• Gujarati News
  • Sports
  • Cricket
  • Shane Warne's Last 20 Minutes Have Been Painful, With Friends Making Every Effort To Save Him; Find Out What Happened At The Villa

સ્પિનના જાદુગરની અંતિમ ક્ષણો:શેન વોર્નની છેલ્લી 20 મિનિટ દર્દનાક રહી, મિત્રો બચાવવા માટે તમામ પ્રયાસો કરતા રહ્યા; જાણો વિલામાં શું થયું હતું

5 મહિનો પહેલા

ઓસ્ટ્રેલિયન લિજેન્ડ શેન વોર્નનું થાઈલેન્ડમાં 52 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન થઈ ગયું છે. વોર્નના મેનેજમેન્ટે સંક્ષિપ્તમાં એક નિવેદન આપી આ માહિતી આપી છે. શેન તેના થાઈલેન્ડ સ્થિત પ્રાઈવેટ વિલામાં નિંદ્રાધિન અવસ્થામાં મૃત જોવા મળ્યા હતા અને તબીબો દ્વારા તમામ પ્રયત્ન વચ્ચે પણ તેમને પુનઃજીવિત કરી શકાયા ન હતા. તેવામાં રિપોર્ટ્સના આધારે શેન વોર્નની સાથે તેના 3 મિત્રો પણ હાજર રહ્યા હતા. જોકે પરિવારના સભ્યોએ અત્યારના સમયે ગોપનિયતાને ધ્યાનમાં રાખવા વિનંતી કરી છે અને આ અંગે ટૂંક સમયમાં માહિતી પૂરી પાડવાની ખાતરી આપી છે.

ઘટનાના 20 મિનિટ સુધી જીવ બચાવવા પ્રયાસ
શેન વોર્નને પ્રાઈવેટ વિલામાં બેભાન જોયા પછી તેમના મિત્રોએ 20 મિનિટ સુધી તેનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. થાઈલેન્ડ પોલીસ આની વધુ તપાસ આગળ વધારી રહી છે, પરંતુ અત્યારસુધી તેના મૃત્યુ પાછળ કોઈ શંકાસ્પદ કારણ સામે આવી શક્યું નથી.

જાણો વિલામાં કોણ કોણ હતું અને શું થયું
પોલીસના જણાવ્યા પ્રમાણે થાઈલેન્ડના પ્રાઈવેટ વિલામાં વોર્ન અને અન્ય 3 મિત્રો રોકાયા હતા. આ દરમિયાન રાત્રે ડિનર ટાઈમ પર શેન વોર્ન નીચે ગયો હતો. જેના થોડા સમય પછી વોર્નનો એક દોસ્ત પણ નીચે આવ્યો હતો ત્યારે તેણે શેન વોર્નને બેભાન અવસ્થામાં જોયો હતો. ત્યારે તાત્કાલિક દોસ્તોએ ભેગા મળીને તેને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR- છાતી પર દબાણ કરી હાર્ટ પમ્પિંગ કરાવવું તથા શ્વાસ આપવો) દ્વારા બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

એમ્બ્યુલન્સને જાણ કરી
શેન વોર્નની તબિયતમાં સુધાર ન આવતા દોસ્તોઓ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ દરમિયાન હોસ્પિટલ જતા સમયે તથા ત્યાં પહોંચ્યા પછી વોર્નને CPR આપવામાં આવ્યું હતું. છતા તેનો જીવ બચાવી શક્યા નહોતા. જોકે પોલીસે આગળ તપાસ દરમિયાન જાણ કરી કે વોર્નનું મોન શંકાસ્પદ નથી. હજુ વધુ પ્રક્રિયા કરી આગળ કાર્યવાહી હાથ ધરાશે.

વોર્નનો પાર્થિવ દેહ ઓસ્ટ્રેલિયા પહોંચશે
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મોરિસ પાયને વોર્ન સાથે હાજર દોસ્તો સાથે વાતચીત કરી હતી. આની સાથે જ વોર્નના મૃતદેહને ઓસ્ટ્રેલિયા પરત લઈ જવા પણ જણાવ્યું હતું.

ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં પૂલની તસવીરો પોસ્ટ કરી હતી
વોર્નના મેનેજમેન્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે પરિવાર આ સમયે ગોપનીયતા જાળવી રાખવા માગે છે અને યોગ્ય સમયે વિગતવાર માહિતી આપશે એવી જાણ કરી છે. ગુરુવારે જ શેન વોર્ને થાઈલેન્ડના વિલાની તસવીરની સ્ટોરી શેર કરી હતી. જેના કેપ્શનમાં શેન વોર્ને લખ્યું હતું કે સમુઝન વિલાથી તમને બધાને શુભરાત્રિ. હું અત્યારે થાઈલેન્ડમાં સમય પસાર કરી રહ્યો છું.

અન્ય સમાચારો પણ છે...