• Gujarati News
  • Sports
  • Cricket
  • Shreyas Scored A Century In His Debut Match, Becoming The 16th Indian To Record This Record; Find Out Who Started Their Career Like This Before

કાનપુરમાં અય્યરની બોલબાલા:શ્રેયસે ડેબ્યુ મેચમાં સદી ફટકારી, આ રેકોર્ડ નોંધાવનારો 16મો ભારતીય બન્યો; ગાંગુલી-સહેવાગના ક્લબમાં એન્ટ્રી

9 દિવસ પહેલા

કાનપુર ટેસ્ટના બીજા દિવસે શ્રેયસ અય્યરે આંતરરાષ્ટ્રીય ટેસ્ટની મેચમાં પોતાની પહેલી સદી ફટકારી છે. આની સાથે જ તે ઈન્ડિયન ટીમ માટે ડેબ્યુ મેચમાં સદી નોંધાવનાર 16મો ખેલાડી બની ગયો છે. ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ દરમિયાન સદી મારવાના રેકોર્ડની શરૂઆત લાલા અમરનાથે કરી હતી. તેમણે 1933માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ આ ખાસ પ્રદર્શન કર્યું હતું. લાલા અમરનાથે આ મેચમાં 118 રન કર્યા હતા.

શ્રેયસની શાનદાર સદી

  • પોતાની ડેબ્યુ મેચમાં શ્રેયસ અય્યરે 157 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની સાથે મેડન ટેસ્ટ સદી ફટકારી છે. શ્રેયસ અય્યર ડેબ્યુ મેચમાં સદી નોંધાવનારો ભારતનો 16મો અને વિશ્વનો 112મો ખેલાડી બની ગયો છે. આની સાથે જ અય્યર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ડેબ્યુ મેચમાં સદી મારનારો ત્રીજો ખેલાડી બની ગયો છે.
  • ટિમ સાઉથીએ 97મી ઓવરમાં અય્યરને પેવેલિયન ભેગો કર્યો હતો.
  • અય્યર 171 બોલમાં 105 રન કરી આઉટ થયો હતો.
ડેબ્યુમાં સદી નોંધાવનાર ઈન્ડિયન પ્લેયર્સ
ક્રમખેલાડીરનવિરુદ્ધસ્થળવર્ષ
1લાલા અમરનાથ118ઇંગ્લેન્ડમુંબઈ1933
2દીપક શોધન110પાકિસ્તાનકોલકાતા1952
3એ.જી. કૃપાલ સિંહ100*ન્યૂઝીલેન્ડહૈદરાબાદ1955
4હનુમંત સિંહ105ઇંગ્લેન્ડદિલ્હી1694
5ગુંડપ્પા વિશ્વનાથ137ઓસ્ટ્રેલિયાકાનપુર1969
6સૂરીન્દર અમરનાથ124ન્યૂઝીલેન્ડ-1976
7મોહમ્મદ અઝહરુદ્દીન110ઇંગ્લેન્ડકોલકાતા1985
8પ્રવીણ આમરે105દક્ષિણ આફ્રિકા-1992
9સૌરવ ગાંગુલી131ઇંગ્લેન્ડ-1996
10વીરેન્દ્ર સેહવાગ105દક્ષિણ આફ્રિકા-2001
11સુરેશ રૈના120શ્રીલંકા-2010
12શિખર ધવન187ઓસ્ટ્રેલિયામોહાલી2013
13રોહિત શર્મા177વેસ્ટ ઈન્ડીઝકોલકાતા2013
14પૃથ્વી શો134વેસ્ટ ઈન્ડીઝરાજકોટ2018
15અબ્બાસ અલી બેગ112ઇંગ્લેન્ડ-1959

દ્રવિડે તોડી જૂની પરંપરા
ઈન્ડિયન હેડ કોચ રાહુલ દ્રવિડે કોચ બન્યા પછી ઈન્ડિયન ટીમની જૂની પરંપરાને ફરીથી શરૂ કરી છે. હવે પૂર્વ ઈન્ડિયન લિજેન્ડ પ્લેયર દ્વારા ડેબ્યુ કરી રહેલા યુવા ખેલાડીને કેપ આપવામાં આવે છે. એવામાં કાનપુરમાં ટેસ્ટ ફોર્મેટમાં ડેબ્યુ કરી રહેલા શ્રેયસ અય્યરને સુનીલ ગાવસ્કરે કેપ આપી હતી, જ્યારે T20 મેચમાં હર્ષલ પટેલને અજિત અગરકરે ડેબ્યુ કેપ આપી હતી.

આ વર્ષે ટેસ્ટ ડેબ્યુ કરનારો પહેલો બેટર
2021ની વાત કરીએ તો ટેસ્ટ ક્રિકેટમાં ઈન્ડિયન ટીમમાં કુલ 5 ખેલાડીએ ડેબ્યુ કર્યું છે. તેમાંથી શ્રેયસ અય્યર પહેલો બેટર છે. અગાઉ સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર ઉપરાંત ફાસ્ટ બોલર નવદીપ સૈની અને ટી નટરાજને આ વર્ષે ડેબ્યુ કર્યું હતું. આ વર્ષે નવદીપ સૈની ડેબ્યુ કરનાર પહેલો ખેલાડી હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં ટેસ્ટ રમી હતી.

303મો ખેલાડી બન્યો અય્યર

  • શ્રેયસ અય્યર ભારત તરફથી ટેસ્ટ ડેબ્યુ કરનારો 303મો ખેલાડી બની ગયો છે. ટોસ પહેલાં પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે પોતાની ટેસ્ટ કેપ અય્યરને સોંપી હતી.
  • 26 વર્ષીય અય્યરે વર્ષ 2017માં ભારત માટે તેની પ્રથમ ODI અને T20I રમી હતી.
  • અત્યારસુધી રમાયેલી 22 ODIમાં તેણે 42.79ની એવરેજથી 813 રન અને 31 ઈન્ટરનેશનલ T20 મેચમાં 27.62ની એવરેજથી 580 રન કર્યા છે.

શ્રેયસ અય્યર- T20 અને ટેસ્ટમાં ડેબ્યુ NZ વિરુદ્ધ

  • અય્યરે આંતરરાષ્ટ્રીય સ્તરે T20 અને ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ડેબ્યુ કર્યું છે.
  • 2017માં શ્રેયસે શ્રીલંકા વિરુદ્ધ વનડે ફોર્મેટમાં ડેબ્યુ કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...