ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડે સિરીઝની બીજી મેચ શનિવારે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય ટીમે 8 વિકેટે જીત મેળવી હતી. આ સાથે ટીમ ઈન્ડિયા 3 મેચની સિરીઝમાં 2-0થી આગળ છે.
આ મેચ દરમિયાન ઘણી રસપ્રદ અને રમૂજી મોમેન્ટ્સ જોવા મળી હતી. સૌથી રમૂજી કિસ્સો આપણા કેપ્ટન રોહિત શર્મા સાથે જોડાયેલો છે. તો મેચના ટોસથી શરૂઆત કરીએ...
ટોસ જીતી કોલ લેવાનું ભૂલ્યા રોહિત શર્મા
કોમેન્ટેટર રવિ શાસ્ત્રી ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લોથમ સાથે ટોસ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન એક રમૂજી ઘટના બની. ભારતીય કેપ્ટન ટોસ જીતી પોતાનો જ નિર્ણય ભૂલી ગયા. ટોસ જીત્યા પછી રવિ શાસ્ત્રીએ તેમને પૂછ્યું કે તમે શું કરવા માગો છો. એવામાં રોહિત ભૂલી ગયા કે ટીમનો નિર્ણય શું હતો. કોલ લેવામાં તેમને 20 સેકન્ડ લાગી. ત્યાર પછી તેમણે બોલિંગ પસંદ કરી.
ફોલો-થ્રૂમાં પંડ્યાનો શાનદાર કેચ
ન્યુઝીલેન્ડની ઈનિંગની 10મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ ફોલો-થ્રૂમાં શાનદાર કેચ પકડ્યો. ઓવરના ચોથા બોલ પર ડ્વેન કોનવેએ બોલર પંડ્યાની દિશામાં શોટ રમ્યો હતો. બોલ જમીનની નજીક હતો અને પડવાનો જ હતો, ત્યારે પંડ્યાએ એક હાથે ડાઇવિંગ શાનદાર કેચ લીધો.
શમી પણ પાછળ ન રહ્યા
રોહિત-કુલદીપે કેચ ડ્રોપ કર્યા
20મી ઓવરના છેલ્લા બોલ પર રોહિત શર્માએ મિડવિકેટ પર મિચેલ સેન્ટનરનો કેચ ડ્રોપ કર્યો. ત્યાર પછી 24મી ઓવરના ત્રીજા બોલ પર કુલદીપે સેન્ટનરનો કેચ ડ્રોપ કર્યો. તેઓ પોતે જ બોલિંગ કરી રહ્યા હતા. કુલદીપે કેચ પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બોલ હથેળીઓમાંથી ઊછળી એમ્પાયર તરફ જતો રહ્યો. ત્યાર પછી સેન્ટનર 27 રનના સ્કોર પર પંડ્યાનો શિકાર બન્યા.
મેદાનમાં ઘૂસ્યો નાનકડો ફેન
ભારતીય ઈનિંગની 10મી ઓવરમાં એક નાનકડો ફેન સુરક્ષા ઘેરાને તોડીને મેદાનમાં ઘૂસ્યો હતો. તે સમયે રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રિઝ પર હતા. તે ફેન રોહિત તરફ દોડ્યો અને ભારતીય કેપ્ટનને વળગી પડ્યો. એટલામાં સુરક્ષાકર્મીઓ પણ પહોંચી ગયા. ત્યાર પછી સુરક્ષાકર્મીઓને તે ફેન વિરુદ્ધ કાર્યવાહી ન કરવા રોહિત શર્માએ આગ્રહ કર્યો.
મેદાનમાં જ પંડ્યાએ પુશ-અપ કર્યા
ફિલ્ડિંગ દરમિયાન હાર્દિક પંડ્યા મેદાનમાં પુશ-અપ કરતા દેખાયા. આ મેચ દરમિયાન તેમણે પોતાની શાનદાર ફિટનેસ પણ બતાવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.