તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Shafali Verma Records | Shafali Verma Youngest Indian Debut In All Cricket Formats Indian Womens Team Vs England ODI Series

નાની ઉંમરમાં મોટી સફળતા:17 વર્ષીય શેફાલીનું ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ; આ સિદ્ધિ મેળવનારી સૌથી યુવા ભારતીય અને વિશ્વની 5મી ખેલાડી બની

બ્રિસ્ટલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેફાલી વર્માને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની 'સહેવાગ' કહેવાય છે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર શેફાલી વર્માએ રવિવારે ઇતિહાસ રચ્યો છે. તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને T20)માં ડેબ્યૂ કરનારી સૌથી નાની ઉંમરની ખેલાડી બની ગઈ છે. આ રેકોર્ડમાં શેફાલી ઓવરઑલ (મહિલા-પુરૂષ) ક્રિકેટર્સમાં વિશ્વની 5મી ખેલાડી છે. આ સિદ્ધિ તેણે ઈંગ્લેન્ડ સામે બ્રિસ્ટલ વનડેમાં મેળવી છે.

17 વર્ષ અને 150 દિવસની ઉંમરમાં ડેબ્યૂ કરનારી શેફાલીએ મેચ દરમિયાન 14 બોલમાં 15 રન બનાવ્યા હતા. ઈંગ્લિશ બોલર કેથરીન બ્રંટે આન્યા શ્રબસોલના હાથે શેફાલીને કેચ આઉટ કરાવી હતી.

ડેબ્યૂ ટેસ્ટમાં 2 અર્ધસદી નોંધાવીને રેકોર્ડ બનાવ્યો શેફાલીએ ઈંગ્લેન્ડ સામે આ મહિને ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાની ડેબ્યૂ મેચમાં શેફાલીએ બંને ઇનિંગમાં અર્ધસદી નોંધાવી હતી. શેફાલીએ ડેબ્યૂ ટેસ્ટમાં 96 અને 63 રનની ઇનિંગ રમી હતી. આ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આની સાથે શેફાલી ડેબ્યૂ ટેસ્ટમાં બે અર્ધસદી નોંધાવનાર પહેલી ખેલાડી બની ગઈ.

મુજીબ વિશ્વનો સૌથી યુવા ખેલાડી છે હરિયાણાની યુવા ખેલાડી શેફાલી ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરનારી વિશ્વની એકંદરે પાંચમી ખેલાડી બની ગઈ છે. હાલમાં આ રેકોર્ડ અફઘાનિસ્તાનના મુજીબ રહેમાનના નામે છે, જેમણે 17 વર્ષ અને 78 દિવસની ઉંમરે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું.

17 વર્ષ અને 86 દિવસની ઉંમરે ડેબ્યૂ કરવાની સાથે ઈંગ્લેન્ડની સારાહ ટેલર બીજા નંબર પર છે. ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાની એલિસે પેરી (17 વર્ષ, 104 દિવસ) અને ચોથા નંબર પર પાકિસ્તાનનો મોહમ્મદ આમિર (17 વર્ષ, 108 દિવસ) છે.

T-20માં શેફાલી નંબર 1 પર છે ભારતીય મહિલા ટીમની ઓપનર T-20ની ICC વર્લ્ડ રેન્કિંગમાં નંબર-1 પર છે. શેફાલીએ અત્યારસુધી 22 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 29.38ની એવરેજથી 617 રન બનાવ્યા છે. આ દરમિયાન શેફાલીએ 3 અર્ધસદી ફટાકારી અને 73 રનનો બેસ્ટ સ્કોર પણ બનાવ્યો હતો.

શેફાલીને મહિલા ટીમની સહેવાગ કહેવાય છે
શેફાલીની આક્રમક ઇનિંગને કારણે તેને મહિલાઓની વીરેન્દ્ર સહેવાગ કહેવામાં આવે છે. તેને અગાઉ દક્ષિણ આફ્રિકા સામેની હોમ-સિરીઝ(વનડે)માં પસંદ કરાઈ ન હતી. પરિણામે ભારતીય ટીમને 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારપછી ભારતીય સિલેક્ટર્સને ટીકાઓનો સામનો કરવો પડ્યો. દિગ્ગજ લોકોનું માનવું હતું કે શેફાલીને ટીમમાં સામેલ કરવી જોઈતી હતી.

અન્ય સમાચારો પણ છે...