• Gujarati News
  • Sports
  • Cricket
  • Senior Players Rohit Sharma And Virat Kohli Will Get Rs 7 Crore, Contract Period From October, 2020 To September, 2021

BCCIના વાર્ષિક કોન્ટ્રેક્ટની જાહેરાત:વિરાટ, રોહિત અને બુમરાહને A+ ગ્રેડ; પૂજારા, જાડેજા અને હાર્દિકને 5 કરોડ મળશે, જ્યારે અક્ષર સહિત 3 નવા ખેલાડીઓનો સમાવેશ થયો

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગુરુવારે પોતાના વાર્ષિક કોન્ટ્રેક્ટ અંગે જાહેરાત કરી છે. તેના ટોપ ગ્રેડમાં A+માં કેપ્ટન વિરાટ કોહલી,વાઈસ કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત ઝડપી બોલર જસપ્રીત બુમરાહનો સમાવેશ કર્યો છે. BCCIનો આ કોન્ટ્રેક્ટ ઓક્ટોબર,2020થી સપ્ટેમ્બર,2021 સુધી યથાવત રહેશે.

ગ્રેડ A+: વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ (7 કરોડ)

ગ્રેડ A: રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શિખર ધવન, લોકેશ રાહુલ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ઋષભ પંત અને હાર્દિક પંડ્યા (5 કરોડ)

ગ્રેડ B: રિદ્ધિમાન સાહા, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, મયંક અગ્રવાલ (3 કરોડ)

ગ્રેડ C: કુલદીપ યાદવ, નવદીપ સૈની, દિપક ચહર, શુભમન ગિલ, હનુમા વિહારી, અક્ષર પટેલ, શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર, યૂઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ (1 કરોડ)

નવા કોન્ટ્રેક્ટમાં ત્રણ નવા ચહેરા સાથે કુલ 28 ખેલાડી
આ નવા કોન્ટ્રેક્ટમાં ત્રણ નવા ચહેરા સાથે કુલ 28 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે ગ્રેડ Aમાં ઋષભ પંત અને હાર્દિક પંડ્યા સહિત 10 જેટલા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યા છે. ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુરને ગ્રેડ Bમાં રાખવામાં આવ્યા છે. સિરાજ ગ્રેડ C માં સ્થાન આપવામાં આવ્યું છે. ત્રણ નવા ખેલાડીઓમાં અક્ષર પટેલ, શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે. જ્યારે મનીષ પાંડે અને કેદાર જાધવનો કરાર રીન્યુ કરવામાં આવ્યો નથી.