ભારત vs ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ:પૃથ્વી શો શૂન્ય રને આઉટ થયો તો રવિ શાસ્ત્રી પર બનેલા મીમ્સ વાયરલ થયા, જાણો કેમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૃથ્વી શો મેચના બીજા જ બોલે મિચેલ સ્ટાર્કની બોલિંગમાં બોલ્ડ થયો હતો. - Divya Bhaskar
પૃથ્વી શો મેચના બીજા જ બોલે મિચેલ સ્ટાર્કની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ સીરિઝની પહેલી મેચ એડિલેડ ખાતે રમાઈ રહી છે. મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે મેચના એક દિવસ પહેલાં જ પ્લેઈંગ-11 જાહેર કરી દીધી હતી. ટીમમાં મયંક અગ્રવાલ સાથે બીજા ઓપનર તરીકે પૃથ્વી શોની પસંદગી થઇ હતી. શુભમન ગિલને સ્થાન મળ્યું નહીં.

પૃથ્વી શૂન્ય રને આઉટ થયો અને મળેલી તકનો ફાયદો ન ઉઠાવી શકતા ફેન્સે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યો. તેની સાથે ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી પણ ટ્રોલ થયા.

શાસ્ત્રીએ કર્યા હતા પેટભરીને વખાણ, હવે ટ્રોલ થયો
ભારતના કોચ રવિ શાસ્ત્રીએ પૃથ્વી શોના વખાણ કરતા કહ્યું હતું કે, તેનામાં સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ અને બ્રાયન લારા જેવા દિગ્ગજ બેટ્સમેનોની ઝલક દેખાઈ રહી છે. શો મેચના બીજા જ બોલે મિચેલ સ્ટાર્કની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પછી ટ્વિટર પર સહેવાગ ટ્રેન્ડ થવા લાગ્યો. ફેન્સે શાસ્ત્રીના નિવેદનને લઈને ઘણા મજેદાર મીમ્સ બનાવ્યા.

અન્ય સમાચારો પણ છે...