તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Shravan Kumar Said When He First Met Me To Play He Was Wearing A Bathroom Sleeper, Today It Seems Kapil Dev Will Break The Record

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇશાંતના કોચનો ઇન્ટરવ્યુ:શ્રવણ કુમારે કહ્યું- પહેલીવાર રમવા માટે મને મળ્યો ત્યારે તેણે બાથરૂમ-સ્લીપર પહેર્યાં હતાં, આજે લાગે છે કે તે કપિલ દેવનો રેકોર્ડ તોડશે

ચેન્નઈ22 દિવસ પહેલાલેખક: રાજકિશોર
  • કૉપી લિંક

ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર ઇશાંત શર્માએ ટેસ્ટ કારકિર્દીમાં 300 વિકેટ પૂર્ણ કરી છે. તેણે ઇંગ્લેન્ડ સામેની ચેન્નઈ ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ડેનિયલ લોરેન્સ તેનો 300મો શિકાર બન્યો. ઇશાંતના કોચ શ્રવણ કુમારને આ સિદ્ધિ પર ખૂબ ગર્વ છે. તેમનું માનવું છે કે ઇશાંત અહીં અટકશે નહીં.

શ્રવણે ભાસ્કરને કહ્યું હતું કે ઇશાંત કપિલ દેવને પણ પાછળ છોડી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બનશે. ઇશાંત માત્ર 32 વર્ષનો છે અને ઓછામાં ઓછી 40 ટેસ્ટ રમી શકે છે. કપિલ દેવના નામે ટેસ્ટમાં 434 વિકેટ છે.

ભૂલ સ્વીકારવી એ ઇશાંતની ખાસિયત છે
શ્રવણ કુમારે કહ્યું, ઇશાંતની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પોતાની ભૂલ સ્વીકારવાનું જાણે છે. તે પોતાની ભૂલ સુધારવા માટે સખત મહેનત કરે છે. જ્યારે નબળા પ્રદર્શન માટે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો ત્યારે તે મારી પાસે આવ્યો હતો અને મારી સાથે વાત કરી હતી. મેં કહ્યું હતું કે તેની એક્શન પહેલાં જેવી નથી. ત્યાર બાદ તેણે એના પર થોડા દિવસ કામ કર્યું અને ફરીથી ટીમમાં પાછો ફર્યો.

ઇશાંતે ફિટનેસ પર ધ્યાન આપવું પડશે
કોચે કહ્યું, ઇશાંતે પોતાની ફિટ જાળવી રાખવી પડશે અને સતત સારો દેખાવ કરવો પડશે. ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી અત્યારે ટીમમાં નથી. તેમના પરત આવ્યા પછી પ્લેઇંગ ઇલેવનમાં તે જ ખેલાડીની તક મળશે જે ફિટ રહેશે અને વિકેટ લેશે. અત્યારે ભારતીય ટીમની બેંચ ઘણી મજબૂત છે. શાર્દૂલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ જેવા બોલર્સ પણ હાજર છે, જે ટીમની જરૂરિયાત મુજબ બેટિંગ પણ કરી શકે છે. આવી સ્થિતિમાં ઇશાંત માટે પ્લેઇંગ ઇલેવનમાં સતત સ્થાન બનાવવું એક મોટો પડકાર હશે.

ઇશાંત કોચ પાસે આવ્યો હતો, જેથી તેને સ્કૂલમાં પ્રવેશ મળી શકે
તેણે કહ્યું, 'ઇશાંતને મારી પાસે એક વિદ્યાર્થી લાવ્યો હતો. ખરેખર, ઇશાંત ગંગા આંતરરાષ્ટ્રીય સ્કૂલમાં એડમિશન લેવા ઇચ્છતો હતો. તે મારી પાસે આવ્યો, જેથી તેને રમતગમત ક્વોટા દ્વારા પ્રવેશ મળી શકે. મેં પૂછ્યું હતું કે તું ક્રિકેટમાં શું કરે છે? તેણે કહ્યું કે હું બોલિંગ કરું છું. તેણે બાથરૂમ-સ્લિપર પહેર્યાં હતાં. જ્યારે મેં તેને બોલિંગ કરવાનું કહ્યું ત્યારે તેની ગતિ આશ્ચર્યજનક હતી. તેની પાસે નેચરલ પેસ હતી. પછી મેં તેને ગંગા ઇન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન અપાવ્યું હતું. પછી જે બન્યું એ બધાની સામે છે.'

સિનિયર ખેલાડીઓ નારાજ થયા હતા
કોચે કહ્યું, 'જ્યારે ઇશાંતને તેની ક્લબમાં તક મળી ત્યારે ઘણા સિનિયર ખેલાડીઓ ગુસ્સે થયા. તેમણે કહ્યું હતું કે હું તેની અવગણના કરું છું અને ઇશાંતને આટલી નાની ઉંમરે તક આપું છું. હું તેમને કહેતો હતો કે તે આંતરરાષ્ટ્રીય રમશે. જોકે કોઈએ વિચાર્યું પણ ન હતું કે તેને આટલી નાની ઉંમરે ભારતીય ટીમ તરફથી તક મળશે. મને પણ અપેક્ષા નહોતી કે 19 વર્ષમાં તેને ભારતીય ટીમમાં રમવાનો મોકો મળશે. '

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો