ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી પાંચ સીઝન (2023 થી 2027) માટેના મીડિયા રાઈટ્સની હરાજી કરાઈ ચૂકી છે. ભારતીય ઉપમહાદ્વીપ માટે ટીવી અધિકારો પ્રતિ મેચ રૂ. 57.5 કરોડ રૂપિયામાં અને ડિજિટલ અધિકારો રૂ. 50 કરોડ રૂપિયા પ્રતિ મેચમાં વેચાયા છે. તેમની કુલ બોલી 44,075 કરોડની લાગી છે છે. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23,575 કરોડ રૂપિયામાં ટીવી રાઇટ્સ ખરીદાયા છે અને રિલાયન્સની કંપની વાયાકોમ 18એ 20,500 કરોડ રૂપિયામાં ડિજિટલ રાઇટ્સ ખરીદ્યા છે.
છેલ્લી વખતે સ્ટારે રૂ. 16,348 કરોડમાં ટીવી અને ડિજિટલ બંને અધિકારો ખરીદ્યા હતા. આવી સ્થિતિમાં આ વખતે ટીવી અને ડીજીટલ રાઈટ્સ ગત વખત કરતા અઢી ગણા વધુ છે.
ગત વખતે સ્ટારે રૂ. 16,348 કરોડમાં ટીવી અને ડિજિટલ બંને અધિકારો ખરીદ્યા હતા. આવી સ્થિતિમાં આ વખતે ટીવી અને ડીજીટલ રાઈટ્સ ગત વખત કરતા અઢી ગણા વધુ છે.
107.5 કરોડ રૂપિયા પ્રતિ મેચ
સુત્રોએ જણાવ્યું કે હવે BCCIને IPLની એક મેચ માટે 107.5 કરોડ રૂપિયા મળશે. આ રીતે, એક મેચના પ્રસારણ અધિકારો અનુસાર, IPL હવે વિશ્વની બીજી સૌથી મોંઘી લીગ બની ગઈ છે. IPLએ EPl (રૂ. 86 કરોડ પ્રતિ મેચ)ને માત આપી છે. હવે માત્ર અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગ (NFL)ને આનાથી વધુ પૈસા મળ્યા છે. NFLને દરેક મેચના પ્રસારણ અધિકારો માટે 133 કરોડ રૂપિયા મળે છે.
ચાર અલગ અલગ પેકેજો માટે બીડિંગ શરૂ
ચારેય પેકેજની સંયુક્ત મૂળ કિંમત રૂ. 32,890 કરોડ
જો ચાર પેકેજની મૂળ કિંમત ઉમેરવામાં આવે તો 5 વર્ષમાં રમાનારી 370 મેચોની સંયુક્ત બેઝ પ્રાઇસ 32,890 કરોડ રૂપિયા છે. ગત વખતે (2018થી 2022) મીડિયા અધિકારો રૂ. 16,347 કરોડમાં વેચાયા હતા.
BCCI પાંચ વર્ષમાં IPLની 410 મેચોનું આયોજન કરશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોર્ડે આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેથી બ્રોડકાસ્ટર્સ મીડિયા અધિકારોની હરાજીમાં વધુમાં વધુ બોલી લગાવે છે. બોર્ડ 2023-24માં માત્ર 74-74 મેચો યોજવાનું છે. ત્યારપછી વર્ષ 2025 અને 2026માં મેચોની સંખ્યા વધારવામાં આવશે. આ બે વર્ષમાં 84-84 મેચ રમાશે. 2027માં 94 મેચો યોજવાની યોજના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.