તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Small Fans Rushed To Support Team India, Pandya's Aggressive Batting Won The Hearts Of The Spectators Along With The Match.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

T-20નો રોમાંચ તસવીરોમાં:ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા પહોંચ્યા નાના ફેન્સ, પંડ્યાની આક્રમક બેટિંગે મેચની સાથે દર્શકોના દિલ પણ જીતી લીધા

સિડની4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાએ રવિવારે સિડની T-20માં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હાર આપી છે. આ સાથે જ ટીમે 3 મેચની સિરીઝમાં 2-0 થી સિરીજ જીતી લીધી છે. મેચમાં ભારતીય ટીમને સપોર્ટ આપવા માટે નાના ફેન્સ પણ સ્ટેડિયમમાં હાજર હતા. હાર્દિક પંડ્યાએ આક્રમક રમત રમીને ફેન્સનું મનોરંજન કર્યું હતું.

પંડ્યાએ નોટ આઉટ 22 બોલમાં 42 રન બનાવ્યા હતા અને મેચ જીતાડીને તમામ ફેન્સનું દિલ જીતી લીધુ હતું. ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 14 રનની જરૂર હતી. પંડ્યાએ 2 છગ્ગા ફટકારી મેચ ભારતની તરફેણમાં કરી નાંખી. ઓસ્ટ્રેલિયાએ ટોસ હારી પહેલા બેટિંગ કરતા 195 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 19.4 ઓવરમાં 4 વિટેક ગુમાવી 195 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. (આ પણ વાંચોઃ ભારત 6 વિકેટે જીત્યું:અંતિમ ઓવરમાં 14 રનની જરૂર હતી, પંડ્યાએ 2 બોલ બાકી રાખીને મેચ જિતાડી, ભારતે સીરિઝમાં 2-0ની અજેય લીડ મેળવી)

પંડ્યા સાથે શ્રેયસ અય્યર પણ 5 બોલ પર 12 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો અને મેચ જીતાડી હતી. બન્ને વચ્ચે 5મી વિકેટની ભાગીદારીમાં નોટઆઉટ 46 રનની પાર્ટનશિપ થઈ

કોહલીએ 24 બોલમાં 40 રન ફટકાર્યા હતા. તેણે સ્કૂપ શોટથી એક છગ્ગો ફટકાર્યો હતો. મેચ બાદ કોહલીએ કહ્યું- આ શોટનો ફોટો હું એબી ડિવિલિયર્સને મોકલીશ. હું તેમને પૂછીશ તે તેઓ આ અંગે શું વિચારે છે?

ભારતીય ટીમ માટે ઓપનર શિખર ધવને 36 બોલમાં સૌથી વધારે 52 રન બનાવ્યા હતા

ભારતી ટીમને સપોર્ટ કરવા આવેલા નાના ફેન્સ પણ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. કોરોના વચ્ચે ઓસ્ટ્રેલિયા સરકારે સ્ટેડિયમમાં 50 ટકા ફેન્સને જ એન્ટ્રી માટે મંજૂરી આપી છે.

એરોન ફિંચની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર મેથ્યૂ વેડ કેપ્ટનશીપ સંભાળી હતી. તેણે 32 બોલમાં 58 રન ફટકાર્યા હતા.

ભૂતપુર્વ ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટન સ્ટીવ સ્મિથે 38 બોલમાં 46 રન કર્યા હતા.

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાની પારીની 8મી ઓવરમાં અંતિમ દડા પર મેથ્યુ વેડનો સરળ કેચ છોડ્યો હતો. જોકે, સમયે એક રન લેવા જતા વેડ રનઆઉટ થયો હતો. તેને કોહલીએ જ આઉટ કર્યો હતો

મેચમાં હાર્દિક પંડ્યાએ પણ એક કેચ છોડ્યો હતો. આઠમી ઓવરની બીજા દડા પર પંડ્યાએ મેથ્યૂ વેડનો બાઉન્ટ્રી પર સરળ કેચ છોડ્યો હતો. આ સમયે વેડ 43 રન બનાવી રમતો હતો.

મેચમાં કોહલીના ફેન્સ પણ પહોંચ્યા હતા. બાળકોથી લઈ મોટી ઉંમરના લોકોનો સમાવેશ થતો હતો

મેચ જીત્યા બાદ ભારતીય ફેન્સ આ રીતે ખુશ દેખાતા હતા

ઓસ્ટ્રેલિયાઈ ફેન્સ પણ ફેમિલી સાથે મેચ જોવા પહોંચ્યા હતા

બોલને કેચ કરવાનો પ્રયત્ન કરતા ફેન્સ
બોલને કેચ કરવાનો પ્રયત્ન કરતા ફેન્સ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો