મોહમ્મદ શમીની ઓસ્ટ્રેલિયાની ટિકિટ કન્ફર્મ:T20 વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત બુમરાહની જગ્યાએ મળ્યું સ્થાન, BCCIએ આપી જાણકારી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના સ્ટાર પેસર જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયો હતો. જેના રિપ્લેસમેન્ટમાં મોહમ્મદ શમીને ટીમમાં લેવામાં આવ્યો છે. આ અંગે BCCIએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી જાણ કરી હતી.

જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટમાં ઘણા નામો ચર્ચામાં હતા. જેમાં મોહમ્મદ શમી ઉપરાંત મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર સહિતના નામો હતો. જોકે આજે શમીના નામ ઉપર મોહર લાગી ગઈ છે.

મોહમ્મદ સિરાજ પણ હતો રેસમાં
મોહમ્મદ સિરાજનું હાલનું ફોર્મ જબરદસ્ત છે. તેણે હાલમાં જ રમાયેલી સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં શાનદાર પરફોર્મંસ આપ્યું હતું. તે પ્લેયર ઑફ ધ સિરીઝ પણ બન્યો હતો. આના કારણે તેનું નામ પર ચર્ચામાં હતું. જોકે BCCI અનુભવી શમીની પસંદગી કરી છે. ત્યારે તેને હવે મોહમ્મદ શમીની જગ્યાએ રિઝર્વમાં રાખવામાં આવ્યો છે.

જસપ્રીત બુમરાહ પીઠની ઈજાના કારણે બહાર થયો હતો
સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. તેને ઠીક થવામાં 4-6 મહિના જેટલો સમય લાગશે. સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝની વખતે પ્રેક્ટિસ સેશન દરમિયાન તેણે પીઠમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યાર પછી મેડિકલ ટીમે તેને આરામ કરવાની સલાહ આપી હતી. એટલે તે ત્યારે T20 સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી તે T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો હતો. જેના કારણે કરોડો ચાહકોને નિરાશા સાંપડી હતી.

મોહમ્મદ શમીએ ગત સિઝનમાં ગુજરાત ટાઈટન્સ માટે શાનદાર પ્રદર્શન આપ્યું હતું.
મોહમ્મદ શમીએ ગત સિઝનમાં ગુજરાત ટાઈટન્સ માટે શાનદાર પ્રદર્શન આપ્યું હતું.

શમીનું T20માં પ્રદર્શન
મોહમ્મદ શમીએ ગત સિઝનમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમીને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્તવની ભૂમિકા ભજવી હતી. તો IPLમાં તેણે 93 મેચમાં 8.51ની ઇકોનોમીથી કુલ 99 વિકેટ ઝડપી છે.

ICC T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.