબ જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એક એક રન કરવા માટે વલખાં મારી રહ્યો છે અને આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ પણ ઘણો ઓછો જોવા મળી રહ્યો છે. તેવામાં હવે વેસ્ટ ઈન્ડિઝ ટૂરથી વિરાટ કોહલીએ સામેથી BCCI પાસે આરામ માગ્યો હોવાની માહિતી મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિરાટે બ્રેક લેવાનું નક્કી કર્યું છે અને તે એશિયા કપથી ભારતીય ટીમમાં ફરીથી જોડાઈ શકે છે.

વિરાટ જો રમશે જ નહીં તો કેવી રીતે ફોર્મમાં આવશે એ સવાલ પણ અત્યારે બધાની સામે આવી રહ્યો છે. નિષ્ણાંતોના મતે તેને બ્રેક આપવો જોઈએ અને પછી આરામ કરી કમબેક કરશે. પરંતુ જો એક સવાલ એ પણ ઉઠે છે કે જો વિરાટ કોહલી કમબેક કરવા માગતો હોય તો તેને ગેમ રમવી તો પડશે. રમ્યા વિના તે કેવી રીતે પોતાની લયમાં પરત ફરશે!

બુમરાહ-ચહલને પણ આરામ અપાયો
રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરીઝ માટે કેપ્ટન રહેશે. તે જ સમયે જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલને આરામ આપવામાં આવ્યો છે. બીસીસીઆઈએ એમ પણ કહ્યું છે કે કેએલ રાહુલ અને કુલદીપ યાદવ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ જ ટીમ સાથે જોડાશે.

સુંદર કરતાં અશ્વિનને પસંદ કરવામાં આવ્યો
બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે અશ્વિન T20 વર્લ્ડ કપ માટે ભારતની યોજનાનો એક ભાગ છે. તે વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં રમશે. તે જ સમયે, વોશિંગ્ટન સુંદર હજુ પણ રમવા માટે ફિટ નથી. જ્યારે તે ફિટ થશે ત્યારે તે રોયલ લંડન કપ અને કાઉન્ટી ચેમ્પિયનશિપમાં લેન્કેશાયર તરફથી રમશે.

2021 T20 વર્લ્ડ કપ: આ અન્ય લોકોને સાબિત કરવા વિશે નહીં પરંતુ મારી જાતને સાબિત કરવા વિશે છે, આર અશ્વિન

અર્શદીપ સિંહ T20 ટીમમાં પરત ફર્યો
ચહલની જગ્યાએ અશ્વિન આવ્યો છે. આ સિવાય સ્પિડ સ્ટાર બોલર ઉમરાન મલિકને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. અર્શદીપ સિંહનું T20 ટીમમાં કમબેક થયું છે. અર્શદીપે ઈંગ્લેન્ડ સામેની પહેલી T20માં શાનદાર બોલિંગ કરી હતી. જોકે, તેને બીજી અને ત્રીજી T20I માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. હવે કેપ્ટન રોહિતે ફરી એકવાર તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

  • બેટિંગની જવાબદારી ઈશાન કિશન, સૂર્યકુમાર, દીપક હુડા, શ્રેયસ, કાર્તિક અને પંત પર રહેશે.
  • સ્પિન બોલિંગની જવાબદારી જાડેજા, અક્ષર, અશ્વિન અને બિશ્નોઈ પર રહેશે.
  • કુલદીપ ફિટ થશે તો ટીમ સાથે જોડાશે.
  • હાર્દિક ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે હાજર રહેશે.
  • ભુવનેશ્વર, આવેશ, હર્ષલ અને અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે.
અન્ય સમાચારો પણ છે...