તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલ બન્યું માથાનો દુખાવો:ઓસ્ટ્રેલિયાની રેસ્ટોરાંમાં રોહિત શર્મા સહિતના 5 ખેલાડીઓએ બીફ ખાધુ હોવાનું બિલ વાયરલ થતાં ચાહકો ભડક્યા, કર્યા ટ્રોલ

મેલબોર્ન2 મહિનો પહેલા
રોહિત શર્મા પોતાના 4 સાથી ખેલાડીઓ સાથે રેસ્ટોરાંમાં ડિનર માટે ગયો હતો. સાઈડમાં રેસ્ટોરાંના બિલની કોપી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. - Divya Bhaskar
રોહિત શર્મા પોતાના 4 સાથી ખેલાડીઓ સાથે રેસ્ટોરાંમાં ડિનર માટે ગયો હતો. સાઈડમાં રેસ્ટોરાંના બિલની કોપી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા સહિત 5 ખેલાડીઓના રેસ્ટોરાંમાં જમવા પર વિવાદ થયો છે. આ દરમિયાન નવલદીપ નામના પ્રશંસકે તમામ ખેલાડીઓનું બિલ પણ ચૂકવ્યું, જેનો ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ ફોટો હવે એકદમ વાયરલ થઈ રહ્યો છે, જેના માટે તમામ ખેલાડીઓને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

જે બિલનો ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમાં બીફ અને પોર્કનો ઓર્ડર કરવામાં આવ્યું છે. આ બીફની વાનગીનું બિલ 21.80 ડોલર (અંદાજે 1600 રૂપિયા) હતું. આ અંગે યુઝર્સ બધા ખેલાડીઓને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- શર્માજીનો છોકરો પણ બીફ ખાય છે.

નવલદીપે ફોટામાં બિલની અડધી કોપી પર હાથ રાખ્યો હતો, જે તમામ ખેલાડીઓનું બિલ ચૂકવ્યા પછી શેર કરવામાં આવ્યો હતો. એક યુઝરે તેના પર લખ્યું - અચ્છા એટલે બિલ છુપાવ્યું છે. જ્યારે અન્ય યુઝરે લખ્યું- તમારો વડા પાવ કિંગ હવે બીફ ખાઈ રહ્યો છે.

પાંચ ખેલાડીઓ પર કોરોના પ્રોટોકોલ તોડવાનો આરોપ

  • ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ 7 જાન્યુઆરીએ સિડનીમાં રમશે.
  • આ પહેલાં રોહિત શર્મા, વિકેટકીપર ઋષભ પંત, શુભમન ગિલ, પૃથ્વી શો અને નવદીપ સૈની પર કોરોના પ્રોટોકોલ તોડવાનો આરોપ લાગ્યો છે.
  • પાંચેય ખેલાડીઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે. BCCI અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ મામલે તપાસ કરી રહ્યું છે.
  • ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
  • જો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ બધા ખેલાડીઓને દોષી માને છે તો તેમણે 14 દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે. તેવામાં તેઓ ત્રીજી ટેસ્ટ રમી શકશે નહિં. ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીથી છે. તેમાં જ તેમના રમવાની સંભાવના બનશે.
  • ટીમના ત્રણ ખેલાડી ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ ઇજાને કારણે સીરિઝની બહાર થઈ ગયા છે. જ્યારે કપ્તાન વિરાટ કોહલી પેટરનિટી લીવ પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો