ઈન્ડિયન ટીમ સામે 'વિરાટ' પડકાર:દ.આફ્રિકાએ 4 વર્ષમાં હોમગ્રાઉન્ડ પર 3 દિગ્ગજ ટીમને હરાવી, દ્રવિડ એન્ડ કંપની પાસે ઈતિહાસ રચવાની તક

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકાને ઘરઆંગણે હરાવ્યું

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 ટેસ્ટ મેચની સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. એવામાં ટીમ ઈન્ડિયાની નજર દ.આફ્રિકા ટીમ વિરુદ્ધ પહેલીવાર સિરીઝ જીતવા સામે રહેશે. આ તમામ રેકોર્ડને જોતાં અનુભવી બેટર ચેતેશ્વર પૂજારાએ ત્યાં પહોંચીને ટીમ ઈન્ડિયાને સિરીઝ જીતવાની પ્રબળ દાવેદાર જણાવી છે. તેમણે કહ્યું હતું કે આ જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પૂજારાએ ટીમ ઈન્ડિયાને પ્રબળ દાવેદાર જણાવી છે, પરંતુ અહીંના સ્ટેટ્સને જોતાં આમાં ઘણા ફેરફાર થવાની શક્યતા છે.

29 વર્ષમાં ઈન્ડિયન ટીમ 7 વાર દક્ષિણ આફ્રિકા ગઈ, પરંતુ અત્યારસુધી એકપણ સિરીઝ જીતી શકી નથી. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા જીતના દુષ્કાળને દૂર કરવા કોચ દ્રવિડ અને વિરાટની જોડી સાથે મેદાનમાં ઊતરશે. તો ચલો, આપણે છેલ્લાં ચાર વર્ષમાં ઘરઆંગણે દ.આફ્રિકાના સ્ટેટ્સ કેવા છે એના પર નજર ફેરવીએ....

ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવ્યું
વર્ષ 2018માં ભારત સામે સિરીઝ જીત્યા પછી દક્ષિણ આફ્રિકાએ ઘરઆંગણે 3 દિગ્ગજ ટીમને હરાવી છે. તેણે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકાને કારમી હારનો સ્વાદ ચખાડ્યો હતો. જોકે આની પહેલાં શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકાને 2-0થી હરાવ્યું હતું. એટલું જ નહીં, ઇંગ્લેન્ડે પણ તેને ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 3-1થી હરાવ્યું હતું.

2018થી દક્ષિણ આફ્રિકા સિરીઝના રેકોર્ડ
વર્ષવિરુદ્ધપરિણામઅંતર
2018ઓસ્ટ્રેલિયાજીત3-1
2018-19પાકિસ્તાનજીત3-0
2019શ્રીલંકાહાર0-2
2019-20ઇંગ્લેન્ડહાર1-3
2020-21શ્રીલંકાજીત2-0

ભારત સાથે રમ્યા પછી આફ્રિકન ટીમ ફોર્મમાં
ઈન્ડિયન ટીમે છેલ્લો પ્રવાસ જ્યારે દક્ષિણ આફ્રિકાના ઘરઆંગણે કર્યો હતો, ત્યાર પછી તેણે 15 મેચ રમી છે. આ દરમિયાન તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર એ રહ્યા છે કે આ તમામ મેચના નિર્ણય સામે આવ્યા છે. દ.આફ્રિકાએ 15માંથી 9 મેચ જીતી છે, જ્યારે 6માં હારનો સામનો કર્યો છે.

ભારત 29 વર્ષમાં માત્ર 3 ટેસ્ટ જીતી શક્યું
ભારતના રેકોર્ડની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકામાં 1992થી અત્યારસુધી 29 વર્ષોમાં 20 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તેને માત્ર 3 મેચમાં જીત મળી હતી, જેમાંથી 10 મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે અને 7 ડ્રો રહી છે.

આ તમામ આંકડા સામે નજર ફેરવીએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે કેટલાક રેકોર્ડ્સને બાદ કરતાં દ.આફ્રિકન ટીમ તેના ઘરઆંગણે શાનદાર ગેમ દાખવે છે. તેની પાસે કગિસો રબાડા, એનરિક નોર્ત્યા અને લુંગી એન્ગિડી જેવા આક્રમક બોલર છે. જ્યારે બીજી બાજુ ક્વિન્ટન ડિકોક, ડીન એલ્ગર, રસી વાન ડેર ડુસેન અને ટેમ્બ બવુમા જેવા વિસ્ફોટક બેટર પણ છે. તેવામાં ભારત સામે આ ટીમને હરાવવા મોટો પડકાર હશે.

અન્ય સમાચારો પણ છે...