ICCએ રેન્કિંગમાં ગંભીર ભૂલ કરી:ભારતને નંબર-1 ટેસ્ટ ટીમ બતાવી દીધી, અઢી કલાક પછી નંબર-2 કરી દીધી હતી

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મંગળવારે રેન્કિંગમાં એક મોટી ભૂલ કરી હતી. ICCએ પોતાની ઑફિશિયલ વેબસાઇટ પર બપોરે 1:30 વાગે ભારતને નંબર-1 ટેસ્ટ ટીમ જાહેર કરી હતી. પછી અઢી કલાક પછી 4:00 વાગે ભારતને હટાવીને ઓસ્ટ્રેલિયાને નંબર-1 ટેસ્ટ ટીમ જાહેર કરી હતી.

ICCની વેબસાઇટ પર સવારે 8:30 વાગે ઓસ્ટ્રેલિયા જ નંબર-1 ટેસ્ટ ટીમ હતી. રેન્કિંગમાં થયેલી મોટી ચૂકને લઈને ICC તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. પરંતુ ફેન્સ સોશિયલ મીડિયા પર ICCની ભૂલ પકડીને સતત ટ્વિટ કરી રહ્યા છે.

બન્ને ટીમમાં 11 પોઇન્ટ્સનું અંતર
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ટેસ્ટમાં છેલ્લા ઘણા મહિનાઓથી નંબર-1 પર છે. લેટેસ્ટ રેન્કિંગમાં કાંગારૂઓના 126 રેટિંગ પોઇન્ટ્સ છે. તો ટીમ ઈન્ડિયા 115 પોઇન્ટ્સ સાથે નંબર-2 રેન્ક ટીમ છે. એટલે કે બન્ને ટીમ વચ્ચે અત્યારે પણ 11 પોઇન્ટ્સનું અંતર છે. 107 પોઇન્ટ્સ સાથે ઇંગ્લેન્ડ ત્રીજા નંબરે છે. ભારત અત્યારે T20માં પહેલા નંબરે છે અને વન-ડેમાં ચોથા નંબરે છે. ન્યૂઝીલેન્ડની ટીમ વન-ડેમાં પહેલા નંબરે છે.

અહીં જુઓ ICCની લેટેસ્ટ ટેસ્ટ ટીમ રેન્કિંગ...

ક્યારે ટીમ રેન્કિંગ અપડેટ થતી હોય છે?
ICC ટીમની રેન્કિંગ દરેક સિરીઝ પછી અપડેટ થતી હોય છે. 15 જાન્યુઆરીએ ભારત-શ્રીલંકાની વન-ડે સિરીઝ પૂરી થઈ હતી. જેના પછી 16 જાન્યુઆરીએ વન-ડે ટીમ રેન્કિંગ અપડેટ થઈ હતી. આવી જ રીતે હવે આવનારા દિવસોમાં જે ટેસ્ટ સિરીઝ શરૂ થશે, તેના ખતમ થયા પછી ટેસ્ટ ટીમ રેન્કિંગ અપડેટ થશે. 1 ઓક્ટોબરે દર વર્ષે ICC રેન્કિંગની વાર્ષિક અપડેટ આવે છે.

ભારત કેવી રીતે નંબર-1 આવી શકે છે?
ઓસ્ટ્રેલિયા સામે ભારતની ટેસ્ટ સિરીઝ 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. 4 ટેસ્ટની સિરીઝમાં ભારત જો 2-0, 3-1, 3-0 અથવા તો 4-0થી જીતી જાય છે, તો ઓસ્ટ્રેલિયાને પછાડીને ભારત પહેલા નંબરે પહોંચી શકે છે.

પ્લેયર્સ રેન્કિંગ ક્યારે અપડેટ થાય છે?
ટીમ ઉપરાંત વુમન્સ ક્રિકેટર્સની રેન્કિંગ મંગળવારે અને મેન્સ ક્રિકેટર્સની રેન્કિંગ દર બુધવારે અપડેટ થાય છે. આમાં એ દિવસે રમાયેલી મેચનો ડેટા સામેલ નથી થતો. 18 જાન્યુઆરીએ બુધવારે છે. એટલે આ દિવસે બધા જ પ્લેયર્સની રેન્કિંગ અપડેટ થશે. જેમાં શ્રીલંકાની સામે 15 જાન્યુઆરીએ રમાયેલી વન-ડેમાં સેન્ચુરી ફટકારનાર વિરાટ કોહલી, વિકેટ લેનારા કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજને ફાયદો થઈ શકે છે.

સૂર્યકુમાર યાદલ લાંબા સમયથી નંબર-1 T20 પ્લેયર છે.
સૂર્યકુમાર યાદલ લાંબા સમયથી નંબર-1 T20 પ્લેયર છે.

સૂર્યા-જડ્ડુ જ નંબર-1 ભારતીય
ICCના ત્રણેય ફોર્મેટના પ્લેયર રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ જ એકમાત્ર ભારતીય બેટર છે, જે નંબર-1 પર છે. તે T20 રેન્કિંગમાં નંબર-1 છે. તો ઇન્જરીના કારણે ટીમ ઈન્ડિયાની બહાર રહેલા સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ટેસ્ટમાં નંબર-1 ઓલરાઉન્ડર છે. રવિંચંદ્રન અશ્વિન નંબર-2 ટેસ્ટ ઓલરાઉન્ડર છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા T20માં નંબર-3 ઓલરાઉન્ડર છે. તો જસપ્રીત બુમરાહ નંબર-3 અને રવિંચંદ્રન અશ્વિન નંબર-4 પર રહેલા બોલર્સ છે. આ પ્લેયર્સ સિવાય કોઈપણ ભારતીય કોઈપણ ફોર્મેટના ટૉપ-5 પ્લેયર્સમાં સામેલ નથી.