તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફઘાનિસ્તાન:ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર શફીકુલ્લાહ 6 વર્ષ માટે પ્રતિબંધિત, ભ્રષ્ટાચારનો દોષી સાબિત થયો

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
શફીકુલ્લાહ શફાકે અફઘાનિસ્તાન માટે 24 વનડેમાં 430 અને 46 ટી 20માં 494 રન બનાવ્યા છે. - Divya Bhaskar
શફીકુલ્લાહ શફાકે અફઘાનિસ્તાન માટે 24 વનડેમાં 430 અને 46 ટી 20માં 494 રન બનાવ્યા છે.
 • અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું કે, શફાક પર 2018માં આઇપીએલમાં એક મેચ ફિક્સ કરવાનો આરોપ છે
 • શફાકે શાહ અબ્દાલી 4 ડે ટૂર્નામેન્ટમાં 89 બોલમાં બેવડી સદી મારી હતી

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી)એ ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર વિકેટકીપર બેટ્સમેન શફીકુલ્લાહ શફાક પર 6 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ બાદ હવે તે કોઈપણ ફોર્મેટમાં રમી શકશે નહિ. 

શફાકે અહમદ શાહ અબ્દાલી 4 ડે ટૂર્નામેન્ટના એક મેચમાં કાબુલ રિજનની તરફથી રમતા બૂસ્ટ રિજન સામે 89 બોલમાં બેવડી સદી મારી હતી. તેણે આ દરમિયાન 22 સિક્સ અને 11 ફોર મારી હતી.

શફાકે ભ્રષ્ટાચારના તમામ આરોપો સ્વીકાર્યા હતા શફાકે 2018માં અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ (એપીએલ) અને 2019માં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ) દરમિયાન એસીબીના એન્ટી કરપ્શન કોડની 4 કલમોનું ઉલ્લંઘન કર્યું હતું. તેણે એસબીબી દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધને સ્વીકાર્યો છે. એસીબીએ એક નિવેદન બહાર પાડીને તેની માહિતી આપી હતી.

શફાકે બીપીએલમાં પણ ફિક્સિંગ કરવાનો પ્રયાસ કર્યો: એસીબી એસીબીના સિનિયર એન્ટિ કરપ્શન મેનેજર સૈયદ અનવર શાહ કુરેશીએ કહ્યું - શફાક ઉપર ગંભીર આરોપો છે. તે 2018 માં એપીએલ ટી 20 લીગની મેચમાં ફિક્સિંગ કરી રહ્યો હતો. તેણે બીપીએલ 2019 માં અન્ય ટીમના સાથીને શામેલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ રહ્યો નહીં.

આ તે બધા ખેલાડીઓ માટે ચેતવણી છે જેમને લાગે છે કે તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અમારા એન્ટી કરપ્શન યુનિટ સમક્ષ ક્યારેય આવશે નહીં. અમારી પહોંચ તેમના વિચાર કરતા આગળ છે.

શફાક ઉપર એસીબીના એન્ટી કરપ્શન કોડના આર્ટિકલ 2.1.1, 2.1.3, 2.1.4, 2.4.4 નો ભંગ કરવાનો આરોપ છે. આર્ટિકલ 2.1.1 સીધો ફિક્સિંગ અને પ્રયાસ કરવાનો અથવા ઇરાદાપૂર્વક ખરાબ રીતે રમવા અથવા લોકોને કોઈ અન્ય રીતે પ્રભાવિત કરવા સાથે સંબંધિત છે.

શફાક ઉપર લાંચ લેવાનો આરોપ આર્ટિકલ 2.1.3. નો મતલબ કોઈ પ્રકારની લાંચ લેવાનો પ્રયાસ કરવો અથવા તેને સ્વીકાર કરવો અથવા કોઈ બીજાને ઇનામની લાલચ આપવી અથવા મેચ ફિક્સ કરવી અથવા કોઈક રીતે તેના માટે પ્રયાસ કરવો.

શફીકુલ્લાહ અત્યાર સુધી 24 વનડે મેચ રમ્યો છે શફીકુલ્લાહ શફાકે અફઘાનિસ્તાન માટે 24 વનડેમાં 430 અને 46 ટી 20માં 494 રન બનાવ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો