• Home
  • Sports
  • Cricket
  • Sourav Ganguly said the Women's IPL will be played in the UAE from November 1 to 10

IPL 2020 / સૌરવ ગાંગુલીએ કહ્યું, વુમન્સ IPL 1થી 10 નવેમ્બર દરમિયાન UAEમાં રમાશે

ગયા વર્ષે હરમનપ્રીત કોરની સુપર નોવાસ ટીમ વુમન્સ ચેલેન્જર સીરિઝ જીતી હતી.
X

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 01:52 PM IST

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રવિવારે કહ્યું હતું કે- વુમન્સ IPL (ચેલેન્જર સીરિઝ) 1થી 10 નવેમ્બર દરમિયાન UAEમાં રમાશે. મેન્સ IPL 19 સપ્ટેમ્બરથી નવેમ્બર 8/10 સુુધી UAEમાં રમાવવાની છે અને એ શેડયૂલમાં જ વુમન્સની ટૂર્નામેન્ટ પણ રમાશે.

ગાંગુલીએ વધુ ઉમેરતા કહ્યું કે, હું કન્ફર્મ કરી શકું છું કે વુમન્સ IPL થશે અને અમારી પાસે નેશનલ વુમન્સ ક્રિકેટ ટીમની વાપસી માટે પણ પ્લાન છે. કોરોનાને કારણે અમે મેન્સ અને વુમન્સની ટીમને જોખમમાં મૂકી શકતા નહોતો. તેથી નેશનલ ક્રિકેટ એકેડમી પણ બંધ હતી. પરંતુ અમારી પાસે પ્લાન છે અને વુમન્સ ટીમનો કેમ્પ પણ થશે.

BCCIની ક્રિકેટ ઓપરેશન ટીમ પ્રયાસ કરી રહી છે કે આવતા વર્ષે ન્યૂઝીલેન્ડમાં થનાર વુમન્સ વનડે વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ સામે સીરિઝ રમે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી