• Gujarati News
  • Sports
  • Cricket
  • Smriti Mandhana's RCB Team Will Play Against Harmanpreet Kaur's MI Team In WPL; Playing 11 Of Both The Teams

WPLમાં મુંબઈ ઈન્ડિયન્સની 9 વિકેટે જીત:હેલી મેથ્યૂઝનો ઓલરાઉન્ડ દેખાવ, 3 વિકેટ ઝડપી ઉપરાંત 77 રન ફટકાર્યા

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ચોથી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સને 156 રનનો ટાર્ગેટ મળ્યો છે. જેને તેઓએ 34 બોલ બાકી રાખીને ચેઝ કરી લીધો હતો. MI તરફથી સૌથી વધુ હેલી મેથ્યૂઝે 38 બોલમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગા અને 202.63ની સ્ટ્રાઈક રેટથી 77* રન ફટકાર્યા હતા. તેણે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. તેણે 3 વિકેટ પણ ઝડપી હતી. આ ઉપરાંત નેતાલી સીવરે 55* રન બનાવ્યા હતા. આ સિવાય યાસ્તિકાએ 23 રન કર્યા હતા. બેંગ્લોર તરફથી એકમાત્ર વિકે પ્રીતિ બોસને મળી હતી.

આવી રીતે પડી મુંબઈ ઈન્ડિયન્સની વિકેટ...

પહેલા: પ્રીતિ બોસે યાસ્તિકા ભાટિયાને 23 રને LBW આઉટ કરી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઇનિંગ...
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 18.4 ઓવરમાં 155 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી સૌથી વધુ રિચા ઘોષે 28 રન બનાવ્યા હતા. જ્યારે શ્રેયાંકા પાટીલ અને સ્મૃતિ મંધાનાએ 23-23 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સૌથી વધુ હેલી મેથ્યૂઝે 3 વિકેટ ઝડપી હતી. તો સાઇકા ઈશાક અને અમીલિયા કેરને 2-2 વિકેટ મળી હતી અને નેતાલી સીવરને 1 વિકેટ મળી હતી.

આવી રીતે પડી રોય ચેલેન્જર્સ બેંગ્લોરની વિકેટ...

પહેલી: સોફી ડિવાઇને મિડવિકેટ પર શોટ માર્યો હતો. જોકે ત્યાં ઊભેલી અમનજોત કૌરે કેચ કરી લીધો હતો અને સાઇકા ઈશાકે પહેલી વિકેટ ઝડપી હતી.

બીજી: સાઇકાએ એ જ ઓવરમાં દિશા કસાતને બોલ્ડ કરી હતી.

ત્રીજી: હેલી મેથ્યૂઝની બોલિંગમાં સ્મૃતિ મંધાના શોટ મારવા ગઈ હતી, પણ ઇઝી વોંગે કેચ કરી લીધો હતો. RCBનો સ્કોર 39/0 હતો, ત્યાંથી 43/3 થઈ ગયો હતો.

ચોથી: સતત બીજા બોલે મેથ્યૂઝે વિકેટ લીધી હતી. તેણે આ વખતે હીથર નાઈટને બોલ્ડ કરી હતી.

પાંચમી: હુમૈરા કાઝીએ એલિસ પેરીને રનઆઉટ કરી હતી.

છઠ્ઠી: પૂજા વસ્ત્રાકરની બોલિંગમાં કનિકા અહુજા શોટ મારવા ગઈ હતી, પણ શોટમાં ટાઇમિંગ ના હોવાના કારણે બોલ શોર્ટ થર્ડ પર ગયો હતો અને વિકેટકીપર યાસ્તિકાએ દોડીને કેચ કરી લીધો હતો.

સાતમી: રિચા ઘોષ મેથ્યૂઝની બોલિંગમાં ડિપ મિડ વિકેટ પરથી શોટ મારવા ગઈ હતી, પણ શોટમાં પાવર ના હોવાના કારણે, ત્યાં ઊભેલી નેતાલી સીવરે કેચ કરી લીધો હતો.

આઠમી: નેતાલી સીવરે શ્રેયાંકા પાટીલને LBW આઉટ કરી હતી.

નવમી: અમીલિયા કેરે રેણુકા સિંહ ઠાકુરને બોલ્ડ કરી હતી.

