તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Shardul Thakur's Superb Six In The Final ODI Against England, Ben Stokes Starts Checking The Bat, Video Goes Viral

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાનદાર શાર્દુલ:ઈંગ્લેન્ડ સામેની અંતિમ વનડેમાં શાર્દુલ ઠાકુરનો શાનદાર છગ્ગો, બેટ ચેક કરવા લાગ્યો બેન સ્ટોક્સ, વીડિયો વાયરલ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં પણ શાર્દુલનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું
  • અંતિમ ક્રમાંકે બેટિંગ કરીને શાર્દુલ ટીમ ઈન્ડિયાને મજબૂત સ્કોર બનાવવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યો છે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડેમાં એક રસપ્રદ કહી શકાય તેવી ઘટના જોવા મળી, ટીમ ઈન્ડિયાના પૂંછડિયા બેટ્સમેન શાર્દુલ ઠાકુરના એક છગ્ગાથી ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ આશ્ચ્રર્યમાં આવી ગયો હતો. ફાઈનલ વનડેમાં ભારતની ઈનિંગની 45મી ઓવરના ચોથા બોલે શાર્દુલ ઠાકુરે બેન સ્ટોક્સના બોલમાં લોંગ ઓફમાં એક શાનદાર છગ્ગો ફટાકર્યો હતો.

બેન સ્ટોક્સના બોલ પર શાર્દુલ ઠાકુરે છગ્ગો ફટાકર્યો તો તે પોતાને રોકી ન શક્યો. આ છગ્ગા બાદ બેન સ્ટોક્સ શાર્દુલ ઠાકુરનું બેટ ચેક કરવા લાગ્યો હતો. આ દરમિયાન બંને ખેલાડીઓ ઘણાં હળવા મૂડમાં જોવા મળ્યા. બેન સ્ટોક્સ અને શાર્દુલ ઠાકુરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકોની વાહવાહી પણ મેળવી રહ્યો છે.

અંતિમ વનડેમાં શાર્દુલે શાનદાર 30 રન ઠોક્યા હતા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં રમાયેલી ત્રીજી અને ફાઈનલ વનડેમાં શાર્દુલ ઠાકુર આઠમા નંબરે બેટિંગ કરવા ઉતર્યો હતો. શાર્દુલે 21 બોલમાં 30 રન બનાવ્યા હતા. જેમાં તેને એક ચોગ્ગો અને ત્રણ છગ્ગા ફટાકર્યા હતા. શાર્દુલ ઠાકુરે કૃણાલ પંડયાની સાથે સાતમી વિકેટની ભાગીદારી કરતા બંનેએ 45 રન બનાવ્યા. કૃણાલ પંડયાએ 34 બોલમાં 25 રન ફટકાર્ય. આ ભાગીદારી શાર્દુલ આઉટ થયા બાદ જ તૂટી હતી. શાર્દુલ માર્ક વુડની બોલિંગમાં બટલરના હાથે કેચ આઉટ થયો હતો. છેલ્લી વનડેમાં ટીમ ઈન્ડિયા 48.2 ઓવરમાં 329 રન કર્યા હતા, જે ઈંગ્લેન્ડ 7 રનથી હારી ગયું હતું.

ઓસ્ટ્રેલિયા સામે પણ શાર્દુલનું શાનદાર પ્રદર્શન
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર માટે છેલ્લાં કેટલાંક મહિનાઓ શાનદાર રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા ટૂરમાં શાર્દુલે શાનદાર પ્રદર્શન દેખાડ્યું હતું. જે પ્રદર્શન ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામેની સીરીઝમાં યથાવત રહ્યું હતું. શાર્દુલ બોલિંગમાં કમાલ કરવાની સાથે છેલ્લાં ક્રમાંકે બેટિંગમાં ઉતરી ટીમ ઈન્ડિયા માટે જરૂરી રન બનાવવામાં પણ મહત્વનો ફાળો આપે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો