તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Saurashtra Captain Jaydev Will Marry His Fiance Rini Tonight At Anand's Madhuban Resort; The Video Of The Music Ceremony Came Across

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનડકટના ગુપચુપ લગ્ન:જયદેવના લગ્ન સંપન્ન; સંગીત સેરેમનીમાં કહ્યું, 'રિનીને પ્રપોઝ કરતી વખતે હું ધોની સામે બોલિંગ કરતી વખતે હોવ એનાથી વધુ નર્વસ હતો'

આણંદ24 દિવસ પહેલા
BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ, તેમના પુત્ર અને સૌરાષ્ટ્રના પૂર્વ કેપ્ટન જયદેવ શાહ સાથે રિની અને જયદેવ ઉનડકટ. - Divya Bhaskar
BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ, તેમના પુત્ર અને સૌરાષ્ટ્રના પૂર્વ કેપ્ટન જયદેવ શાહ સાથે રિની અને જયદેવ ઉનડકટ.

સૌરાષ્ટ્રનો કેપ્ટન જયદેવ ઉનડકટ પોતાની મંગેતર રિની સાથે આણંદના મધુબન રિસોર્ટમાં લગ્ન કર્યા. ઉલ્લેખનીય છે કે, આ બાબતે બંનેમાંથી કોઈના પણ સોશિયલ મીડિયામાં જાણ કરવામાં આવી નથી. કપલે આ ફંક્શન એકદમ પ્રાઇવેટ રાખ્યું છે, જેમાં માત્ર નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની ટીમના કેટલાક ખેલાડીઓએ સંગીત સેરેમનીના ફોટોઝ શેર કર્યા હતા. હોટલ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર લગ્નમાં આશરે 50 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે.3

હલ્દી સેરેમનીમાં રિની અને જયદેવ.
હલ્દી સેરેમનીમાં રિની અને જયદેવ.
સંગીત સેરેમનીમાં આકર્ષણનું કેન્દ્ર ગુજરાતી એક્ટ્રેસ ભક્તિ કુબાવત.
સંગીત સેરેમનીમાં આકર્ષણનું કેન્દ્ર ગુજરાતી એક્ટ્રેસ ભક્તિ કુબાવત.
સંગીત સેરેમનીમાં સૌરાષ્ટ્રના ખેલાડીઓ સાથે જયદેવ અને રિની.
સંગીત સેરેમનીમાં સૌરાષ્ટ્રના ખેલાડીઓ સાથે જયદેવ અને રિની.
હલ્દી સેરેમનીમાં જયદેવ અને રિની સાથે સૌરાષ્ટ્રનો ઓલરાઉન્ડર ધર્મેન્દ્રસિંહ જાડેજા.
હલ્દી સેરેમનીમાં જયદેવ અને રિની સાથે સૌરાષ્ટ્રનો ઓલરાઉન્ડર ધર્મેન્દ્રસિંહ જાડેજા.

સંગીત સેરેમનીમાં જયદેવની સ્પીચ
જયદેવે સંગીત સેરેમનીમાં રિની માટે ખાસ સ્પીચ તૈયાર કરી હતી. તેણે કહ્યું હતું કે, પ્રપોઝ કરતી વખતે હું ધોની સામે છેલ્લી ઓવરમાં બોલિંગ કરતી વખતે હોવ એનાથી વધારે નર્વસ હતો.

15 માર્ચે કરી હતી સગાઈ
રિની વ્યવસાયે વકીલ છે. તેણે અને જયદેવે 15 માર્ચ 2020ના રોજ સગાઈ કરી હતી. સગાઈના 2 દિવસ પહેલાં જ ઉનડકટે સૌરાષ્ટ્રને રણજીમાં ચેમ્પિયન બનાવ્યું હતું.

લવબર્ડ્સ રિની અને જયદેવ.
લવબર્ડ્સ રિની અને જયદેવ.
એકબીજાની આંખોમાં ખોવાઈ ગયેલા જયદેવ અને રિની.
એકબીજાની આંખોમાં ખોવાઈ ગયેલા જયદેવ અને રિની.
ગુજરાતી એક્ટ્રેસ ભક્તિ કુબાવત સાથે ઓલરાઉન્ડર ધર્મેન્દ્રસિંહ જાડેજા.
ગુજરાતી એક્ટ્રેસ ભક્તિ કુબાવત સાથે ઓલરાઉન્ડર ધર્મેન્દ્રસિંહ જાડેજા.

76 વર્ષે ચેમ્પિયન બન્યું હતું સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર ટીમ રણજી ટ્રોફી 2019-20ની ફાઇનલમાં પાંચમા દિવસે રાજકોટ ખાતે પ્રથમ ઇનિંગ્સમાં લીડના આધારે ચેમ્પિયન બન્યું હતું. સૌરાષ્ટ્રની ટીમ 76 વર્ષ પછી રણજી ચેમ્પિયન બની. સૌરાષ્ટ્ર 1936માં નવાનગર તરીકે અને 1943માં વેસ્ટર્ન ઇન્ડિયા તરીકે રમીને ચેમ્પિયન બન્યું હતું. અગાઉ બંને વખત ફાઇનલમાં બંગાળને જ માત આપી હતી. સૌરાષ્ટ્ર પ્રથમ દાવમાં 425 રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં બંગાળ 381 રન જ કરી શક્યું હતું. નિયમ અનુસાર મેચ ડ્રો થાય તો ફર્સ્ટ ઇનિંગ્સ લીડના આધારે ચેમ્પિયન જાહેર કરવામાં આવે છે. સૌરાષ્ટ્રે બીજી ઇનિંગ્સમાં 4 વિકેટે 105 રન કર્યા હતા. તે પછી ટી બ્રેક સમયે બંને કપ્તાને હાથ મિલાવી લીધા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો