ઈન્ડિયન ટીમના ખેલાડીઓ ગુરુવારે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ ગયા છે. જેમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, સીનિયર બેટર ચેતેશ્વર પુજારા અને બોલર જસપ્રીત બુમરાહ જેવા સીનિયર ખેલાડીઓ સામેલ છે. પરંતુ ટોપ ઓર્ડર બેટર કે.એલ.રાહુલ ટીમ સાથે જોડાયો નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ હજુ સુધી રિકવર થઈ શક્યો નથી, તે ટૂરમાંથી પણ બ્રેક લઈ શકે છે. જોકે આ અંગે બોર્ડે સત્તાવાર જાહેરાત કરી નથી.
BCCIએ ગુરુવારે સવારે સોશિયલ મીડિયામાં ટીમે ઉડાન ભરી હોય એની તસવીર પોસ્ટ કરી હતી. પરંતુ આમાં કેપ્ટન રોહિત શર્મા પણ જોવા મળી શક્યા નથી. તમામ ખેલાડીઓએ સવારે મુંબઈથી ઉડાન ભરી હતી.
ઇંગ્લેન્ડ ઉડાન ભરતી વખતે ખેલાડીઓ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા, કે.એસ.ભરત અને હનુમા વિહારી સામેલ છે.
ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ છે ટીમ ઈન્ડિયા
તમને જણાવી દઈએ કે 1થી 5 જુલાઈ વચ્ચે રમાયેલી આ ટેસ્ટ પાંચ મેચની સિરીઝનો ભાગ રહી છે. સિરીઝમાં ટીમ ઈન્ડિયા 2-1થી આગળ ચાલી રહી છે. જેમાંથી એક મેચ ડ્રો રહી છે. સિરીઝની છેલ્લી મેચ કોરોનાના કારણે આગળ ધપાવવા કરાયું હતું.
ગિલ કરી શકે છે ઓપનિંગ
રાહુલની ગેરહાજરીમાં શુભમન ગિલ ટીમ ઈન્ડિયા તરફથી ઓપનિંગ કરી શકે છે. કોહલી પણ એક વિકલ્પ થઈ શકે છે. જોકે રાહુલના કેસમાં ભારતીય બોર્ડે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
આ છે શિડ્યૂલ
ભારત v/s ઇંગ્લેન્ડ
T20
વનડે
આ છે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા, કે.એલ.રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, રિષભ પંત, કે.એસ.ભરત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.