તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • 'Soft Signal' Controversy Flares Up Again In International Cricket, Third Umpire Reverses Soft Signal Decision In New Zealand Bangladesh Match

સોફ્ટ શંકાસ્પદ સિગ્નલ?:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 'સોફ્ટ સિગ્નલ' વિવાદ ફરી વકર્યો, ન્યૂઝિલેન્ડ-બાંગ્લાદેશની મેચમાં થર્ડ અમ્પાયરે સોફ્ટ સિગ્નલના નિર્ણયને પલટ્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાઈલ જેમિસને તમીમ ઇકબાલનો પ્રશંસનિય કેચ પકડ્યો હતો, ઓનફિલ્ડ અમ્પાયરે સોફ્ટ સિગ્નલ આઉટનું આપ્યું; થર્ડ અમ્પાયરે સોફ્ટ સિગ્નલના નિર્ણયને નકારીને નોટઆઉટ જાહેર કર્યો હતો - Divya Bhaskar
કાઈલ જેમિસને તમીમ ઇકબાલનો પ્રશંસનિય કેચ પકડ્યો હતો, ઓનફિલ્ડ અમ્પાયરે સોફ્ટ સિગ્નલ આઉટનું આપ્યું; થર્ડ અમ્પાયરે સોફ્ટ સિગ્નલના નિર્ણયને નકારીને નોટઆઉટ જાહેર કર્યો હતો
  • કાઈલ જેમિસને બોલિંગ દરમિયાન તમીમ ઇકબાલનો પ્રશંસનિય કેચ પકડ્યો હતો
  • ઓનફિલ્ડ અમ્પાયરે 'સોફ્ટ સિગ્નલ' આઉટનું આપ્યું, પરંતુ થર્ડ અમ્પાયરે 'નોટ આઉટ' જાહેર કર્યો
  • ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 4TH T20માં સૂર્યકુમાર-વોશિંગ્ટન પણ સોફ્ટ સિગ્નલનો શિકાર થયા હતા
  • અમ્પાયર પાસે ' મને નથી ખબર'નો વિકલ્પ પણ હોવો જોઈએઃ વિરાટ કોહલી

'સોફ્ટ સિગ્નલ' વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. થર્ડ અમ્પાયરના નિર્ણયમાં ઓનફિલ્ડ અમ્પાયરનું સોફ્ટ સિગ્નલ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે આજે મંગળવારના રોજ ન્યૂઝિલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વન-ડે મેચ ક્રાઈસ્ટચર્ચ ખાતે રમાઈ રહી છે. જેમાં 'સોફ્ટ સિગ્નલ વિવાદ' ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 4 T20માં સૂર્યકુમાર યાદવને પણ સોફ્ટસિગ્નલ અંતર્ગત આઉટ અપાતા ભારે વિવાદ સર્જાયો હતો.

કાઈલ જેમિસને બોલિંગ દરમિયાન તમીમ ઇકબાલનો પ્રશંસનિય કેચ પકડ્યો હતો. કેચની અપીલના પગલે ઓનફિલ્ડ અમ્પાયરે 'સોફ્ટ સિગ્નલ' આઉટનું આપ્યું હતું. પરંતું થર્ડ અમ્પાયર ક્રિસ ગેફનીએ રિપ્લેના આધારે ઓનફિલ્ડ અમ્પાયરનો નિર્ણય પલટીને બેટ્સમેનને 'નોટ આઉટ' જાહેર કર્યો હતો.

આ સમગ્ર ઘટના બાંગ્લાદેશની બેટિંગની 15મી ઓવરમાં બન્યો હતો. થર્ડ અમ્પાયરે કેચના વીડિયોને વિવિધ એન્ગલ્સથી વારંવાર જોયો હતો, ત્યારપછી પુરાવાના અભાવે તેને નોટ આઉટ જાહેર કર્યો હતો. થર્ડ અમ્પાયરના મતે જેમિસને કેચ તો પકડ્યો છે, પરંતું તે સમયે બોલર જરૂરી નિયંત્રણમાં નહતો. આ નિર્ણય ઊપર ન્યૂઝિલેન્ડના તમામ ખેલાડીઓએ અસંતોષ પ્રગટ કર્યો હતો. તેમના હિસાબે બોલરે કેચ પકડી લીધો હતો, ત્યારપછી બોલ જમીનને અડ્યો હતો.

જાણો શું હોય છે સોફ્ટ સિગ્નલ?
મેચ દરમિયાન કોઈ ફિલ્ડર એવો કેચ પકડે છે કે જેમાં તે વાત સ્પષ્ટ નથી કે તેને આ કેચ સફાઈથી લીધો છે કે નહીં. એવામાં ગ્રાઉન્ડ અમ્પાયર તે કેચ અંગે ત્રીજા અમ્પાયરને તપાસ કરવાનું કહે છે. જો કે ત્રીજા અમ્પાયરથી પહેલાં ગ્રાઉન્ડ અમ્પાયરને મેદાન પર હાજર પોતાના સાથી અમ્પાયરથી વાતચીત કરીને નિર્ણય લેવાનો હોય છે. ક્રિકેટની ભાષામાં તેને સોફ્ટ સિગ્નલ કહેવામાં આવે છે. જે બાદ ત્રીજો અમ્પાયર મોનિટર પર તેને અનેક એન્ગલથી જુએ છે. આ દરમિયાન તેને આઉટ આપવાના પર્યાપ્ત પુરાવા મળે છે તો તે બેટ્સમેનને આઉટ કરાર જાહેર કરાય છે. પરંતુ ક્યારેક-ક્યારેક એવું થાય છે કે ટીવી અમ્પાયરને પર્યાપ્ત પુરાવા નથી મળતા. આવી સ્થિતિમાં ત્રીજો અમ્પાયર ગ્રાઉન્ડ અમ્પાયરના નિર્ણયને યોગ્ય માને છે.

શું કહે છે નિયમ
થર્ડ અમ્પાયરને શંકાસ્પદ કેચના નિર્ણયને રેફર કરવાના મામલામાં ICCના નિયમ કહે છે કે ગ્રાઉન્ડ અમ્પાયરને સોફ્ટ સિગ્નલને ત્યારે ફેરવી શકાય છે જ્યારે રિપ્લેમાં તે માટે પર્યાપ્ત પુરાવા મળે. એટલે રિપ્લેથી સ્પષ્ટ થાય છે કે ગ્રાઉન્ડ અમ્પાયરને જે લાગી રહ્યું છે તે ખોટું છે. એટલે જો ગ્રાઉન્ડ અમ્પાયરે આઉટને સોફ્ટ સિગ્નલ આપ્યું છે તો ટીવી અમ્પાયર ત્યારે જ નોટઆઉટ આપી શકે છે જ્યારે રિપ્લેથી સ્પષ્ટ થાય કે બેટ્સમેન નોટઆઉટ જ છે. સૂર્યકુમારના મામલામે તે સ્પષ્ટ થતું ન હતું કે કેચ ડ્રોપ થયો છે કે નહીં.

ડાબી બાજુ સૂર્યકુમારનો કેચ, જમણી બાજુ વૉશિંગટનનો કેચ
ડાબી બાજુ સૂર્યકુમારનો કેચ, જમણી બાજુ વૉશિંગટનનો કેચ

સૂર્યકુમાર-વોશિંગ્ટન પણ સોફ્ટ સિગ્નલનો શિકાર થયા હતા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટી-20 મેચની સીરીઝનો ચોથો મુકાબલો અમ્પાયરના કેટલાંક ડિસિઝનને લઈને વિવાદાસ્પદ રહ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 8 રનથી હાર આપી હતી. ભારતે આ મુકાબલો ભલે જીતી લીધો હતો, પરંતુ આ મેચે અનેક સવાલો છોડ્યા છે. ત્રીજા અમ્પાયર વીરેન્દ્ર શર્માએ જે રીતે સૂર્યકુમાર યાદવને સોફ્ટ સિગ્લન અંતર્ગત આઉટ આપ્યો, તે ક્રિકેટ વિશ્લેષકોને ગળે ઉતર્યો નહોતો.

શંકાસ્પદ કેચના આધારે સૂર્યકુમાર યાદવને થર્ડ અમ્પાયરે આઉટ આપ્યો હતો.
શંકાસ્પદ કેચના આધારે સૂર્યકુમાર યાદવને થર્ડ અમ્પાયરે આઉટ આપ્યો હતો.

થર્ડ અમ્પાયર વીરેન્દ્ર શર્માએ સૂર્યકુમારના કહેવાતા કેચનો વીડિયો વારંવાર જોયો હતો. રીપ્લે જોવાથી ખ્યાલ આવ્યો કે ડેવિડ મલાને જ્યારે કેચ પકડ્યો ત્યારે બોલ જમીનને અડકી રહ્યો હતો. તેમ છતાં અમ્પાયરે સફાઈથી કેચ પકડ્યો તેના કોઈ જ પુરાવા ન મળ્યા. થર્ડ અમ્પાયરે વીરેન્દ્ર શર્માનું માનવું છે કે કેચ ડ્રોપ થવાના કનક્લૂઝિવ એવિડન્સ (પુરતા પુરાવા) નથી. તેથી ત્રીજા અમ્પાયરે ગ્રાઉન્ડ અમ્પાયરના નિર્ણયને યથાવત રાખતા સૂર્યકુમાર યાદવને આઉટ જ જાહેર કર્યો.

ત્યારપછી તે જ મેચની છેલ્લી ઓવરમાં વૉશિંગ્ટન સુંદર પણ સોફ્ટ સિગ્નલનો શિકાર થયો હતો. જોફ્રા આર્ચરના બોલ પર સુંદરે શાનદાર શૉટ માર્યો હતો, પરંતું આદિલ રશીદે બાઉન્ડ્રી લાઈન પર તેનો કેચ લપકી લીધો હતો. ઓનફિલ્ડ અમ્પાયરે તેનો સોફ્ટ સિગ્નલમાં આઉટ આપ્યો હતો. કેચ લોતા સમયે રાશિદનો પગ બાઉન્ડ્રી લાઈનને ટચ કરી ગયો હોય તેવું રિપ્લેમાં દેખાયું હતું. તેમ છતાં સોફ્ટ સિગ્નલના કારણે તેને આઉટ જાહેર કરાયો હતો.

વિરાટ કોહલીની ફાઈલ તસવીર
વિરાટ કોહલીની ફાઈલ તસવીર

કોહલીએ પણ સોફ્ટ સિગ્નલ પર તંજ કસ્યો
આ મેચમાં કેપ્ટન કોહલીએ પણ સોફ્ટ સિગ્નલના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે અમ્પાયર પાસે ' મને નથી ખબર'નો વિકલ્પ પણ હોવો જોઈએ. આજે પણ જ્યારે ન્યૂઝિલેન્ડની મેચમાં જે પ્રમાણે ઘટના સામે આવી છે, ત્યારે સોફ્ટ સિગ્નલ વિવાદ પર સવાલ ઉઠાવવો વ્યાજબી છે. એક જ નિયમના અલગ અલગ નિર્ણયો કેમ લેવાય છે.

તમીમ અને મિથુનની ઈનિંગથી બાંગ્લાદેશ 271/6
કેપ્ટન તમીમ અને ઈકબાલની શાનદાર બેટિંગથી બાંગ્લાદેશે બીજી વન-ડેમાં ન્યૂઝિલેન્ડના વિરૂદ્ધ 6 વિકેટે 271 રન બનાવ્યા હતા. તમીમને 'કોટ એન્ડ બૉલ્ડ'ના નિર્ણયમાં જીવનદાન મળ્યા પછી 78 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. જેમા તેણે પોતાના કરિયરની 50મી ફિફ્ટી મારી હતી. મિથુને 57 બોલમાં 6 ચોગ્ગાની મદદથી અણનમ 73 રનોની ઈનિંગ રમી હતી. આ તેના વન-ડે કરિયરની 6 અર્ધસદી હતી.

આ મેચમાં મુશ્ફિકુર રહીમે 34 અને સૌમ્ય સરકારે 32 રનોની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમીને બાંગ્લાદેશને પ્રથમ મેચની તુલનામાં સારું પ્રદર્શન કર્યું હતું. પહેલી વન-ડેમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 131 જ બનાવી શકી હતી અને 8 વિકેટે હારી ગઈ હતી.