તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેક્સવેલે રાહુલની માફી માગી:પહેલી વનડેમાં 19 બોલમાં 45 રન બનાવવા બદલ સોરી કહ્યું; IPLમાં એકપણ સિક્સ મારી શક્યો નહોતો મેક્સવેલ

સિડની8 મહિનો પહેલા
IPLમાં કિંગ્સ ઇલેવન પંજાબ વતી રમતા નીશમ(ડાબે) અને મેક્સવેલે(વચ્ચે) બહુ ખરાબ પ્રદર્શન કર્યું હતું. - Divya Bhaskar
IPLમાં કિંગ્સ ઇલેવન પંજાબ વતી રમતા નીશમ(ડાબે) અને મેક્સવેલે(વચ્ચે) બહુ ખરાબ પ્રદર્શન કર્યું હતું.

ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે કહ્યું કે, "મેં પહેલી વનડેમાં 19 બોલમાં 45 રન બનાવ્યા પછી ભારતીય વાઇસ કેપ્ટન લોકેશ રાહુલની માફી માગી." તમને જણાવી દઈએ કે, IPL 2020માં બંને એક જ ટીમ (કિંગ્સ ઇલેવન પંજાબ)માં હતા.IPLની 13મી સીઝનમાં મેક્સવેલનું ફોર્મ નિરાશાજનક હતું, તે સમગ્ર સીઝનમાં એકપણ સિક્સ મારી શક્યો નહોતો.

નીશમની ટ્વીટ પર આપ્યો ફની જવાબ
ન્યૂઝીલેન્ડના જિમી નીશમે શનિવારે સોશિયલ મીડિયા પર એક ફેનની પોસ્ટ કરી હતી. જેમાં રાહુલનું ફની મીમ બનાવવામાં આવ્યું હતું. કેપ્શનમાં લખ્યું હતું કે, મેક્સવેલ અને નીશમને પોતપોતાના દેશ માટે મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમતા જોઈને રાહુલ. તેમાં મેક્સવેલને પણ ટેગ કરવામાં આવ્યો હતો.

આ પોસ્ટ પર ફની રીતે જવાબ આપતા મેક્સવેલે કહ્યુ કે, મેં બેટિંગ કરતી વખતે જ રાહુલની માફી માગી હતી. તે સાથે મેક્સવેલે લખ્યું કે- કિંગ્સ ઇલેવન ફ્રેન્ડ્સ.

મેક્સવેલ અને નીશમે પોતપોતાની ટીમને મેચ જિતાડી
શુક્રવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ખાતેની પ્રથમ વનડેમાં મેક્સવેલે 19 બોલમાં 45 રન કરીને ઓસ્ટ્રેલિયાનો સ્કોર 350 ઉપર પહોંચાડ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 66 રને હરાવ્યું હતું. જ્યારે એ જ દિવસે ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની T-20માં જિમી નીશમે 24 ઓલમાં 48 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેના થકી જ ન્યૂઝીલેન્ડે વેસ્ટ ઇન્ડિઝને 5 વિકેટે હરાવ્યું. નીશમની ટ્વીટ આ અંગે હતી.

પંજાબ માટે બંનેનું પ્રદર્શન નિરાશાજનક
બંનેનું IPLની 13મી સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ માટે પ્રદર્શન બહુ ખરાબ રહ્યું હતું. ઓલરાઉન્ડર નીશમે 5 મેચમાં કુલ 19 રન બનાવ્યા હતા અને 5 વિકેટ લીધી હતી. જ્યારે મેક્સવેલે 13 મેચમાં 108 રન બનાવ્યા હતા. પંજાબની ટીમ છઠ્ઠા સ્થાને રહી હતી.