રાજસ્થાન રોયલ્સે બુધવારે એવું કર્યું કે જેનાથી તમામ ક્રિકેટ ફેન્સ ચોંકી ગયા છે. IPL 2022ના મેગા ઓક્શન પહેલા રાજસ્થાને જાહેરાત કરી હતી કે સંજૂ સેમસન કેપ્ટન તરીકે કાર્યરત રહેશે, પરંતુ બુધવારે રાજસ્થાનના ઓફિશિયલ એકાઉન્ટે ટ્વીટ કરી જણાવ્યું કે RRનો નવો કેપ્ટન યુઝવેન્દ્ર ચહલ રહેશે. બસ આ સમાચાર સામે આવતા તમામ ક્રિકેટ ફેન્સ ચોંકી ગયા છે. એટલું નહીં આ પોસ્ટ પર સંજુ સેમસને પણ કોમેન્ટ કરી છે તો બીજી બાજુ ચહલે RRના એકાઉન્ટથી બટલરને I LOVE YOUના મેસેજ પણ મોકલ્યા છે.
ફેન્સ ચોંકી ગયા, ચહલ કેપ્ટન તરીકે પસંદ થયાની પોસ્ટ
રાજસ્થાન રોયલ્સે આ ટ્વીટ પછી તમામ ફેન્સ ચોંકી ગયા હતા. કોઈને પણ આશા નહોતી કે આવું કંઈ થશે. નવા કેપ્ટન બન્યાનું ટ્વીટ 12.56 વાગ્યે કરાયું હતું. આની 8 મિનિટ પહેલા જ એટલે 12.48 વાગ્યે રાજસ્થાને વધુ એક ટ્વીટ કર્યું હતું, જેમાં લખાયું હતું કે RRના ટ્વિટર અકાઉન્ટમાં મેં લોગ ઈન કરી લીધું છે. કહ્યું હતું કે એડમિન જોબ મારી સામે ન પડતા.
ચહલે રાજસ્થાનના એકાઉન્ટ હેકની વાત કરી
આ તમામ ટ્વીટ થયા એની પહેલા યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાન રોયલ્સનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે RRની એક પોસ્ટના જવાબમાં ચહલે કહ્યું હતું કે હવે કોઈપણ ભોગે હું આ એકાઉન્ટ હેક કરી લઈશ. જેની ગણતરીની મિનિટમાં તેણે કહ્યું કે મને પાસવર્ડ મળી ગયો છે અને થેન્ક્યૂ જેક તારી મદદ કામ લાગી. બસ ત્યારપછી તો રાજસ્થાનના અકાઉન્ટથી બેક ટુ બેક ચહલની પોસ્ટ થવા લાગી હતી.
ચહલે હેક કરી લખ્યું હું ઓપનિંગ કરીશ
યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાનના એકાઉન્ટ હેક કરીને લખ્યું કે જો તમે આ પોસ્ટ 10 હજારથી વધુ રિટ્વીટ કરશો તો હું જોસ બટલર સાથે ઓપનિંગ કરવા ઉતરીશ. બસ તેની આ ટ્વીટ પછી તો જાણો ફેન્સ પણ ગણતરીની સેકન્ડોમાં શેર કરવા લાગ્યા હતા.
ચહલનો ચંદ્રને કેચ કરતો વીડિયો વાઈરલ
હદ તો ત્યાર થઈ કે ચહલે એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે ચંદ્રને કેચ કરતો હોય એવું એડિટિંગ કરાયું છે. જેમાં તે ચંદ્રને કેચ કરીને ફરીથી અંતરિક્ષમાં ફેંકી દેતો નજરે પડે છે. આમાં ટાઈમ ટ્રાવેલથી લઈ ચંદ્ર કેમ ધરતીની પ્રદક્ષિણા કરે છે એ વાતનો ઉલ્લેખ કરાયો છે.
બટલરને I LOVE YOU મેસેજ મોકલી પ્રપોઝ કર્યું
ચહલે ટ્વિટર મેસેજ સેન્ડ કરીને જોસ બટલરને બેબી શું કરે અને હું તને બઉ પ્રેમ કરું છું એના મેસેજો પણ સેન્ડ કર્યા છે. જેના પરિણામે એકબાજુ ચહલ મસ્તી કરે તો બીજી બાજુ રાજસ્થાનના સોશિયલ મીડિયાનો એડમિન લખે કે મહેરબાની કરી તમામ DM ઈગ્નોર કરજો. આ મજાક મસ્તીથી જાણ થઈ જાય છે કે ચહલ ભલે ભારતીય ટીમમાં હોય કે IPLની ટીમમાં તે મસ્તી કરવાનું ક્યારેય છોડશે નહીં.
રવિચંદ્રન અશ્વિનને પોસ્ટમાં ટેગ કરી ચહલે રાજસ્થાનના એકાઉન્ટમાંથી લખ્યું કે મારા પ્રેમી તું ક્યાં છે, કેટલો સમય થઈ ગયો એકપણ મેસેજ તે મોકલ્યો નથી, ફોન કર્યો નથી. હવે શું તારા જીવનમાં બીજુ કોઈ આવી ગયું છે?
લોગઆઉટની જાણકારી આપી
ચહલે છેવટે એકાઉન્ટ લોગ આઉટ કરતો હોય તેની જાણ કરી છે. એટલું જ નહીં આ દરમિયાન રાજસ્થાન રોયલ્સના એડમિને ત્યારપછી આ તમામ DM (મેસેજ)ની જવાબદારી ન લીધી અને કહ્યું કે એકાઉન્ટ હેક થઈ ગયું હતું તો આ બધુ ઈગ્નોર કરજો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.