તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોહમ્મદ શમી ઈઝ બૅક:ફરી મેદાન પર ઉતરવા શમી તૈયાર; ઈજાના કારણે વિરામ લીધો હતો, IPLમાં પંજાબ કિંગ્સ સાથે જોડાયો

3 મહિનો પહેલા
IPLમાં પંજાબ કિંગ્સ તરફથી ફરી મેદાન પર ઉતરવા માટે શમી જોરશોરથી તૈયારીઓ કરી રહ્યો છે. ફાઈલ તસવીર
  • મોહમ્મદ શમીએ છેલ્લાં 1-2 સપ્તાહથી બોલિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે
  • ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટમાં ત્રીજા દિવસે ઇજાગ્રસ્ત થયો હતો

ઈન્ડિયન પ્રીમિયર લીગ આગામી તા.9મી એપ્રિલથી શરૂ થઇ રહી છે, અને તમામ ટીમોએ પોતાની તૈયારીઓ આરંભી દીધી છે. ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઇજાના કારણે છેલ્લા ઘણા સમયથી મેદાનની બહાર છે. ત્યારે IPLમાં પંજાબ કિંગ્સ તરફથી ફરી મેદાન પર ઉતરવા માટે શમી જોરશોરથી તૈયારીઓ કરી રહ્યો છે.

ઇજામાંથી બહાર આવ્યા બાદ મોહમ્મદ શમીએ બેંગલોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ફિટનેસની સાથે બોલિંગ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મોહમ્મદ શમી છેલ્લા એક-બે સપ્તાહથી બોલિંગ કરી રહ્યો છે. ફાસ્ટ બોલર શમી ગત 19 ડિસેમ્બરથી જ ક્રિકેટથી દુર છે. તેને એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે ઈજા થઈ હતી.

શમી ટેસ્ટ મેચમાં બેટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો
શમી ટેસ્ટ મેચમાં બેટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો

કુંબલેએ શમીના કમબેકની વાત ઉચ્ચારી
શમીને પેટ કમિન્સનો બોલ વાગ્યો હતો અને તે પછી તેણે ભારત પરત ફરવું પડ્યું હતું. એવું અનુમાન લગાવાયું હતું કે, મોહમ્મદ શમી 4-6 સપ્તાહમાં સાજો થઈ જશે. પંજાબ કિંગ્સના કોચ અનિલ કુંબલેએ શનિવારે મોહમ્મદ શમીના કમબેક વિશે વાત કરતા કહ્યું હતું કે તે આ મુદ્દે ઘણા ઉત્સાહિત છે. મને જ્યા સુધી જાણ છે ત્યાં સુધી શમી સ્વસ્થ છે. તે ક્વોરેન્ટાઈનમાં હોવાથી એ બાયો બબલમાં સામેલ થઈ શકે છે. ટૂંક સમયમાં તેનો ક્વોરેન્ટાઈન પીરિયડ પુરો થઈ જશે. તમને જણાવી દઇએ કે મોહમ્મદ શમીએ દુબઇમાં રમાયેલી ગત IPL 2020માં 14 મેચમાં 20 વિકેટ ઝડપી હતી.