• Gujarati News
  • Sports
  • Cricket
  • Shreyas Iyer Could Be Captain Of Ahmedabad, Lucknow Likely To Include Rahul Nek As Captain For Rs 20 Crore

IPL ઓક્શન પહેલા મેગા એક્શન:શ્રેયસ અય્યર અમદાવાદનો કેપ્ટન બની શકે, લખનઉ 20 કરોડમાં રાહુલને કેપ્ટન તરીકે ટીમમાં સામેલ કરે તેવી સંભાવના

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લખનઉની ટીમ રાશિદ ખાનને 16 કરોડ રૂપિયાની સેલેરી આપી શકે- મીડિયા અહેવાલો

IPL 2022 માટે રિલીઝ કરાયેલા ખેલાડીના સામે આવી ગયા છે. હવે મેગા ઓક્શન પહેલા અમદાવાદ અને લખનઉની ટીમ પાસે રિલીઝ કરાયેલા ખેલાડીની યાદીમાંથી 3-3 ખેલાડી (2 ઈન્ડિયન, 1 વિદેશી)ને પોતાની ટીમમાં સામેલ કરવાની તક મળશે. તેવામાં 31 ડિસેમ્બર સુધી બંને ટીમો પાસે આ ખેલાડીને પસંદ કરવાની તક રહેલી છે.

મીડિયા અહેવાલોના જણાવ્યા પ્રમાણે લખનઉની ટીમ કે.એલ.રાહુલને પોતાની ટીમમાં પસંદ કરી લેશે અને તેને કેપ્ટન તરીકે પણ પસંદ કરશે. જોકે આ મુદ્દે હજુ લખનઉ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

લખનઉમાં સામેલ થશે આ 3 ખેલાડીઓ!
મીડિયાના અહેવાલો અનુસાર, લખનઉએ રાહુલને તેની ટીમમાં સામેલ થવા માટે 20 કરોડ રૂપિયાની ઓફર કરી છે. વર્ષ 2018માં પંજાબ કિંગ્સે કેએલ રાહુલને 11 કરોડમાં ખરીદ્યો અને તેને સામેલ કર્યો હતો. જો રાહુલ લખનઉમાં જોડાય છે તો તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની જશે.

કે.એલ.રાહુલ ઉપરાંત લખનઉ ફ્રેન્ચાઈઝી, લેગ સ્પિનર ​​રાશિદ ખાનને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. રાશિદને હૈદરાબાદથી 9 કરોડ રૂપિયા મળતા હતા, પરંતુ લખનઉએ તેને 16 કરોડ રૂપિયાની ઓફર પણ કરી છે. ઇશાન કિશન અને યુઝવેન્દ્ર ચહલ પણ લખનઉ ટીમના રડાર પર છે.

સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) રાશિદ ખાનને બહાર કરીને બધાને ચોંકાવી દીધા છે. ચહલ છેલ્લા ઘણા સમયથી વિરાટ કોહલીની આગેવાની હેઠળની RCB તરફથી રમી રહ્યો હતો, પરંતુ આ વખતે તેને પણ રિટેન્શન દરમિયાન ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. તેવામાં ઇશાન પણ છેલ્લી બે IPL સિઝનમાં શાનદાર બેટિંગ કરી ચૂક્યો છે.

અમદાવાદની નજર પણ દિગ્ગજ ખેલાડી પર છે.

વોર્નરને SRH દ્વારા જાળવી રાખવામાં આવ્યો ન હતો. છેલ્લી બે IPLથી તે ખાસ પ્રદર્શન દાખવી શક્યો નહોતો. આટલું જ નહીં ખરાબ ફોર્મના કારણે તેને કેપ્ટન્શિપથી તો દૂર કરાયો પરંતુ ટીમમાંથી પણ બહાર કરી દેવાયો હતો. જોકે T20 વર્લ્ડ કપમાં વોર્નરે શાનદાર પ્રદર્શન કર્યું અને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ'નો અવોર્ડ પણ જીત્યો હતો. વર્તમાન એશિઝ સિરીઝમાં પણ તે શાનદાર બેટિંગ કરી રહ્યો છે. આની સાથે જ હાર્દિક પણ અત્યારે ટીમ ઈન્ડિયાથી બહાર છે અને મુંબઈએ રિટેન ન કરતા અમદાવાદની ટીમ સાથે જોડાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...