બુધવારે રાત્રે T20 ક્રિકેટમાં પહેલીવાર ડબલ સેન્ચુરી જોવા મળી હતી. આ બેવડી સદી વેસ્ટઈન્ડિઝના બેટર રહકીમ કોર્નવાલે ફટકારી હતી.
29 વર્ષના રહકીમ કોર્નવાલે અટલંટા ઓપન T20 લીગમાં અટલાંટા ફાયરની તરફથી 43 બોલમાં 17 ચોગ્ગા અને 22 છગ્ગાની મદદથી 205 રન બનાવ્યા હતા. રહકીમ કોર્નવાલે 3 વર્ષ પહેલા જ ભારત સામે T20માં ડેબ્યૂ કર્યું હતું. તે પોતાના વજનના કારણે ચર્ચામાં રહેતો આવ્યો છે. ત્યારે તેનું વજન 140 કિગ્રા હતું. આ 6.6 ફૂટ લાંબા બેટર રહકીમની ઇનિંગની મદદથી અટલાંટા ફાયરે 172 રનથી જીત મેળવી હતી.
અટલાંટા ફાયરે પહેલી ઇનિંગમાં 20 ઓવરમાં 1 વિકેટે 326 રન બનાવ્યા હતા. રહકીમ ઉપરાંત સ્ટીવન ટેલરે 18 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 53 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સમી અસલમે 29 બોલમાં 53 રન કર્યા હતા. 327 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી સ્ક્વેર ડ્રાઇવની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 154 રન જ બનાવી શકી હતી.
છેલ્લા બોલ ઉપર છગ્ગો ફટકારીને બેવડી સદી પૂરી કરી
રહકીમે ઇનિંગના છેલ્લા બોલે છગ્ગો ફટકારીને બેવડી સદી પૂરી કરી હતી. રહકીમે વેસ્ટઈન્ડિઝ માટે માત્ર એક ટેસ્ટ મેચ રમી છે. હવે તે વેસ્ટઈન્ડિઝની T20 લીગ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતો નજરે ચડે છે.
પોતાને 360 ડિગ્રી પ્લેયર બતાવ્યો હતો
રહકીમે થોડા દિવસો પહેલા જ પોતાને 360 ડિગ્રી પ્લેયર ગણાવ્યો હતો. તે હિટિંગ નથી કરતો. આ તેની નેચરલ હિટિંગ છે. અત્યારસુધીમાં તેણે 66 T20 મેચ રમી છે, જેમાં તેણે 147.49ની સ્ટ્રાઈક રેટથી 1146 રન બનાવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.