તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓસ્ટ્રેલિયામાં ભારતીય પ્લેયર્સની મસ્તી:શિખર ધવને ટી-શર્ટ કાઢીને 'સાત સમુન્દર પાર...' ગીત પર પૃથ્વી શો સાથે ડાન્સ કર્યો

સિડની8 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિખર ધવને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પૃથ્વી શો સાથે ફિલ્મી સોન્ગ પર ડાન્સ કરતો જોવા મળે છે.

ભારતીય ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અહીં બધા ખેલાડીઓ વનડે સીરિઝ પહેલાં ક્વોરન્ટીનમાં છે. આ દરમિયાન શિખર ધવન અને પૃથ્વી શો મસ્તીના મૂડમાં દેખાયા હતા. ધવને એક વીડિયો શેર કર્યો, જેમાં તે ટી-શર્ટ કાઢીને પૃથ્વી સાથે ડાન્સ કરતો જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં ફિલ્મ 'ત્રિદેવ'નું "સાત સમુન્દર પાર..." ગીત વાગી રહ્યું છે.

ધવને ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું- "હજી પણ લૈલા મને ગાંડો કરી રહી છે."

બંને ટીમ વચ્ચે પહેલા વનડે સીરિઝ થશે
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે 27 નવેમ્બરથી 3 વનડે અને 4 ડિસેમ્બરથી 3 T-20ની સીરિઝ રમશે. તે પછી બંને ટીમો વચ્ચે 17 ડિસેમ્બરથી 4 ટેસ્ટની શ્રેણી રમાશે.

IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે ધવન અને પૃથ્વી
ધવન અને પૃથ્વી બંને IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે. ધવને લીગની 13મી સીઝનમાં 2 સદી મારી હતી. તે ટૂર્નામેન્ટની એક જ સીઝનમાં બે સદી મારનાર પ્રથમ બેટ્સમેન છે. દિલ્હી પહેલીવાર ફાઇનલમાં પહોંચી, તેને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સ પાંચમી વાર ચેમ્પિયન બન્યું હતું.

ડે-નાઈટ ટેસ્ટમાં 50% ફેન્સને એન્ટ્રી મળશે
ડે-નાઈટ ટેસ્ટ એડિલેડમાં થશે. સરકારે 50% દર્શકોને મેચ જોવાની પરવાનગી આપી છે. આ સ્ટેડિયમની સીટિંગ કેપેસિટી 54 હજાર દર્શકોની છે. તે પછી ક્રિસમસ વીકમાં થનાર બોક્સિંગ ડે ટેસ્ટમાં 25 હજાર ફેન્સને એન્ટ્રી મળશે. આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા એક લાખ છે. ફેન્સની સુરક્ષિત એન્ટ્રી અંગે વિક્ટોરિયન ગવર્મેન્ટ અને મેલબોર્ન ક્રિકેટ ક્લબે સાથે મળીને કોવિડ સુરક્ષા પ્લાન તૈયાર કર્યો છે.

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો શિડ્યૂલ:

મેચતારીખસ્થળ
1st ODI (ડે નાઈટ)27 નવેમ્બરસિડની
2nd ODI (ડે નાઈટ)29 નવેમ્બરસિડની
3rd ODI (ડે નાઈટ)2 ડિસેમ્બરકેનબરા
1st T20 ( નાઈટ)4 ડિસેમ્બરકેનબરા
2nd T20 (નાઈટ)6 ડિસેમ્બરસિડની
3rd T20 (નાઈટ)8 ડિસેમ્બરસિડની
1st Test (ડે નાઈટ)17-21 ડિસેમ્બરએડિલેડ
2nd Test26-30 ડિસેમ્બરમેલબોર્ન
3rd Test07-11 જાન્યુઆરીસિડની
4th Test15-19 જાન્યુઆરીબ્રિસ્બેન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો