તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Smith Said, Ganguly Is The Best Person To Become ICC President, He Has A Good Understanding Of Modern Game And Challenges

ક્રિકેટ કોમેન્ટ:ગાવર પછી સ્મિથે કહ્યું, ગાંગુલી આઇસીસી અધ્યક્ષ બનવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ, તેને આધુનિક રમત અને પડકારોની સારી સમજ છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાઉથ આફ્રિકાની ટીમના પૂર્વ કેપ્ટન ગ્રેમ સ્મિથ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી. બંને 2004માં વીડિયોકોન કપ સીરિઝ દરમિયાન ટ્રોફી ઉઠાવતા.

ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)ના ડાયરેકટર ગ્રેમ સ્મિથે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીની પ્રશંસા કરી હતી. તેમણે ગાંગુલીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના અધ્યક્ષ પદ માટેના શ્રેષ્ઠ માણસ ગણાવ્યા છે. સ્મિથે કહ્યું કે, પૂર્વ ભારતીય કેપ્ટનને આધુનિક રમત અને આગામી પડકારો વિશે સારી સમજ છે. તેના અધ્યક્ષ બનવાથી રમતને ફાયદો થશે.

ગાંગુલીએ 23 ઓક્ટોબર 2019 ના રોજ બીસીસીઆઈ અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. બીજીતરફ, આઇસીસીના અધ્યક્ષ શશાંક મનોહરની મુદત આ મહિનામાં સમાપ્ત થાય છે, જેને વધારી શકાય છે.

સૌરવના રેકોર્ડ્સ તેની ક્ષમતા વિશે બધું કહે છે: ગાવર આ પહેલા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ડેવિડ ગાવરે કહ્યું હતું કે ગાંગુલી આઈસીસી પ્રમુખ બની શકે છે. આ કોઈપણ સમયે સાચું થઈ શકે છે. ગાવરે કહ્યું, "હું તમને સૌરવ વિશે શું કહી શકું? હું તેની સાથે ઘણા વર્ષોથી ચેટ કરું છું. તે ખરેખર મહાન ખેલાડી છે. તેના રેકોર્ડ્સ જ તેની ક્ષમતા વિશે બધું કહી જાય છે."

'ક્રિકેટ માટે સારા નેતૃત્વની આવશ્યકતા' સ્મિથે કહ્યું, 'એક સારું નેતૃત્વ ક્રિકેટ માટે ખૂબ મહત્વનું છે. આ પોસ્ટ પર એવા વ્યક્તિનું હોવું જરૂરી છે, જે આધુનિક રમત અને આગળના પડકારો સમજે છે. આઈસીસી અધ્યક્ષ એક મોટું પદ છે અને ગાંગુલીના અધ્યક્ષ બનવાથી રમતને ફાયદો થશે.

ગાંગુલી રમતને સારી રીતે સમજે છે' સ્મિથે કહ્યું, 'ગાંગુલીનું આઈસીસી પ્રમુખ બનવું એ આધુનિક રમત માટે સારું રહેશે. તે રમતને સારી રીતે સમજે છે. તેણે ઉચ્ચ કક્ષાએ ક્રિકેટ રમ્યું હતું અને ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું. તેમનું નેતૃત્વ ક્રિકેટને આગળ લઇ જવા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. તેમના આઈસીસી પ્રમુખ બનવાનો આનંદ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો