શુભમન ગિલની બહેનનો ગ્લેમરસ લુક વાયરલ:શહનીલ ગિલે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફોટોઝ પોસ્ટ કર્યા; સારા તેંડુલકરે રિએક્શન આપ્યું

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલ હાલ શાનદાર ફોર્મમાં છે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વન-ડેમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી. આવું કરનાર તે પાંચમો ભારતીય બન્યો હતો. તે બેવડી સદી ફટકારનાર સૌથી યુવા વયનો પ્લેયર બન્યો હતો. આ પછી ગિલના ચાહકો ખુશ છે. ગિલ હંમેશા 'સારા' નામથી ચર્ચામાં રહેતો હોય છે. ત્યારે શુભમન ગિલની બહેન શહનીલ ગિલે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેના ફોટોઝ પોસ્ટ કર્યા હતા. જેમાં સારા તેંડુલકરે રિએક્શન પણ આવ્યું છે.

કોણ છે શહનીલ ગિલ?
શહનીલ ગિલ એ યુવા ક્રિકેટર શુભમન ગિલની મોટી બહેન છે. શહનીલ ગિલ ફેશન લવર છે. તે પોતાના લુક અને કપડાંના કારણે ચર્ચામાં રહેતી હોય છે. શહનીલની ફેશન સેન્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ પોપ્યુલર છે. હાલ તેના દોસ્તો સાથેના આઉટિંગના ફોટોઝ વાયરલ થયા છે. શહનીલ ગિલે જે ફોટોઝ શેર કર્યા છે. જેમાં તેણે મિની સ્કર્ટની સાથે જ કાળા રંગનું ક્રોપ ટૉપ પણ પહેર્યું હતું. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. શહનીલના આવા ફોટોઝ ખૂબ જ સુંદર આવે છે. શહનીલ ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને તેના 55 હજાર ફોલોઅર્સ છે.

જુઓ ફોટોઝ...

શહનીલ ગિલની સાથે ક્રિકેટર નીતીશ રાણાની વાઇફ સાચી મારવાહ છે.
શહનીલ ગિલની સાથે ક્રિકેટર નીતીશ રાણાની વાઇફ સાચી મારવાહ છે.

સારા તેંડુલકરે રિએક્શન આપ્યું

શહનીલ ગિલની આ પોસ્ટ પર સચિન તેંડુલકરની પુત્રી સારાએ પણ રિએક્શન આપ્યું છે. તેણે શહનીલની પોસ્ટને લાઇક કરી છે. થોડા સમય પહેલા સારાનું નામ શુભમન ગિલ સાથે જોડાયું હતું. જોકે પછીથી બન્ને વચ્ચે બનતું ના હોવાની ખબરો આવી હતી. બન્નેએ એકબીજાને ઇન્સ્ટા પર અનફોલો કરી દીધા હતા. જોકે શુભમન ગિલની બહેન અને સારા હજું પણ સારા દોસ્ત છે.

શુહનીલ ગિલના અન્ય ગ્લેમરસ ફોટોઝ પણ જુઓ...

શુભમન ગિલની બીજી એક બહેન પણ છે
શુભમન ગિલની બીજી એક બહેન છે, જેનું નામ સિમરન સિદ્ધુ છે. સિમરન શહનીલની જેમ લાઇમલાઇટમાં નથી રહેતી. એટલે ગિલની વધુ એક બહેન પણ છે, તે ખૂબ જ ઓછા લોકોને ખબર છે.

શુભમનની જમણી બાજુ તેની બીજી બહેન સિમરન છે.
શુભમનની જમણી બાજુ તેની બીજી બહેન સિમરન છે.

શુભમન ગિલે ડબલ સેન્ચુરી ફટકારીને રેકોર્ડ બનાવ્યા
શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વન-ડેમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી. તે સૌથી યુવા વયે બેવડી સદી ફટકારનાર પ્લેયર બની ગયો હતો. તો સાથે જ તે આવું કરનાર પાંચમો ભારતીય બન્યો હતો. તેણે 149 બોલમાં 208 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ તે મેચ 12 રને જીતી ગઈ હતી.

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં પણ સ્થાન
શુભમન ગિલને 9 ફેબ્રુઆરીથી શરૂ થતી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં સ્થાન મળ્યું છે. ગિલે અત્યારસુધીની 13 ટેસ્ટ મેચમાં 32ની એવરેજથી 736 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 ફિફ્ટી અને 1 સદી ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...