તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસને કોલકાતામાં માતા કાલીની પૂજા કરવા બદલ માફી માગી છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ સુકાનીએ ગયા અઠવાડિયે ગુરુવારે પૂજા-અર્ચના કરી હતી. આ પછી બાંગ્લાદેશની એક વ્યક્તિએ તેને ફેસબુક પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે શાકિબ દબાણમાં હતો. ઓલરાઉન્ડરે મંગળવારે માફી માગી અને કહ્યું - આ ફરીથી નહીં થાય.
શાકિબ ગયા ગુરુવારે કોલકાતા પહોંચ્યો હતો. તેણે અહીં બેલીઘાટ વિસ્તારમાં કાલીપૂજા કરી હતી. બીજા દિવસે તે બાંગ્લાદેશ પાછો ફર્યો હતો.
ફેસબુક લાઇવ પર શાકિબને ધમકી
હસન દેશ પરત ફર્યા બાદ સિલહટ શહેરના મોહસિન તાલુકદારે રવિવારે ફેસબુક લાઇવ દરમિયાન શાકિબને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેણે દાવો કર્યો હતો કે શાકિબે મુસ્લિમોનું અપમાન કર્યું છે. તેણે કહ્યું- જો તેને શાકિબને મારવા માટે સિલહટથી ઢાકા આવું પડશે તો તે આવશે.
શાકિબે માફી માગી
શાકિબે તેની યુટ્યૂબ ચેનલ પર કહ્યું, "હું ફરીથી એ સ્થળે (કોલકાતા) જવાનું પસંદ નહીં કરું." જો તમને લાગે કે આવું કરીને મેં તમારી વિરુદ્ધનું કાર્ય કર્યું તો હું તમારી માફી માગું છું. હું પ્રયત્ન કરીશ કે આવું ફરીથી ન થાય. સમાચાર અને સોશિયલ મીડિયા પર એવા અહેવાલો આવ્યા છે કે હું સમારોહ માટે ગયો છું, પરંતુ એવું નથી. સભાન મુસ્લિમ હોવાથી હું આવું નહીં કરું. આ કેસ ખૂબ જ સંવેદનશીલ છે. જો મેં ભૂલ કરી છે તો હું એ માટે માફી પણ માગું છું. "
મોહસિનની પત્નીની અટકાયત
દરમિયાન શાકિબને ધમકી આપનાર મોહસિન ફરાર થઈ ગયો છે. સિલહટ પોલીસે તેની પત્નીને કસ્ટડીમાં લીધી છે. આરોપીના પરિવારજનોએ જણાવ્યું હતું કે મોહસિન ડ્રગ એડિક્ટ છે.
વિડિયો લિંકની તપાસ શરૂ થઈ
સિલહટના એડીજી પોલીસ બીએમ અશરફ ઉલ્લાહ તાહીરે જણાવ્યું હતું કે આ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વિડિયો લિંકને સાઇબર ફોરેન્સિક્સ ટીમને તપાસ માટે સોંપવામાં આવી છે.
આરોપીએ માફી પણ માગી
તેણે રવિવારે બપોરે ફેસબુક લાઇવ કર્યું હતું. ત્યાર બાદ આરોપીએ બીજું એક લાઈવ સેશન કર્યું અને માફી માગી. આ દરમિયાન તેમણે શાકિબ સહિતની તમામ હસ્તીઓને સલાહ આપી હતી કે તેમણે આવું કામ ન કરવું જોઈએ. જોકે આ બંને વિડિયોને ફેસબુક પરથી હટાવી દેવામાં આવ્યા છે.
ફિક્સિંગને કારણે શાકિબે પ્રતિબંધનો સામનો પણ કર્યો છે
ફિક્સિંગ કેસને કારણે શાકિબ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એ 29 ઓક્ટોબરના રોજ જ સમાપ્ત થયો. હવે શાકિબ મેદાનમાં પાછો ફર્યો છે. આ ક્ષણે તેણે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.