ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રવિવારે આયોજિત પાંચમી અને છેલ્લી T20 મેચ રદ્દ કરવામાં આવી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન કેશવ મહારાજે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચનો કટ-ઓફ સમય 10 વાગ્યા અને 2 મિનિટનો હતો, પરંતુ ત્યાં સુધી વરસાદ રોકાયો ન હતો અને મેચ રદ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાનો સ્કોર 3.3 ઓવરમાં 28/2 રહ્યો હતો. ભારત તરફથી રિષભ પંત અને શ્રેયસ અય્યર અણનમ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારત આ સિરીઝના પાંચેય ટોસ હારી ગયું છે.
પાંચમી T20માં પણ ભારતીય ટીમે તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. આની સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. તેમ્બા બઉમા ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. તેમની જગ્યાએ કેશવ મહારાજ કેપ્ટનશિપ કરી રહ્યો છે. કાગિસો રબાડા, જે છેલ્લી T20માં ટીમનો ભાગ ન હતો, તે પણ દક્ષિણ આફ્રિકાની ટીમમાં વાપસી કરી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાના ઓપનર્સ ફ્લોપ
ટીમ ઈન્ડિયાના ઓપનર ઈશાન કિશને મેચની પહેલી જ ઓવરમાં કેશવ મહારાજને 2 શાનદાર સિક્સર ફટકારી હતી. એવું લાગી રહ્યું હતું કે તે આજે મોટી ઈનિંગ રમવા જઈ રહ્યો છે, પરંતુ ઈશાન લુંગી એન્ગિડીના સ્લોઅર બોલને સમજી શક્યો નહીં અને ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. તેના આઉટ થયા પછી ઋતુરાજ ગાયકવાડ પણ એન્ગિડીના સ્લોઅર બોલ પર ડ્વેન પ્રિટોરિયસના હાથે કેચ આઉટ થયો હતો. ઈશાને 15 રન અને ગાયકવાડે 10 રન કર્યા હતા.
વરસાદના વિઘ્નથી મેચ રદ કરવી પડી
સાઉથ આફ્રિકા પ્રથમ વખત ટી20 સિરીઝ રમવા માટે વર્ષ 2015-16માં ભારત આવ્યું હતું. 3 મેચની આ શ્રેણીમાં ભારતને 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી T20 મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. આ શ્રેણીમાં ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો.
ત્યારપછી દક્ષિણ આફ્રિકાની ટીમ 2019-20માં T20 શ્રેણી રમવા માટે ભારત આવી હતી. આ શ્રેણીમાં ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હતો. 3 મેચની સીરીઝ 1-1થી બરાબર રહી હતી અને આ સીરીઝમાં પણ એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. હવે આજે ટીમ ઈન્ડિયા માટે પ્રથમ વખત કેપ્ટનશિપ કરી રહેલા રિષભ પંત પાસે મેચ જીતવાની સાથે સાથે ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવવાની સુવર્ણ તક છે.
વેધર અપડેટ સાચ્ચું રહ્યું
પાંચમી T20માં હવામાન રમત બગાડી શકે તેવી આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગના અહેવાલ મુજબ બેંગ્લોરમાં રવિવારે આખો દિવસ વરસાદ પડવાની સંભાવના રહે તેવી માહિતી મળી રહી હતી. Accuweather.com અનુસાર, બેંગ્લોરમાં રવિવારે સાંજે તાપમાન 21 ડિગ્રી રહેશે. તે જ સમયે, પવનની ઝડપ 28 કિમી પ્રતિ કલાક રહેશે તેવી આગાહી હતી.
બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 19 T20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ છે, જેમાંથી ટીમ ઇન્ડિયાએ 11માં જીત મેળવી છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા આઠ મેચ જીતવામાં સફળ રહ્યું છે. બંને ટીમો ભારતની ધરતી પર આઠ વખત આમને-સામને આવી ચુકી છે, જેમાંથી દક્ષિણ આફ્રિકાએ પાંચ મેચ જીતી છે જ્યારે ભારતે ઘરઆંગણે ત્રણ મેચ જીતી છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ
ભારતે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાંચ મેચ રમી છે, જેમાંથી ટીમ માત્ર બે જ જીતી શકી છે અને ત્રણ મેચ હારી છે. ભારતે આ મેદાન પર બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડને હરાવ્યું છે, જ્યારે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો છે.
બંને ટીમની પ્લેઇંગ-11
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.