• Home
  • Sports
  • Cricket
  • Sourav Ganguly offers Eden Gardens for Quarantine Facility, says ready to do anything right now

સૌરવ ગાંગુલીએ ક્વોરેન્ટાઇન ફેસિલિટી માટે ઇડન ગાર્ડન્સ આપવાની ઓફર કરી, કહ્યું- અત્યારે જરૂરતની ઘડીએ કંઈપણ કરવા તૈયાર

નવેમ્બર 2019માં ભારત અને બાંગલાદેશ વચ્ચે ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ દરમિયાન BCCI અધ્યક્ષ ગાંગુલીએ ફેન્સ સાથે સેલ્ફી લીધી હતી.
X

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 08:10 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, "હું કોલકાતાના ઇડન ગાર્ડન્સની ઇન્ડોર ફેસિલિટી અને પ્લેયર ડોરમેટ્રી બંગાળની સરકારને આપવા તૈયાર છું. આ જગ્યાનો ક્વોરેન્ટાઇન ફેસિલિટી તરીકે ઉપયોગ થઈ શકે છે." 

ગાંગુલીએ વધુ ઉમેરતા કહ્યું કે, જો સરકાર અમને કહે તો અમે ચોક્કસ આ જગ્યા તેમને હેન્ડઓવર કરી દેશું. અત્યારે  જરૂરતની ઘડીએ કંઈપણ કરવા તૈયાર છીએ. અમને કોઈ વાંધો નથી.

21 દિવસ સમગ્ર દેશમાં લોકડાઉન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બિમારી સામે સમગ્ર દેશને સતર્ક કરવા માટે મંગળવારે રાત્રે 8 વાગ્યે દેશવ્યાપી સંબોધન કરતાં કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ આ મહામારીને નાથવાનો એકમાત્ર ઉપાય છે. તેમણે સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરીને દેશવાસીઓને તેનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી