તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Shakib Al Hasan Loses Control; Arguments With Umpire Threw Wicket In Dhaka Premier League | Watch Videos

શાકિબે ચાલુ મેચમાં ધમપછાડા કર્યા:ઢાકા પ્રીમિયર લીગમાં અમ્પાયરે આઉટ ન આપતાં સ્ટમ્પ્સ ઉખાડીને ફેંક્યાં, ઉગ્ર ચર્ચા પણ કરી; વીડિયો વાઇરલ

ઢાકા5 દિવસ પહેલા
ઢાકા પ્રીમિયર લીગમાં મેચ દરમિયાન શાકિબે અમ્પાયર સાથે દુર્વ્યવહાર કર્યો.
  • એક બુકીના સંપર્કમાં આવવાને કારણે ICCએ 2019માં શાકિબને 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો હતો

બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને પોતાનો આદર્શ માનતા ફેન્સ માટે એક અચંબિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઢાકા પ્રીમિયર લીગમાં ફેન્સને શાકિબનું અલગ રૂપ જોવા મળ્યું હતું. અમ્પાયરે પ્લેયરને આઉટ ન આપતાં શાકિબે દુર્વ્યવહાર આચર્યો હતો. એટલું જ નહીં, તેણે સ્ટંપ્સને જોરદાર લાત મારી હતી અને અમ્પાયર સાથે વિવાદ કર્યો હતો.

અમ્પાયરે નોટ-આઉટ આપ્યા બાદ વિવાદ સર્જાયો
આ મેચ શાકિબની ટીમ મોહમ્મદની સ્પોર્ટિંગ ક્લબ અને અબાહાની લિમિટેડ વચ્ચે શુક્રવારના રોજ યોજાઈ હતી. બાંગ્લાદેશી ઓલરાઉન્ડરના બોલ મુશફિકુર રહીમના પેડ પર વાગ્યો હતો, જેથી તેણે અપીલ કરી હતી. અમ્પાયરે અપીલને નકારી કાઢી હતી, જેથી શાકિબ અલ હસન ગુસ્સે થયો હતો અને અમ્પાયર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ ઘટના ઈનિંગની છઠ્ઠી ઓવરમાં ઘટી હતી. ત્યાર પછી મેચને સસ્પેન્ડ કરવામાં આવી હતી.

સ્ટંપ્સ પણ ઉખાડી ફેંક્યાં, અમ્પાયરને ધમકાવ્યો
આ મેચમાં શાકિબે 27 બોલમાં 27 રન બનાવ્યા હતા, જેની સહાયથી તેમની ટીમે પ્રથમ બેટિંગ કરતી વેળાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાનમાં 145 રન બનાવ્યા હતા. ેના જવાબમાં અબાહાનીએ 5.5 ઓવરમાં 3 વિકેટે 31 રન બનાવ્યા હતા. શાકિબ મેચ સસ્પેન્ડ થઈ હોવા છતાં પણ અમ્પાયરની નજીક આવી પહોંચ્યો અને સ્ટંપ્સને ઉખાડી ફેંક્યાં હતાં અને અમ્પાયર સાથે વિવાદ કર્યો હતો.

શું શાકિબ ફરીથી સસ્પેન્ડ થશે?
હવે એ જોવા જેવું થશે કે શાકિબના આ વર્તનને પરિણામે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ઢાકા પ્રીમિયર લીગ શું એક્શન લેશે. તેને કેટલાક મહિનાઓ સુધી સસ્પેન્ડ પણ કરી શકાય છે. શાકિબ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો ભાગ છે. IPL સસ્પેડ થયા પછી એ પાકિસ્તાન પ્રીમિયર લીગમાં પણ રમવા માટે ગયો નથી.

2019માં ICCએ શાકિબને 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો હતો
શાકિબને આની પહેલાં પણ 2 વર્ષ માટે સસ્પેન્ડ કરાયો છે. ICCએ એની વિરુદ્ધ પ્રતિબંધ 2019માં બુકી દ્વારા સંપર્ક કરાયો હોવા છતાં રિપોર્ટ ના આપવાને કારણે લગાવ્યો હતો. આ કિસ્સો શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેની શ્રેણી દરમિયાન ઘટ્યો હતો. જોકે ગત વર્ષે ડિસેમ્બરમાં પ્રતિબંધ નાબૂદ થતાં શાકિબે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...