• Gujarati News
  • Sports
  • Cricket
  • Siraj Was Injured On The Field, The Umpires Rushed, Including The Coaching Staff; Hitman SKY Rained Four Sixes

વિ'જયપુર'ની મેચ તસવીરોમાં:રોહિતે સિરાજને મસ્તીમાં કોણી મારી; સો.મીડિયામાં વિવાદ વકર્યો, સિરાજ ઈજાગ્રસ્ત થતાં મેડિકલ સ્ટાફ સહિત અમ્પાયર્સ દોડી આવ્યા

19 દિવસ પહેલા

જયપુરમાં રમાયેલી પહેલી T-20 મેચમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક જીત દાખવતાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં પહેલા બોલિંગ દરમિયાન ઈન્ડિયન ટીમના પેસર મોહમ્મદ સિરાજને ઈજા પહોંચી હતી, જેને પરિણામે અમ્પાયર્સ અને ખેલાડી પણ એકઠા થઈ ગયા હતા. તો બીજી બાજુ, સ્કોર ચેઝ કરતા સૂર્યકુમાર યાદવ (SKY) અને હિટમેન શર્માએ ચોગ્ગા-છગ્ગા વરસાવી જીતનો પાયો નાખ્યો હતો. ત્યાર પછી આ બંને ખેલાડી પેવેલિયન ભેગા થતાં મેચ રોમાંચક બની હતી અને અંતિમ ઓવર સુધી પહોંચી હતી. તો ચલો આપણે રોહિત-દ્રવિડ યુગના વિજયી પ્રારંભ પર તસવીરો દ્વારા નજર ફેરવીએ....

રોહિતે સિરાજને કોણી મારતાં સો.મીડિયામાં વિવાદ સર્જાયો
સોશિયલ મીડિયામાં વાઈરલ વીડિયોમાં રોહિત શર્મા મોહમ્મદ સિરાજને કોણી મારતો જોવા મળ્યો હતો. જોકે જેના જવાબમાં સિરાજ હસતો જોવા મળતાં બંને ખેલાડી એકબીજા સાથે મસ્તી કરતા હોય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે, પરંતુ સોશિયલ મીડિયામાં યૂઝર્સ એવું કહી રહ્યા છે કે સિરાજ રોયલ ચેલેન્જર બેંગલોરનો ખેલાડી હોવાથી રોહિતે આમ કઠોર વલણ દાખવ્યું હતું.

રોહિત શર્માએ નિયમિત T20 કેપ્ટન તરીકે પહેલી મેચમાં જ ટોસ જીત્યો હતો. ત્યાર પછી હિટમેને પહેલા બોલિંગ પસંદ કરી હતી.

વેંકટેશ અય્યરની આ T20Iમાં ડેબ્યુ મેચ છે.

ટોસ હાર્યા પછી ન્યૂઝીલેન્ડની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઈનિંગની પહેલી વિકેટ 1 રનના સ્કોર પર પડી હતી. ભુવનેશ્વર કુમારે ડેરિલ મિચેલને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો.

માર્ટિન ગપ્ટિલ અને ચેપમેને ઈનિંગ સંભાળી હતી. આ દરમિયાન બંને વચ્ચે 109 રનની પાર્ટનરશિપ થઈ હતી.

ચાલુ મેચમાં મોહમ્મદ સિરાજ ઈજાગ્રસ્ત થયો હતો.

સિરાજ ઈજાગ્રસ્ત થતાં મેડિકલ સ્ટાફ સહિત અમ્પાયર્સ પણ મેદાનમાં દોડી આવ્યા હતા.

ગપ્ટિલે 42 બોલમાં 70 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી.

દીપક ચાહરની ઓવરના પહેલા બોલ પર સિક્સ માર્યા પછી ગપ્ટિલે તેની સામે કટાક્ષ કરતા આંખો કાઢી હતી. જોકે ચાહરે બીજા બોલ પર તેને આઉટ કરી બદલો લીધો હતો. કિવી ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 164 રન કર્યા હતા.

165 રનનો ટાર્ગેટ ચેઝ કરતાં પહેલી વિકેટ માટે રોહિત-રાહુલની જોડીએ 50 રન જોડ્યા હતા, ત્યાર પછી રોહિત પેવેલિયન ભેગો થયો હતો.

બીજી વિકેટ માટે રોહિત અને સૂર્યકુમાર યાદવ વચ્ચે 59 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.

સૂર્યકુમાર યાદવે 40 બોલમાં 62 રન કર્યા હતા.

સૂર્યકુમાર યાદવે 35 રનની પાર્ટનરશિપ પંત સાથે નોંધાવી હતી, ત્યાર પછી તેને ટ્રેંટ બોલ્ટે ક્લીન બોલ્ડ કર્યો હતો

કિવી બોલર્સે છેલ્લી ઓવર સુધી મેચમાં પોતાની દાવેદારી રજૂ કરી હતી, પરંતુ 2 બોલ પહેલાં રિષભ પંતે ચોગ્ગો મારી ટીમને મેચ જિતાડી હતી.

અન્ય સમાચારો પણ છે...