• Home
  • Sports
  • Cricket
  • Shoaib says Sushant lacked confidence 4 years ago, false to accuse any celebrity like Salman without evidence

સુશાંત પર અખ્તરનું નિવેદન / શોએબે કહ્યું- 4 વર્ષ પહેલા સુશાંતમાં આત્મવિશ્વાસનો અભાવ જોયો હતો, પુરાવા વિના સલમાન જેવા કોઈપણ સેલિબ્રિટી પર આરોપ લગાવવા ખોટા

શોએબ અખ્તરે કહ્યું, એ વાતનો અફસોસ છે કે, હું સુશાંત સિંહ રાજપૂત સાથે જીવન વિશે વાત કરી શક્યો નહિ. -ફાઈલ ફોટો
શોએબ અખ્તરે કહ્યું, એ વાતનો અફસોસ છે કે, હું સુશાંત સિંહ રાજપૂત સાથે જીવન વિશે વાત કરી શક્યો નહિ. -ફાઈલ ફોટો
X
શોએબ અખ્તરે કહ્યું, એ વાતનો અફસોસ છે કે, હું સુશાંત સિંહ રાજપૂત સાથે જીવન વિશે વાત કરી શક્યો નહિ. -ફાઈલ ફોટોશોએબ અખ્તરે કહ્યું, એ વાતનો અફસોસ છે કે, હું સુશાંત સિંહ રાજપૂત સાથે જીવન વિશે વાત કરી શક્યો નહિ. -ફાઈલ ફોટો

  • પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે કહ્યું, સુશાંતન્સ 2016માં મુંબઇમાં મળ્યો હતો, તે ખૂબ શરમાળ હતો
  • ફિલ્મ 'એમએસ ધોની: અનટોલ્ડ સ્ટોરી'ના લીડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને આપઘાત કર્યો હતો

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 05:06 PM IST

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, 4 વર્ષ પહેલા સુશાંત સિંહ રાજપૂતમાં આત્મવિશ્વાસનો ઘણો અભાવ જોયો હતો. વર્ષ 2016માં અખ્તરની મુંબઇમાં સુશાંત સાથે મુલાકાત થઈ હતી. ત્યારે બંને વચ્ચે કોઈ વાત થઈ ન હતી. અખ્તરે કહ્યું કે સલમાન ખાન જેવા બોલિવૂડ સેલિબ્રિટી પર કોઈ પુરાવા વિના આરોપ લગાવવા ખોટા છે. બોલિવૂડના 34 વર્ષીય અભિનેતાએ 14 જૂને ફ્લેટમાં લટકીને આત્મહત્યા કરી હતી.

અખ્તરે તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે, હું તેને (સુશાંત) મુંબઈમાં 2016માં મળ્યો હતો. સાચું કહું તો, મેં ત્યારે તેનામાં વિશ્વાસીઓનો ઘણો અભાવ જોયો હતો. તે માથું ઝુકાવીને મારી પાસેથી પસાર થઈ ગયો. ત્યારે મારા મિત્રએ મને કહ્યું કે તે એમએસ ધોની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યો છે. "

સુશાંત સાથે વાત કરી શક્યો નહિતેનો અફસોસ છે
અખ્તરે કહ્યું, "મને લાગ્યું કે તેનો અભિનય જોવો જોઈએ. તે ખૂબ શરમાળ હતો. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી અને સુશાંતે તેમાં સારું કામ કર્યું હતું. પરંતુ મને હજી પણ અફસોસ છે કે હું તેને ત્યાં રોકીને જીવન વિશે વાત કરી શક્યો નહિ. હું તેની સાથે મારા જીવનના અનુભવો શેર કરી શકતો હતો." ફિલ્મ એમએસ ધોની: અનટોલ્ડ સ્ટોરી 30 ઓક્ટોબર, 2016ના રોજ રીલિઝ થઈ હતી.

સુશાંતને મદદની જરૂર હતી
તેણે કહ્યું, "તમારું જીવન સમાપ્ત કરવું કોઈ વિકલ્પ ન હોવો જોઈએ. જ્યારે પણ તમને લાગે કે તમે મુશ્કેલીમાં છો, તો તમારે વાત કરવી જોઈએ. દીપિકા પાદુકોણ પણ બ્રેકઅપ બાદ તણાવમાં હતી અને તેમને મદદની જરૂર હતી. મારું માનવું છે કે સુશાંતને પણ મદદની જરૂર હતી." અખ્તરે કહ્યું કે જ્યારે મેં મારી ક્રિકેટ કારકિર્દી શરૂ કરી ત્યારે વસીમ અકરમ અને વકાર યુનિસ સલમાન ખાન અને શાહરૂખ ખાન જેવા હતા. મારી કારકિર્દી બનાવવા માટે મારે પણ સખત મહેનત કરવી પડી હતી. તેથી, કોઈ પણ હસ્તીઓ પર પુરાવા વિના આરોપ લગાવવા યોગ્ય રહેશે નહીં.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી