• Gujarati News
  • Sports
  • Cricket
  • Shreyas Iyer Will Make His Test Debut In The First Match Against NZ; Captain Rahane's Place In Danger; Harbhajan's Shocking Revelation

ક્રિકેટમાં હવે યંગિસ્તાન!:રહાણેએ કહ્યું, શ્રેયસ અય્યર ટેસ્ટમાં ડેબ્યૂ કરશે; હરભજને ચોંકાવનારૂં નિવેદન આપ્યું- રહાણે સારૂં પરફોર્મ નહીં કરે તો ટીમમાં સ્થાન જોખમમાં

4 દિવસ પહેલા

કાનપુર ટેસ્ટ પહેલા ઈન્ડિયન ટીમના કેપ્ટન અજિંક્ય રહાણેએ પ્લેઇંગ-11 અંગે મહત્ત્વપૂર્ણ વાત કરી છે. પ્રિ મેચ કોન્ફરન્સમાં જણાવ્યા પ્રમાણે આ મેચમાં શ્રેયસ અય્યર ટેસ્ટમાં ડેબ્યૂ કરી શકે તેવી માહિતી બહાર પાડી છે. ઉલ્લેખનીય છે કે દ્રવિડના હેડ કોચ બન્યા પછી ઈન્ડિયન ટીમમાં યુવા ખેલાડીને વધુ તક મળી રહી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. તેવામાં શ્રેયસના ડેબ્યૂથી સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ભારતીય ટીમમાં આવનાર સમયમાં જંગી ફેરફાર જોવા મળી શકે છે. વળી પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે કહ્યું હતું કે જો રહાણે રન કરવામાં સફળ નહીં રહે તો ભારત પાસે ઘણા વિકલ્પો રહ્યા છે.

યુવા ખેલાડી પાસે મહત્ત્વપૂર્ણ તક
આ મેચમાં વિરાટ કોહલી આરામ કરી રહ્યો હોવાથી તેના સ્થાને રહાણે કેપ્ટનશિપ કરશે. તેવામાં ઈન્ડિયન ટીમમાં રોહિત શર્મા, કે.એલ.રાહુલ, રિષભ પંત, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી જેવા અનુભવી ખેલાડી પણ સામેલ ન હોવાથી દ્રવિડ અને તેની યુવા ટીમ માટે આ મેચ મહત્ત્વપૂર્ણ રહેશે. વળી ટીમના ભવિષ્યને જોતા યુવા ખેલાડી પાસે પોતાનું બેસ્ટ આપી ટીમમાં સ્થાન બનાવાની પણ ઉજ્જવળ તક રહેલી છે.

હરભજના રહાણે પર સવાલો!
ઈન્ડિયન ટીમના સ્ટાર સ્પિનર હરભજન સિંહે પહેલી ટેસ્ટ મેચ અંગે મીડિયા સાથે વાતચીત દરમિયાન અજિંક્ય રહાણે અંગે ઘટસ્ફોટ કર્યો હતો. તેણે કહ્યું હતું કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડે હજુ પણ રહાણે પર વિશ્વાસ રાખ્યો એ સારી વાત છે. પરંતુ જો રહાણે સારી બેટિંગ નહીં કરે તો સૂર્યકુમાર યાદવ તેને રિપ્લેસ કરી શકે છે. વળી અજિંક્ય રહાણેની છેલ્લી 11 ઈનિંગની વાત કરીએ તો તેમાં તેણે 19ની એવરેજથી ઘણો ઓછા રન કર્યા હતા. તેવામાં ભલે રહાણે કેપ્ટન હોય પરંતુ તેણે સારુ પ્રદર્શન કરવું જ પડશે.

વિરાટની ગેરહાજરીમાં શ્રેયસ ચોથા નંબર પર બેટિંગ કરશે!
પહેલી ટેસ્ટમાં વિરાટની ગેરહાજરીમાં શ્રેયસ અય્યર તેના સ્થાને ચોથા નંબર પર બેટિંગ કરી શકે તેવી સંભાવના રહેલી છે. જોકે આ નિર્ણય છેવટે તો અજિંક્ય રહાણે પાસે રહેશે અને જો તે ચોથા નંબર પર બેટિંગ કરવા આવશે તો અય્યરને પાંચમા સ્થાન પર ખસી જવું પડશે.

રહાણે પણ સ્પિનર્સથી ગભરાઈ ગયો?
અજિંક્ય રહાણેએ પ્રિ મેચ શો દરમિયાન ઘટસ્ફોટ કરતા કહ્યું હતું કે સ્પિન ફ્રેન્ડલી પિચ પર બેટિંગ કરવી બંને ટીમો માટે પડકાર જનક રહેશે. અમે જ્યારે પણ આવી પિચ પર બેટિંગ કરવા આવીએ છીએ ત્યારે સતર્ક રહીને પ્રદર્શન દાખવીએ છીએ. પરંતુ ઈન્ડિયન ટીમને પડકારો પસંદ છે અને તેઓ આવી પિચ પર વધારે રમી પોતાની બેટિંગનું ઉમદા પ્રદર્શન આપવા સજ્જ રહે છે.

શ્રેયસ 303મો ખેલાડી બનશે
ઈન્ડિયન ટીમ માટે ટેસ્ટ ક્રિકેટ રમનારો શ્રેયસ અય્યર 303મો ખેલાડી બનશે. 26 વર્ષીય અય્યરે 2017માં ભારત માટે પહેલી વનડે અને T20 મેચ રમી હતી. અત્યાર સુધી રમાયેલી 22 વનડે મેચમાં તેણે 42.79ની એવરેજથી 813 રન અને 31 ઈન્ટરનેશનલ T20 મેચમાં 27.62ની એવરેજ સાથે કુલ 580 રન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...