તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
IPL ઓક્શનમાં ઓલરાઉન્ડર શાહરૂખ ખાનને પ્રિતી ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સે 5.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તમિલનાડુનો 25 વર્ષનો ઓલરાઉન્ડર 5.25 કરોડમાં વેચાયો એટલે કે બેઝ પ્રાઈઝ 20 લાખથી 26 ગણો વધારે. ભાસ્કરે IPL ઓક્શનમાં એટલો શાનદાર કોન્ટ્રાક્ટ મળ્યાં બાદ શાહરૂખ સાથે વાત કરી. શાહરૂખે પોતાના નામ અને ક્રિકેટની શરૂઆતના રસપ્રદ કિસ્સા અમારી સાથે શેર કર્યા. વાંચો શાહરૂખ સાથે અમારા સવાલ-જવાબ.....
શું વિશ્વાસ હતો કે કોઈ ટીમ તમને ખરીદશે?
શાહરૂખઃ હાં, મને વિશ્વાસ હતો કે આ વખતે IPLમાં મને કોઈને કોઈ ફ્રેન્ચાઈઝ ખરીદી લેશે. ગત વર્ષે પણ હું ઓક્શનના ફાઈનલ લિસ્ટમાં હતો. આ વખતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સારા પર્ફોમન્સ બાદ અનેક ટીમોએ મારી ટ્રાયલ લીધી હતી. આ વખતે મને વિશ્વાસ હતો કે મને કોઈને કોઈ ટીમમાંથી રમવાની તક જરૂરથી મળશે. હું ખુશ છું. મારું સપનું IPLમાં સારું પ્રદર્શન કરવાનું અને ટીમ ઈન્ડિયામાં સામેલ થવાનું છે.
તમને 26 ગણી વધુ રકમ મળી, શું આ અંગે કોઈ અનુમાન હતું?
શાહરૂખઃ એટલું તો વિચાર્યું ન હતું. બેઝ પ્રાઈઝ 20 લાખ હતી તો આશા હતી કે કોઈ 50 લાખમાં ખરીદી લેશે. તે વાતની ઘણી જ ખુશી છે કે બેઝ પ્રાઈઝથી આટલી વધુ કિંમત આપીને મને પંજાબ કિંગ્સે ખરીદ્યો છે.
પંજાબ કિંગ્સ સાથે જોડાયને કેવું લાગે છે?
શાહરૂખઃ ઘણી જ ખુશી થઈ રહી છે. ટીમની ઓનર પ્રિતી ઝિન્ટાને મળવા માટે એક્સાઈમેન્ટ છું. અનિલ કુંબલે જેવા સીનિયર ક્રિકેટરની નજર હેઠળ મને શીખવાની તક મળશે.
તમારું નામ શાહરૂખ ખાન કેમ રાખવામાં આવ્યું છે?
શાહરૂખઃ મામા શાહરૂખ ખાનની એક્ટિંગના દિવાના હતા. તેઓ SRKના ઘણાં મોટ ફેન્સ હતા તેથી તેઓએ મારું નામ શાહરૂખ ખાન રાખ્યું હતું.
પોતાના પરિવાર અંગે કંઈક જણાવો?
શાહરૂખઃ પપ્પા નાના વેપારી છે. માતા બુટિક ચલાવે છે. અમે બે ભાઈ છીએ. મારો નાનો ભાઈ હાલ તમિલનાડુની જૂનિયર લીગમાં રમે છે.
પોતાના ક્રિકેટ અંગે કંઈક જણાવો?
શાહરૂખઃ હું ઓલરાઉન્ડર છું. બેટિંગની સાથે પેસ બોલિંગ પણ કરું છું. ક્રિકેટની શરૂઆત 13 વર્ષની ઉંમરથી જ કરી હતી. ફાસ્ટ બોલિંગ કોઈ ફાસ્ટ બોલરને જોઈને શરૂ કરી ન હતી. જ્યારે હું ગલી ક્રિકેટ રમતો હતો ત્યારે મિત્રો મને બોલિંગ આપી દેતા હતા. હું ફાસ્ટ બોલિંગ કરવા લાગ્યો અને જે બાદ મને તેમાં મજા પણ આવવા લાગી. સ્કૂલની ટીમમાંથી પણ બોલિંગ કરી. હું તમિલનાડુ તરફથી લિગ અંડર-16 અને અંડર-19 રમી ચુક્યો છું.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.