કેએલ રાહુલ ટીમ ઈન્ડિયા માટે બની રહ્યો છે મુસીબત:2022માં 90ની સ્ટ્રાઇક રેટથી રન બનાવી રહ્યો છે, શું કોહલી-રોહિત બની શકે છે નવી ઓપનિંગની જોડી?

3 મહિનો પહેલા

યુવરાજ સિંહની એક એડ આવી હતી, જેમાં તે બોલે છે કે 'જ્યાં સુધી બેટ ચાલે છે, ત્યાં સુધી ઠાઠ છે, બાકી તમારા ચાહનારા પણ તમારી આલોચના કરશે.' આવો જ હાલ ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલનો છે. થોડા સમય પહેલા રાહુલને રોહિતનો ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યો હતો. હવે તેને ટીમની બહાર કાઢવાની વિચારણાં ચાલી રહી છે. ઈજા પછી તે એશિયા કપથી વાપસી કરી રહ્યો છે. લાંબા સમય પછી તે મેદાને રમવા આવ્યો છે. હાલ તો તે અત્યારસુધી રમાયેલી મેચમાં પૂરી રીતે ફ્લોપ રહ્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં તે ઝીરોમાં આઉટ થયો હતો. તો હોંગકોંગ સામે પણ તે રન બનાવી શક્યો નહતો, અને 39 બોલમાં 36 રન કરીને આઉટ થયો હતો.

કોહલીએ 6 મહિના પછી T20 ઈન્ટરનેશનલમાં અર્ધસદી ફટકારી હતી. તેના પ્રદર્શનથી BCCI ખુશ છે.
કોહલીએ 6 મહિના પછી T20 ઈન્ટરનેશનલમાં અર્ધસદી ફટકારી હતી. તેના પ્રદર્શનથી BCCI ખુશ છે.

કોહલીના ફોર્મથી ખુશી મળી, રાહુલના પ્રદર્શનથી ટીમ મેનેજમેન્ટ ચિંતિત
BCCIના સૂત્રોથી જાણવા મળ્યુ છે કે 'અમે હોંગકોંગ સામેની મેચમાં કોહલીના પ્રદર્શનથી ખુશ છીએ. તેની વાપસીથી ટીમને ઘણો જ ફાયદો મળે તેમ છે. જોકે કેએલ રાહુલ અને રોહિત શર્માનું ફોર્મ અમારા માટે ચિંતાનો વિષય છે. આના પર ટીમ મેનેજમેન્ટ મંથન કરી રહી છે.'

કેએલ રાહુલ પાકિસ્તાન સામેની મેચમાં ઝીરોમાં આઉટ થયો હતો.
કેએલ રાહુલ પાકિસ્તાન સામેની મેચમાં ઝીરોમાં આઉટ થયો હતો.

કેએલ રાહુલ નહિ તો કોણ હશે ઓપનર?
એશિયા કપ પછી ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝ રમવાની છે. તેના પછી ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ પણ રમાવવાનો છે. ત્યારેલ ઓપનિંગ પોઝીશનમાં બદલાવ લાવવો જરૂરી છે. 2021માં કેએસ રાહુલની સ્ટ્રાઈક રેટ 130ની રહી હતી. જ્યારે 2020માં 90ની રહી હતી, IPLમાં પણ તે 135ની સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે. ત્યારે ટીમના ટોપ-3એ તો વિસ્ટફોટક બેટિંગ કરવી પડતી હોય છે. ત્યારે રાહુલનો આવો બેટિંગ અપ્રોચ ટીમને નુક્સાન પહોંચાડી શકે છે.

કોહલી જો ઓપનિંગમાં આવી શકે, તો સૂર્યા નંબર-3 પર નજર આવી શકે છે.
કોહલી જો ઓપનિંગમાં આવી શકે, તો સૂર્યા નંબર-3 પર નજર આવી શકે છે.

રોહિત શર્મા પણ છેલ્લા થોડા મેચથી રન બનાવી શક્યો નથી. જોકે તે મેદાન ઉપર મોટા-મોટા શોટ્સ લગાવી શકે છે. હોંગકોંગ સામે રોહિતે 21 રન બનાવ્યા હતા. જોકે તેણે 13 બોલમાં જ આ 21 રન બનવી દીધા હતા. આ ઉપરથી એમ કહી શકાય કે વિરાટ કોહલી રોહિત શર્મા સાથે ઓપનિંગમાં ઉતરી શકે છે. વિરાટ એન્કરનો રોલ કરી શકે છે, જ્યારે રોહિત મોટા-મોટા શોટ્સ રમી શકે છે. પાછલા મેચમાં કોહલીએ ફિફ્ટી ફટકારી હતી. તે ફરી પોતાના જુના અંદાજમાં જોવા મળ્યો હતો. તો સૂર્યકુમાર યાદવે આ વર્ષે 177.52ની સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. બદલાવની સ્થિતિમાં તેને નંબર-3 પર રમાડી શકાય તેમ છે.

આ બદલાવથી ટીમમાં રિષભ પંત જેવા ડાબોડી અને વિસ્ફોટક બેટેસમેનને ટીમમાં સ્થાન મળી શકે છે, જે એખલા હાથે મેચને પલટી શકે છે. દીપક હુડ્ડાના રૂપમાં પણ એક વિકલ્પ છે, જે બેટિંગની સાથે બોલિંગમાં પણ કમાલ કરી શકે છે.

રિષભ પંતને પાકિસ્તાન સામેની મેચમાં લીધો નહતો. તેને હોંગકોંગ સામેની મેચમાં હાર્દિક પંડ્યાની જગ્યાએ લીધો હતો. હાર્દિકને હોંગકોંગ સામેની મેચમાં આરામ આપવામાં આવ્યો હતો.
રિષભ પંતને પાકિસ્તાન સામેની મેચમાં લીધો નહતો. તેને હોંગકોંગ સામેની મેચમાં હાર્દિક પંડ્યાની જગ્યાએ લીધો હતો. હાર્દિકને હોંગકોંગ સામેની મેચમાં આરામ આપવામાં આવ્યો હતો.

જો કેએલ રાહુલ ડ્રોપ થાય છે તો આ પ્રકારની ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11 હોય શકે છે...
(1). રોહિત શર્મા (કેપ્ટન), (2). વિરાટ કોહલી, (3). સૂર્યકુમાર યાદવ, (4). રિષભ પંત, (5). હાર્દિક પંડ્યા, (6). દિનેશ કાર્તિક, (7). રવીન્દ્ર જાડેજા, (8), ભુવનેશ્વર કુમાર, (9). અર્શદીપ સિંહ, (10), આવેશ ખાન, (11). યુઝવેન્દ્ર ચહલ.