કોહલીને ઝિમ્બાબ્વે ટૂરમાં પણ આરામ:શિખર ધવન કેપ્ટન; રાહુલ ત્રિપાઠીને મળી તક, 7 મહિના બાદ દીપક ચહરની ટીમમાં વાપસી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઝિમ્બાબ્વે ટૂર માટે ટીમ ઈન્ડિયા જાહેરાત કરી દેવામાં આવી છે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને આ ટૂર માટે પણ આરામ આપવામાં આવ્યો છે. જ્યારે રાહુલ ત્રિપાઠીને તક આપવામાં આવી છે અને શિખર ધવનને ફરી કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહને પણ આરામ આપવામાં આવ્યો છે. આ વચ્ચે કેએલ રાહુલ કોવિડ પ઼ઝિટિવ આવ્યો હતો. અને તે આ કારણે ઇજાગ્રસ્ત હોવાથી ટીમમાં નથી. જ્યારે ફાસ્ટ બોલર દીપક ચહરની ટીમમાં વાપસી થી ચૂકી છે. દીપક ચહરે છેલ્લે ભારત માટે ફેબ્રુઆરીમાં મેચ રમ્યો હતો.

BCCIએ ઝિમ્બાબ્વે સામે 3 વનડે મેચ માટે ટીમની જાહેરાત કરી હતી. ટીમ 18 ઑગસ્ટથી 22 ઑગસ્ટની વચ્ચે મેચ રમશે. બધી જ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે.

આ સિરિઝ વનડે સુપર લીગનો ભાગ હશે. ઝિમ્બાબ્વે માટે આ સિરિઝ ખૂબ જ મહત્વની છે, કારણ કે આના પોઇન્ટ્સ આવતા વર્ષે વનડે વર્લ્ડ કપના ક્વોલિફિકેશન માટે ગણાશે.

એશિયા કપથી વાપસી કરી શકે છે કોહલી
કોહલી હવે ઑગસ્ટના અંતમાં યોજાનાર એશિયા કપથી વાપસી કરી શકે છે. પહેલા એવી ચર્ચાઓ ચાલતી હતી કે કોહલી ઝિમ્બાબ્વે ટૂરથી વાપસી કરી શકે છે. આ સમયે તે પોતાના પરિવારજનો સાથે વેકેશન પર છે. તે છેલ્લે ઇંગ્લેન્ડ ટૂર પર રમતો જોવા મળ્યો હતો. જોકે કોહલી કંઈ ખાસ પરફોર્મંસ કરી શક્યો નહતો. તે છેલ્લા 3 વર્ષથી આઉટ ઑફ ફોર્મ છે.

ત્રિપાઠીને મળ્યુ IPL પરફોર્મંસનું ઇનામ

IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ધમાલ મચાવવા વાળો રાહુલ ત્રિપાઠીને ઝિમ્બાબ્વે ટૂરમાં તક આપવામાં આવી છે. તે પહેલી વખત ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ થયો છે. રાહુલ ત્રિપાઠીએ પાછલી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા 413 રન બનાવ્યા હતાય જેમાં 3 અર્ધસદી સામેલ છે.

પાછલા અઠવાડિયે કેએલ રાહુલ NCAમાં લેવેલ-3 કોચનું સેશન લેતો નજરે આવ્યો હતો.
પાછલા અઠવાડિયે કેએલ રાહુલ NCAમાં લેવેલ-3 કોચનું સેશન લેતો નજરે આવ્યો હતો.

કેએલ રાહુલને કોરોના
કેએલ રાહુલ કોરોના વાઇરસથી સંક્રમિત થયો છે. તે રિકવર થવાનો પ્રયાસ કરી રહ્યો છે. રાહુલે શનિવારે રાત્રે એક પોસ્ટમાં આ વાતને લઈને ખુલાસો કર્યો હતો. તે બેંગલુરૂ સ્થિત NCAમાં રિહાબ પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યો છે. કેએલ રાહુલ સાઉથ આફ્રિકાની સિરિઝ પહેલા ઇજાગ્રસ્ત થયો હતો. તેને તે સિરિઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

વેસ્ટઇન્ડિઝમાં ટીમ ઈન્ડિયાએ ક્લિન સ્વીપ કર્યુ

ટીમ ઈન્ડિયા હાલમાં વેસ્ટઇન્ડિઝ ટૂર પર છે. જેમાં શિખર ધવનની કેપ્ટન્સીમાં 3 મેચની વનડે સિરિઝમાં ભારતે 3-0થી ક્લિન સ્વીપ કરીને ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ મહિને જ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 2-1થી હરાવ્યુ હતુ.

વનડે સિરિઝ માટે ટીમ ઈન્ડિયા
શિખર ધવન (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હૂડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટકિપર), સંજુ સેમસન (વિકેટકિપર), વૉશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, દીપક ચહર.