• Gujarati News
  • Sports
  • Cricket
  • So Far 10 Titans Have Been Selected In The Gujarat Team, A Total Of Three Players Got More Than 100 Million

આ રહી ગુજરાત ટાઇટન્સની IPL ટીમ:90 કરોડમાં 23 ખેલાડી ખરીદાયા, મિલર અને મેથ્યૂ વેડની ટીમમાં પસંદગી, 50 લાખમાં વરુણ એરોનને પણ સામેલ કર્યો

8 મહિનો પહેલા
  • હાર્દિક પંડ્યા ટીમનું નેતૃત્વ કરશે

અમદાવાદની ટીમ ગુજરાત ટાઇટન્સે કુલ 89.85 કરોડ રૂપિયામાં 23 ખેલાડી ખરીદ્યા છે. જેમાં 8 વિદેશી ખેલાડી સામેલ છે. હાર્દિક તથા અફઘાનિસ્તાનનો સ્પીનર રશિદ 15-15 કરોડમાં વેચાયા છે. ગિલ 8 કરોડ, શમી 6.25 કરોડ તથા તેવટિયા 9 કરોડમાં વેચાયો હતો. અન્ય ખેલાડીઓમાં લૉકી ફર્ગ્યુસન 10 કરોડ, અભિનવ મનોહર 2.60 કરોડ, જેસન રે 2 કરોડ, આર.સાંઇ કિશોર 3 કરોડ, નૂર અહેમદ 30 લાખ, સાઇ સુદર્શન 20 લાખ, યશ દયાલ 3.20 કરોડ, મેથ્યુ વૅડ 2.40 કરોડમાં વેચાયા હતા.

IPL 2022 મેગા ઓક્શનનો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે IPLમાં 10 ટીમ રમશે. લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ એમ બે નવી ટીમ જોડાઈ છે. આ ટીમ હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળ IPL-2022માં રમશે. ગુજરાત ટાઈટન્સ આ ઓક્શનમાં પોતાની નવી જ ટીમ માટે શ્રેષ્ઠ પ્લેયરો પસંદ કરશે.. ગુજરાત ટાઈટન્સે પોતાની ટીમનું નામ ત્રણ દિવસ પહેલાં, એટલે કે 9મી ફેબ્રુઆરીએ જાહેર કર્યું હતું. હરાજીમાં મોહમ્મદ શમીને 6.25 કરોડમાં ખરીદી ગુજરાત ટાઈટન્સે પોતાનું ખાતું ખોલાવ્યું છે.

આ રહી ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓની યાદી

ક્રમખેલાડીકેટલામાં ખરીદ્યો
1હાર્દિક પંડ્યા15 કરોડ
2રાશિદ ખાન15 કરોડ
3શુભમન ગિલ8 કરોડ
4મોહમ્મદ શમી6.25 કરોડ
5જેસન રોય2 કરોડ
6લોકી ફર્ગ્યુસન10 કરોડ
7અભિનવ સદારંગની2.60 કરોડ
8રાહુલ તેવટિયા9 કરોડ
9નૂર અહમદ30 લાખ
10આર.સાઈ કિશોર3 કરોડ
11ડોમિનીક ડ્રેક્સ1 કરોડ 10 લાખ
12જયંત યાદવ1 કરોડ 70 લાખ
13વિજય શંકર1 કરોડ 40 લાખ
14યશ દયાલ3 કરોડ 20 લાખ
15દર્શન નાલકાન્ડે20 લાખ
16અલ્ઝારી જોસેફ2 કરોડ 40 લાખ
17પ્રદિપ સાંગવાન20 લાખ
18ડેવિડ મિલર3 કરોડ
19રિદ્ધિમાન સાહા1 કરોડ 90 લાખ
20મેથ્યૂ વેડ2 કરોડ 40 લાખ
21ગુરકિરત સિંહ50 લાખ
22વરુણ એરોન50 લાખ
23સાઈ સુદર્શન20 લાખ

લિયમ લિવિંગસ્ટોનને લેવા ગુજરાતનો પ્લાન ફ્લોપ
બીજા દિવસે ઓલરાઉન્ડરની બોલી લાગી રહી હતી ત્યારે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ વચ્ચે લિયામ લિવિંગસ્ટોનને લેવા માટે પડાપડી થઈ હતી. તેવામાં જ્યારે 10 કરોડ 25 લાખને પાર લિયમની પ્રાઈઝ પહોંચી હતી ત્યારે આશિષ નહેરાએ 1 મિનિટનો વિચારવાનો સમય માગવો પડ્યો હતો. જોકે આ દરમિયાન હૈદરાબાદની ટીમે આ બોલીમાં જંપલાવ્યું અને લિયમ લિવિંગસ્ટોનને પસંદ કરવા 10 કરોડ 75 લાખની બોલી લગાવી હતી. જોકે છેલ્લે

ગુજરાતને લોટરી લાગી, જેસન રોય 2 કરોડમાં સામેલ
ઈંગ્લેન્ડના આક્રમક ઓપનર જેસન રોયને ટીમે 2 કરોડમાં ખરીદ્યો છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને ગુજરાત ટાઈટન્સે 10 કરોડમાં ખરીદ્યો છે. તે સિવાય અનકેપ્ડ પ્લેયર અભિનવ સદારંગનીને 2 કરોડ 60 લાખમાં ખરીદ્યો છે. ભારે હરિફાઈ બાદ છેવટે ગુજરાત ટાઈટન્સ રાહુલ તેવટિયાને પોતાની ટીમમાં સામેલ કરવામાં સફળ થયા છે, રાહુલ તેવટિયાને 9 કરોડમાં ખરીદ્યો છે. અનકેપ્ડ સ્પિનર નૂર અહમદને 30 લાખમાં ખરીદવામાં આવ્યો છે. આર.સાઈ કિશોરને 3 કરોડમાં ગુજરાતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

સૌથી ચર્ચામાં રહેલા ગુજરાતની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાના મોટા ભાઈ કૃણાલ પંડ્યાને લખનઉ સુપર જાયન્ટ્સે ખરીદ્યો છે. આમ, બંને ભાઈઓ IPL-2022માં અલગ-અલગ ટીમમાંથી રમતા જોવા મળશે. ગત સીઝનો સુધી પંડ્યા બ્રધર્સ તરીકે ઓળખાતા હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા હતા. આ પ્રથમ વખત એવું બનશે કે બંને ભાઈઓ જુદી-જુદી ટીમમાંથી રમશે. ગુજરાત ટાઈટન્સે કૃણાલ પંડ્યાને ખરીદવા મોડેથી બોલી લગાવી હતી, પરંતુ લખનઉની ટીમે બાજી મારી લીધી હતી.શમીએ ગુજરાત ટાઈટન્સની ટીમમાં સામેલ થયા બાદ કહ્યું, કેમ છો, ગુજરાત ટાઈટન્સ, હું ગુજરાતની ટીમનો ભાગ બની ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છું. હું આશા રાખું છું કે આપણા દરેક માટે આ IPL સીઝન ખૂબ જ સ્પેશિયલ રહેશે.

આ ઓક્શનમાં ગુજરાત ટાઈટન્સે શ્રેયસ અય્યરને ખરીદવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ છેવટે KKR (કોલકાતા નાઈટ રાઈડર્સ)એ 12.25 કરોડમાં ખરીદી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હવે ટાઈટન્સની નજર પોતાની ટીમ માટે આક્રમક બેટ્સમેન ખરીદવા પર રહેશે.

ટીમનું નામ કેવી રીતે પડ્યું
ટીમના પાર્ટનર સિદ્ધાર્થ પટેલે નામને લઈને વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાત ટાઈટન્સને લઈને અમે ઘણું રિસર્ચ કર્યું. અમે આ માટે એક એજન્સી હાયર કરી હતી. અમારી કોશિશ હતી કે અમે ગુજરાતની ઈમેજને કેવી રીતે રજૂ કરી શકીએ. ટીમના કેપ્ટન હાર્દિકે પણ કહ્યું હતું કે મારો પરિવાર ગુજરાતમાં છે અને અમે ગુજરાતમાં રહીએ છીએ.

CVC કેપિટલે અમદાવાદની ટીમ ખરીદી
IPLમાં અમદાવાદની ટીમને CVC ગ્રુપે 5625 કરોડ રૂપિયામાં ખરીદી છે. એવામાં હવે આ ટીમ સામે વિવાદ એટલે સર્જાયો, કારણ કે CVC ગ્રુપે કેટલીક બેટિંગ કંપનીમાં રોકાણ કર્યું છે. આ અંગે BCCIએ કમિટી બનાવી હતી અને હવે ટીમના ભવિષ્ય તથા આ ડીલ સામે સવાલો ઊભા થયા હતા. જોકે BCCI આ અંગે ગ્રીન સિગ્નલ આપી દીધું છે.

અમદાવાદની ટીમને લઈને હાર્દિક ઉત્સુક
અગાઉ હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે નવી IPLની ટીમ અમદાવાદમાં નવી સફરની શરૂઆતને લઈને હું ઘણો જ ઉત્સુક છું. મને આ તક મળવા બદલ અને એક કેપ્ટન તરીકે મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું ટીમના માલિક અને ટીમ મેનેજમેન્ટનો ઘણો આભારી છું. ટીમ તેનું બેસ્ટ પ્રદર્શન કરીને બતાવશે. રાશિદ ખાન અને શુભમન ગિલનું હું સ્વાગત કરું છું. આ બન્ને ખેલાડીને હું ઓળખું છું અને બન્નેનું પ્રદર્શન સારું છે, જે ટીમને પોઈન્ટ ટેબલમાં આગળ રાખવામાં મદદ કરશે. મળીએ જલદી...

અન્ય સમાચારો પણ છે...