દસમી: અમીલિયા કેરની બોલિંગમાં મીગન શટ આગળ આવીને રમવા ગઈ હતી, પણ મિસ થઈ જતા, યાસ્તિકાએ સ્ટમ્પિંગ કર્યું હતું.

મેચ પહેલા હરમનપ્રીત કૌર, જુલન ગોસ્વામી અને રેણુકા ઠાકુર.
મેચ પહેલા હરમનપ્રીત કૌર, જુલન ગોસ્વામી અને રેણુકા ઠાકુર.
મેચ પહેલા હરમનપ્રીત કૌર.
મેચ પહેલા હરમનપ્રીત કૌર.

બન્ને ટીમની પ્લેઇંગ-11

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડિવાઇન, દિશા કસાત, એલિસા પેરી, રિચા ઘોષ (વિકેટકીપર), હીથર નાઇટ, કનિકા અહુજા, શ્રેયાંકા પાટીલ, પ્રીતિ બોસ ,મીગન શટ અને રેણુકા ઠાકુર સિંહ.

મુંબઈ ઈન્ડિયન્સ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), હેલી મેથ્યૂઝ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નેતાલી સીવર બ્રન્ટ, અમીલિયા કેર, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, હુમૈરા કાઝી, ઇસી વોંગ, જીંતીમાની કલિતા અને સાઇકા ઈશાક.

મુંબઈનું ઓલરાઉન્ડ પ્રદર્શન
મુંબઈ ઈન્ડિયન્સની પહેલી મેચમાં ઓલરાઉન્ડ પ્રદર્શન જોવા મળ્યું હતું. ટીમે ગુજરાત જાયન્ટ્સને 143 રનના અંતરે હરાવ્યું હતું. શનિવારે મળેલી આ જીતમાં લેફ્ટ આર્મ સ્પિનર સાઇકા ઈશાક અને કેપ્ટન હરમનપ્રીત કૌર ચમક્યા હતા. ઈશાકે 3.1 ઓવરમાં 4 વિકેટ લીધી હતી. તો કેપ્ટન હરમનપ્રીત કૌરે લીગની પહેલી ફિફ્ટી ફટકારી હતી. તેણે 216.66ની સ્ટ્રાઈક રેટથી 14 ચોગ્ગાની સાથે 65 રનની આતશી ઇનિંગ રમી હતી.

ટીમમાં બેલેન્સ છે. બધા વિદેશી પ્લેયર્સ વર્લ્ડ ક્લાસ છે. જેમાં અમિલીયા કેર, નેતાલી સીવર બ્રન્ડ અને હીથર ગ્રાહમ કોઈપણ ગેમને ચેન્જ કરી શકે છે. ભારતની ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર પણ શાનદાર પ્રદર્શન કરી શકે છે.

હવે જુઓ MIની ફુલ સ્ક્વોડ...

RCBએ સરખું બેલેન્સ મેળવવું પડશે
રવિવારે દિલ્હી સામેની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 60 રને પરાજય થયો હતો. બેંગ્લોરની બોલિંગ નિરાશાજનક રહી હતી. દિલ્હીએ 20 ઓવરમાં 2 વિકેટે 223 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 163 રન જ બનાવી શકી હતી.

ટીમે ન તો વિકેટ લીધી કે ન તો રન બનાવી શકી. 224 રનના ટાર્ગેટને ચેઝ કરતા બેંગ્લોર માટે સ્મૃતિ મંધાના, હીથર નાઇટ, મીગન શટ અને એલિસ પેરી સિવાય કોઈ પણ બેટર ખાસ કરી શક્યું નહોતું. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. ટીમમાં બેલેન્સનો અભાવ છે. તેને ઠીક કરવું પડશે.

હવે જુઓ RCBની ફુલ સ્ક્વોડ...

પિચ રિપોર્ટ
WPL 2023ના બન્ને વેન્યૂની પિચ હાઇ સ્કોરિંગ છે. બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ બે મેચમાં પહેલી ઇનિંગમાં બેટર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બન્ને મેચમાં પહેલી ઇનિંગનો સ્કોર 200+ રહ્યો છે. પહેલી ઇનિંગમાં બેટર્સને ફાયદો મળ્યો છે. ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે.

અન્ય સમાચારો પણ છે...