ભારત સામેના હારની ભડાસ અંગ્રેજોએ સાઉથ-આફ્રિકા પર કાઢી:પહેલા 234 રનનો સ્કોર કર્યો, પછી 41 રનથી જીત મેળવી; મેચમાં 29 છગ્ગા આવ્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોતાની 90 રનની ધમાકેદાર ઇનિંગમાં બેયરસ્ટોએ 8 છગ્ગા માર્યા હતા. - Divya Bhaskar
પોતાની 90 રનની ધમાકેદાર ઇનિંગમાં બેયરસ્ટોએ 8 છગ્ગા માર્યા હતા.
  • બેયરસ્ટોએ 90 રનની ધમાકેદાર ઇનિંગ રમી

ટીમ ઈન્ડિયા સામે પોતાના જ ઘરમાં વનડે સિરિઝ અને T20 સિરિઝ પરાજયનો સામનો કરનાર ઈંગ્લિશ ટીમે તે હારનો ગુસ્સો સાઉથ આફ્રિકા પર કાઢ્યો હતો. પહેલા T20 મેચમાં ઇંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 41 રનથી પરાજય આપ્યો હતો. આ મહિને જ ઇંગ્લેન્ડે પોતાના જ ઘરમાં ભારત સામે વનડે સિરિઝ અને T20 સિરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

બુધવારે વનડેના વર્લ્ડ ચેમ્પિયન્સ ઇંગ્લેન્ડે પહેલી બેટિંગ કરતા 234 રન ફટકાર્યા હતા, અને T20માં પોતાનો બીજો મોટો સ્કોર બનાવ્યો હતો. 235 રનના ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 193 રન જ બનાવી શકી હતી.

જોકે ઇંગ્લેન્ડની ટીમ તેના દ્વારા બનાવેલા 241 રનના સ્કોરને પાર કરી શકી નહોતી. ઈંગ્લિશ બેટ્સમેનોએ પોતાની આ ઇનિંગમાં 18 છગ્ગા ફટકાર્યા હતા. જે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ બની ગયો છે.

28 બોલમાં 72 રન ફટકારનાર સ્ટબ્સે પોતાની ઇનિંગમાં 8 છગ્ગા માર્યા હતા
28 બોલમાં 72 રન ફટકારનાર સ્ટબ્સે પોતાની ઇનિંગમાં 8 છગ્ગા માર્યા હતા

એકલો ઊભો રહ્યો સ્ટબ્સ
સાઉથ આફ્રિકાની ટીમમાંથી ટ્રિસ્ટન સ્ટબ્સે એકલે હાથે લડત આપી હતી. પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહતો. તેણે 28 બોલમાં 72 રન ફટકાર્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 257.14ની રહી હતી. તે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં અર્ધસદી મારવાવાળો સાઉથ આફ્રિકાનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. રીઝા હેન્ડ્રિક્સે પણ 33 બોલમાં 57 રન માર્યા હતા. જોકે ઇંગ્લેન્ડની જીતનો હિરો જોની બેયરસ્ટો રહ્યો હતો.

જોની બેયરસ્ટો અને મોઈન અલી વચ્ચે માત્ર 35 બોલમાં 101 રનની ભાગીદારી બની હતી.
જોની બેયરસ્ટો અને મોઈન અલી વચ્ચે માત્ર 35 બોલમાં 101 રનની ભાગીદારી બની હતી.

બેયરસ્ટોએ 90 રનની ધમાકેદાર ઇનિંગ રમી
જેસન રૉય (8) અને જોસ બટલર (22)ની વિકેટ પડ્યા બાદ જોની બેયરસ્ટોએ (90) પહેલા ડેવિડ મલાન (43) સાથે ત્રીજી વિકેટ માટે 45 બોલમાં 71 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ તેણે મોઈન અલી (52) સાથે ચોથી વિકેટ માટે 35 બોલમાં 101 રન જોડ્યા હતા. આ T20માં બીજી સૌથી ઝડપી શતકીય ભાગીદારી બની હતી.

એક તરફ બેયરસ્ટો મારતો હતો, તો બીજી તરફ મોઈન અલી ફટકાબાજી કરતો હતો. મોઈન અલીએ લુંગી એનગિડીના બોલ પર છગ્ગો ફટકારીને 50 રન પૂરા કર્યા હતા. તેણે માત્ર 16 બોલ રમ્યા હતા. આ ઇંગ્લેન્ડ તરફથી T20માં સૌથી ઝડપી ફિફ્ટી હતી. બન્ને બેટ્સમેનોએ 17મી ઓવરમાં 33 રન માર્યા હતા. એંડિલ ફેહલુકવાયોની આ ઓવરમાં પાંચ છગ્ગા આવ્યા હતા.